ગુજરાતના કૃષિ વિજ્ઞાનીઓએ ઓરેન્જ રંગના મકાઈ ડોડા શોધ્યા, ખાવામાં કેવા રહેશે ?

મધ્ય ગુજરાત માટે મકાઈની સંકર જાત ‘ગુજરાત આણંદ પીળી મકાઈ હાઈબ્રિડ 3’ શોધવામાં આવી છે. જે રવી ઋતુમાં વાવેતર કરવા માટે ખેડૂતોને કૃષિ વિજ્ઞાનીઓએ ભલામણ કરી છે. નવી જાત શિયાળુ વાવેતરમાં 6656 કિલો ઉત્પાદન એક હેક્ટર દીઠ આપે છે. જે ગુજરાત મકાઈ 2 કરતાં 35.6 ટકા, ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ – 1 કરતાં 34.9 ટકા અને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ – 2 કરતાં 29.2 ટકા ઉત્પાદન આપે છે. 6656 કિલો એક હેક્ટર દીઠ ઉત્પાદન ઓરેંજ મકાઈ આપે છે.

ગુજરાત મકાઈ 2, ગુજરાત આણંદ પીળી સંકર મકાઈ – 1 અને ગુજરાત આણંદ સફેદ સંકર મકાઈ – 2 કરતાં સારું ઉત્પાદન આપે છે. તેથી ઉત્પાદનમાં જંગી વધારો થઈ શકે છે. ગુજરાતમાં રવિ ઋતુમાં મકાઈનું વાવેતર 97 હજાર હેક્ટરમાં થાય છે. જેમાં 2.37 લાખ ટન દાણાનું ઉત્પાદન થાય છે. જે સરેરાશ 2800 કિલો એક હેક્ટર દીઠ થાય છે. આમ જો રવિ ઋતુમાં નવી જાત ઉગાડવામાં આવે તો ઉત્પાદનમાં 50થી 82 હજાર ટનનો વધારો થઈ શકે છે. જેનું બજાર મુલ્ય રૂ.1 કરોડથી વધી  જાય છે. આમ એક જ બિયારણ થોડા વર્ષો સુધી ખેડૂતોને કરોડોનો ફાયદો કરાવી આપ્યો છે. નારંગી રંગ હોવાથી તેનું બજાર મૂલ્ય 50 ટકા વધી શકે તેમ છે એવું વિજ્ઞાનીઓ માની રહ્યાં છે. આ મકાઈ હવે મકાઈ ડોડા ખાવામાં સારી નિકળે છે કે કેમ તે જોવાનું રહ્યું.

ત્રણ ઋતુ સાથે ગુજરાતનું મકાઈનું વાવેતર 4.20 લાખ હેક્ટર છે.

નવી જાતની ખૂબી એ છે કે, તે મધ્યમ પાકતી, નારંગી રંગના મોટા દાણાવાળી તથા 350 ગામના વજનમાં 1000 દાણા આવે છે.

સંકર મકાઈની અનોખી જાતનમાં 66.32 ટકા સાટાર્ચ, 13.53 ટકા પ્રોટીન, 4.42 ટકા તેલ, 0.54 પ્રોટીનમાં રહેલા ટ્રીપ્ટોફેન અને 2.64 ટકા પ્રોટીનમાં રહેલા લાયસીન ધરાવે છે. આ સંકર જાતના પાનના સૂકારો તથા તળછાપરાનો રોગ આવે તે પહેલા સારી એવી રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે. સામાન્ય ગેરૂ રોગ સામે પ્રતિકાર કરી શકે છે. ગાભમારાની ઈટળ સામે બીજી બધી મકાઈ કરતાં વધુ રોગપ્રતિકાર શક્તિ ધરાવે છે.

ગોધરા ખાતે આવેલા મુખ્ય મકાઈ સંશોધન કેન્દ્ર ખાતે આણંદ કૃષિ યુનિવર્સિટના વિજ્ઞાનીઓએ આ ઓરેંજ-નારંગી રંગના બિયારણ શોધી કાઢ્યું છે. જેના સંશોધન માટે 10 વિજ્ઞાનીઓ તથા બીજા 10થી 12 સપોર્ટીંગ ટીમ સાથે સતત 6 વર્ષ સંશોધન કર્યા બાદ સફળતા મળી છે. હાલ એક હેક્ટરમાં તેનું વેવાતર પૂરું થયું છે અને તેનું બિયારણ તૈયાર થઈ ગયું છે. હવે આવતા રવિ પાક માટે તે ખેડૂતોને આપવામાં આવશે. હેક્ટરે 6 ટન ઉત્પાદન મેળવતી આ જાતના દાણા ઓરેન્જ-નારંગી રંગના હોવાથી તે બજારમાં ઊંચી કિંમતે વેચાશે એવી ગણતરી મૂકવામાં આવી રહી છે. હાલ એક કિલો દાણાના ખેડૂતોને રૂ.10 મળે છે તેમાં 50 ટકા ઊંચા ભાવ મળી શકે તેમ છે. તેથી સારી બજાર માંગ અને મૂલ્ય ધરાવે છે. – દિલીપ પટેલ, allgujaratnews.in@gmail.com