ખેડૂતો દર વર્ષ રૂા.૪૫ હજાર કરોડથી વધુનું એક વર્ષની લોન લે છે અને ૯૫ % ખેડૂતો આ ધિરાણ સમયસર ભરપાઇ પણ કરી દે છે. તેનો મતલબ કે દર વર્ષે રૂ.2250 કરોડ ગુજરાતના ભરી શકતા નથી.
રાજ્યના ખેડૂતોએ સહકારી અને રાષ્ટ્રિયકૃત બેંકોમાંથી વર્ષ ૨૦૧૪-૧૫માં જે ધિરાણ લીધી હતું તે ૮૯.૬૦ % પરત કર્યુ હતું. એ જ રીતે વર્ષ ૨૦૧૫-૧૬માં ૯૫.૮૭ % ધિરાણ, વર્ષ ૨૦૧૬-૧૭માં ૯૫.૪૬ ટકા, વર્ષ ૨૦૧૭-૧૮માં ૯૪.૬૧ ટકા તથા વર્ષ ૨૦૧૮- ૧૯માં જે ધિરાણ લીધુ હતું તે પૈકી ૯૫.૭૦ ટકા ધિરાણ ખેડૂતોએ સમયસર ભરપાઇ કર્યુ હતું.
રાજ્ય વિધાનસભામાં સન-૨૦૧૮ના ગુજરાત ખેડૂત દેવા માફી અંગેના બિન સરકારી વિધેયકની ચર્ચામાં કહ્યું હતું કે,
અગાઉ સરકારે રૂ.૭૨ હજાર કરોડના કૃષિ દેવાની માફી આપી હતી. છતાં ખેડૂતો ફરીથી દેવાદાર કેમ બને છે?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ગુજરાતના પ્રમાણિક, મહેનતું અને સચ્ચાઇને વરેલાં ખેડૂતો જે ધિરાણ મેળવે છે તે પરત કરે છે. ખેડૂતોને જે જે સુવિધાઓ સમયસર મળવી જોઇએ તે સુવિધા અગાઉની સરકારે સમયસર પૂરી પાડી નથી. જેના પરિણામે ખેડૂતોની સ્થિતિ કથળી છે. રાજ્ય સરકારની કૃષિલક્ષી નીતિઓના કારણે ગુજરાતના ખેડૂતોને સમૃદ્ધ બન્યા છે.
લોકોની દેવા માફીની વાત ઉપર પીન ચોંટી ગઇ છે, લોકોએ ધિરાણ અને દેવા વચ્ચેનો તફાવત સમજવો જોઇએ. ખેડૂતો લોન મેળવે એટલે દેવાદાર કહેવાય નહીં. ધિરાણ પરત કરવામાં અસમર્થ ખેડૂતો દેવાદાર કહેવાય અને ગુજરાતના ૯૫ ટકા ખેડૂતો સમયસર કૃષિ ધિરાણ પરત કરે છે.