ગુજરાતથી દારૂ મધ્યપ્રદેશની ચૂંટણીમાં પહોંચે છે

1960થી દારૂબંધી  છે છતાં પડોશી રાજ્યો કરતા વધુ દારૂનું વેચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે. તમામ દારૂ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશથી આવે છે. 28મી નવેમ્બરના રોજ મધ્ય પ્રદેશમાં યોજાઈ રહેલી વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી દારૂ મધ્ય પ્રદેશ જઈ રહ્યો છે. તેવો પત્ર મધ્ય પ્રદેશના અધિકારીઓએ ગુજરાતના મુખ્ય સચિવને લખ્યો છે. મધ્ય પ્રદેશની ચૂંટણીમાં દારૂની ખપત વધશે, તેવી જાણકારી ધરાવતા ગુજરાતના બૂટલેગરો દ્વારા સરહદી જિલ્લામાં મોટાપાયે દારૂનો જથ્થો અગાઉથી ઉતારી લીધો હતો. આ જથ્થો મધ્ય પ્રદેશ મોકલવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં પ્રવેશ કરતા વાહન ગુજરાત પોલીસ ચેકિંગ કરે છે પરંતુ પ્રદેશ સરકારના આ પત્ર બાદ ગુજરાત બહાર જતા વાહનોનું પણ પોલીસે ચેકિંગ શરૂ કર્યું છે.