ગુજરાતના દોઢ લાખ યુવાનો બિલાડી ડ્રગ્સના ભરડામાં

યુવાધનને નશાની લતે ચડાવનાર ફેક્ટકરીમાં બનતું કૃત્રિમ મેફેડ્રિન ડ્રગ્સ – MD ડ્રગ્સ કે ‘મ્યાંઉ મ્યાંઉ’ ડ્રગ્સનું વેચાણ સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે. મ્યાંઉ મ્યાંઉ ડ્રગ્સ એક ગ્રામ રૂ.2થી રૂ.5 હજારમાં વેચાય છે. ગુટખામાં નાખી નશો કરાય છે. મોટા ભાગે મુંબઈ કે અમદાવાદથી ડ્રગ્સ સપ્લાય થાય છે. ડ્રગ્સ આસાનીથી ઓનલાઈન સર્ચ કરવાથી પણ મળી જાય છે. ઈન્ટરનેટ પર એવી સંખ્યાબંધ સાઈટો છે, તેના પર મેફ્રોડોનના નામથી 200 ડોલરનું 10 ગ્રામ ઓર્ડર કરી મંગાવી શકાય છે.

1929થી દુનિયામાં તે શરૂં થયું છે. હવે ભારતમાં છેલ્લા 12 વર્ષથી વેચાય છે. જેના વેચાણમાં ગુજરાત ભાજપના નેતાઓ પણ સંડોવાયેલા પકડાયા છે. દુનિયાના દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. 2016માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં રૂ.2000 કરોડનું બિલાડી ડ્રગ્ઝ વપરાતું હોવાનો અંદાજ હતા. ત્યારે એક લાખની વસતીએ 100 લોકો ગુજરાતમાં આનો નશો કરતાં હતા. હવે તેનો વપરાશ રૂ.5000 કરોડથી વધું હોવાનું અનુમાન છે. જેમાં એક લાખની વસતીએ 250 લોકો ડ્રગ્ઝનું સેવન કરી રહ્યાં હોવાનું અનુમાન છે. આ હિસાબે ગુજરાતમાં દોઢ લાખથી વધું લોકો તેનો નશો કરી રહ્યા છે.

મેફેડ્રિન ડ્રગ્સ – MD ડ્રગ્સની અસર

એફીડ્રીનમાંથી કેન્સર સામે લડવા માટે દવા બને છે. સફેદ પાઉડર કોકેન જેવી અસર કરે છે. MD ડ્રગ્સ લેનારની આંખો બિલાડી જેવી બની જાય છે, જેથી તેને મ્યાઉ મ્યાઉ અને એમ-કેટ નામ પણ અપાયું છે. ડ્રગ્સ લેવાથી માણસના મગજનું ડોપામિનનું લેવલ વધે છે. ભારે ઉત્તેજના અનુભવે છે. પોતાને સૌથી વધું શક્તિશાળી માને છે. તે વાસ્તવીક રીતે વિચારી શકતો નથી. જીવતા ભૂત જેવું વર્તન કરે છે. ડ્રગ્ઝ ન મળે તો મરવા અને મારવા પર પણ ઉતારું થઈ જાય છે. હેરોઈન અને કોકોઈન કરતા વધુ કીક MD ડ્રગ્સમાં મળે છે. 30થી 35 મીનીટ બાદ તેનો નશો થવા લાગે છે. 5થી 6 કલાક સુધી આખી દુનિયા રંગીન બની જાય છે. તેથી યુવા વર્ગ વધું નશો કરે છે. ડ્રગ્સનો ધંધો કરનારા શખ્સો કોલેજ તથા કેમ્પસની આસપાસ આસાનીથી મળી આવતા હોય છે. યંગસ્ટર્સ રેવ પાર્ટીઓમાં કરતા હોય છે.

બીજા ડ્રગ્ઝ કરતાં સસ્તુ મળે છે.

એમ-કેટ ઉપરાંત વ્હાઈટ મેજીક, ક્રિસ્ટલ, ચાવલ, દવા, બચકા, બુક, ચુરણ, ગુટખા સહિતના અસંખ્ય નામોથી ઓળખાય છે.

સુરત

સુરતમાં મેફેડ્રિન ડ્રગ્સ MD ડ્રગ્સનું ચલણ વિતેલા એક વર્ષથી વધી ગયું છે. મુંબઈમાં આ ડ્રગ્સે એક અંદાજ મુજબ એકથી સવા લાખ લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. સુરતમાં આ ડ્રગ્સનું મોટો વેપલો કોસાડ આવાસ, ચોકબજાર નદી કિનારે, કિલ્લાના મેદાન, જિલાની બ્રિજની નીચે નદી તટ પાસે, બાપુનગર, રાંદેર નદી તટ પાસે, વોલ સિટીમાં બડેખા ચકલા, સૈયદપુરા પપિંગ સ્ટેશન, મુગલીસરામાં વેચાય છે. જ્યારે વેસુ, પીપલોદ, સિટીલાઈટ જેવા પોશ વિસ્તાર અને વરાછામાં પણ 20થી 25 હજાર યુવાઓ તેની લતે ચઢ્યાંનો અંદાજ છે.

અંકલેશ્વર

અંકલેશ્વરમાં આવેલી મેટ્રીક્સ ફાઇન કેમ કંપનીના માલિક ડો.કેતન પટેલ મેફેડ્રોન નામનું ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા. કંપની પરથી 2.19 કિલો મેફેડ્રોન પાવડર અને 8.330 કિલો લિકવીડ ફોર્મ જથ્થો જપ્ત મળી આવ્યો હતો. 80.130 કિલો પ્રોપેનીયલ ક્લોરાઇડ અને 80 કિલો ટોલેન રો મટરીયલ મેફેડ્રોન ડ્રગ્સમાં વાપરવા માટે રખાયું હતું તે મળી આવ્યું હતું. જેની કિંમત 2 કરોડ થાય છે.

મુંબઈથી ફોર્મ્યુલા આવી

મુંબઇમાં આવેલી ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી ટ્રામાડોલ નામનો નશીલા ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. પછી તુરંત સુરત અને વાપીની ફાર્માસ્યુટિકલ કંપની પર દરોડા પાડી કુલ રૂ.100 કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે બંધ ફેક્ટરીમાંથી રૂ.75 લાખની કિંમતનો 1.50 કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં અલ્પેશ ડોડિયા અને મૌલિક પટેલની ધરપકડ કરી હતી.