સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડ્યાની હત્યાના મામલે મહત્વપૂર્ણ સુનાવણીમાં તમામ 12 આરોપીને સજા જાહેર કરી છે. હરેન પંડ્યા મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા 12 દોષિતોને નિર્દોષ છોડવાના ચુકાદાને સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003માં અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી જ્યારે તેઓ સવારે ચાલી રહ્યાં હતાં. સીબીઆઇએ તપાસ કરેલ આ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ વિનિત સરનની ખંડપીઠ દ્વારા તથ્યો, સાક્ષીઓના આધારે 12 દોષિતોને નિર્દોષ છોડવાનો નિર્ણય યોગ્ય હતો કે નહીં તેના પર સુનાવણી બાદ ચુકાદો આપવામાં આવ્યો છે. કે તમામ દિષિત છે.
સીબીઆઈનું કહેવું હતું કે, 2002ના ગુજરાત ખાતેના રમખાણોનો બદલો લેવા માટે હરેન પંડ્યાની હત્યા કરવામાં આવી હતી. 19 લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી અને તેમાના 12 શખ્સોને સીબીઆઈ કોર્ટ દ્વારા પાંચ વર્ષથી માંડીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ હાઈકોર્ટે 12 દોષિતોને ચોડી મૂક્યા હતા. 2003માં ગુજરાતના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન હરેન પંડયાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહમંત્રી હરેન પંડ્યાની 26 માર્ચ, 2003માં અમદાવાદના લૉ ગાર્ડન વિસ્તારમાં તે સમયે ગોળી મારીને હત્યા નિપજાવવામાં આવી હતી જ્યારે તેઓ સવારે ચાલી રહ્યાં હતાં.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્યા હત્યા કેસમાં 16 વર્ષે અચાનક વળાંક આવ્યો હતો. હરેન પંડ્યા હત્યા કેસ મામલે સુપ્રિમ કોર્ટમાં ફેર તપાસ કરવાની અરજી થઇ હતી. સુપ્રિમ કોર્ટે શુક્રવારે આ અરજી પર સુનવણી કરવાનું નક્કી કર્યું હતું.
બિન સરકારી સંગઠન સેંટર ફોર પબ્લિક ઈંટરેસ્ટ લિટિગેશંસ તરફથી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી આ પીટીશન દાખલ કરતાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે, આ કેસમાં નિચલી અદાલતના ચુકાદાના નિર્ણય બાદ વધુ 4 નવા તથ્યો સામે આવ્યા છે અને આ સ્થિતિમાં નવેસરથી તપાસના આદેશ આપવાની જરૂર છે. આ પીટીશનમાં આરોપીઓને નિર્દોષ છોડવાના હુકમને પણ પકડકારવામાં આવ્યો હતો.
અગાઉ જસ્ટિસ એ કે સીકરી અને જસ્ટિસ એસ અબ્દુલ નઝીરની બેચે કહ્યું હતું કે, આ મામલે સંબંધિત અપીલ પર એક અન્ય બેંચ પહેલા જ સુનાવણી કરી ચુકી છે. માટે એ બેંચ જ આ સુનાવણી હાથ ધરે તે જ વધારે યોગ્ય ગણાશે તેમ બેંચે કહ્યું હતું.
આ અગાઉ જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતા હેઠળની બેંચે ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સીબીઆઈની અપીલ પર સુનાવણી પૂર્ણ કરી લીધી હતી અને આ મામલે નિર્ણય પણ સંભળાવવાનું જાહેર કર્યું હતું.
કેન્દ્ર તરફથી સોલિસિટરન જનરલ તુષાર મેહતાએ આ મામ્લે અરજીના ઔચિત્ય પર જ પ્રશ્નો ઉભા કર્યા હતાં. તેમણે પ્રશાંત ભુષણની સંસ્થા પર પણ સવાલો ઉભા કર્યા હતા.