યુદ્ધની ધમકી બાદ ગુજરાતના જંગલોમાંથી આદિવાસીઓને ખસેડવાના ચૂકાદાને પડકારશે સરકાર

ગુજરાત સરકારે વન અધિકાર અધિનિયમ-ર૦૦૬ હેઠળ સર્વોચ્ચ અદાલતે નામંજૂર કરેલા દાવાઓનો અભ્યાસ કરી રીવ્યૂ પિટીશન દાખલ કરવાનો રાજ્યના વનબંધુઓના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ માટે ઉચ્ચસ્તરીય સમિતિ બનાવવાનું વિચારવામાં આવી રહ્નુંયું છે. છોટુભાઈ વસાવાએ જાહેર કર્યું છે કે જો જંગલોમાંથી આદિવાસીઓને ખસેડવાના પ્રશ્નનો કોઈ ઉકેલ નહીં આવે તો સિવિલ વોર ફાટી નીકશે. આદિવાસીઓએ યુદ્ધ કરવું પડશે.

વસાવાની આ ધમકી બાદ ભાજપ સરકાર એકાએક કામ કરતી થઈ છે. તેમાં કેટલીક જાહેરાતો થશે

અંતરિયાળ વિસ્તારમાં વસતા વનબંધુઓ કાયદાકીય પ્રક્રીયાથી અજાણ હોય અધિકારોથી વંચિત રહી ગયા હોય તેવા સંજોગોમાં એક પણ સાચો લાભાર્થી વનબંધુ તેના અધિકારથી વંચિત ન રહે તેવા વનબંધુ કલ્યાણલક્ષી અભિગમથી આ નિર્ણય કર્યો છે.
રાજ્યમાં આ અધિનિયમ અન્વયે કુલ 84450 દાવાઓ મંજુર થઇ ગયા છે. તેમ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું છે. તેનો મતલબ કે ગુજરાતમાં કુલ 1.83 લાખ આદિવાસી કુટુંબોમાંથી હજું 1 લાખ કટુંબોનો પ્રશ્ન તો ઊભો જ છે. તેમને જંગલોમાંથી ખસેડવા પડે તેવી સ્થિતી છે. મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની આ સ્પષ્ટતાં છતાં સ્થિતી અત્યંત ગંભીર છે. અને સ્ફોટક છે.

સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે કે, દેશના 16 રાજ્યોમાં જંગલોમાં વસતા 10 લાખ આદિવાસી પરિવારોને જંગલમાંથી હાંકી કાઢવામાં આવે. રોમેલ સુતરીયા કહે છે કે, ગુજરાતમાં 1.83 લાખ કુટુંબોએ જંગલમાં રહેતા હોવાનો દાવો કર્યો હતો. જેમાં 1.30 લાખ તો ભાજપ સરકારે ફગાવી દીધા છે. માત્ર 53 હજાર કુટુંબો જ માન્ય છે. ગુજરાતની વડી અદાલતે તમામ દાવાઓની પુન: ચકાસણી કરવાનો આદેશ આપ્યો હતો. પણ તેની ચકાસણી ભાજપ સરકારે કરી નથી. ગુજરાતમાં દાવા

સર્વોચ્ચ અદાલતમાં રજૂ થયેલી વિગતો પ્રમાણે ગુજરાતમાં આદિવાસીઓ દ્વારા 1,68,899 અને OTFD દ્વારા 13,970  દાવા કરવામાં આવ્યા હતા. કોર્ટે રાજ્યનાં મુખ્ય સચિવને પૂછ્યું છે કે દાવા રદ કરવાના અંતિમ તબક્કા બાદ કેટલી કાર્યવાહી થઇ છે.