ઉચ્છલ તાલુકાના નારણપુર ગામના ઉકાઈ બંધ બન્યો ત્યારે જમીન ડૂબમાં જતી હતી ત્યારે સરકારે ખેડૂતોની જમીન લઈ લીધી હતી. સરકારે આ ગામના ખેડૂતોની જમીન લઈ તો લીધી છે. જેમાં સરકાની ભૂલ છે. બંધ ભરાય ગયા પછી પણ અહીં સુધી પાણી પહોંચતું નથી. 1968થી અહીં ખેડૂતો એકલાસી તરીકે ખેતી કરતાં રહ્યાં છે. તેથી 37 ખેડૂતો આ જમીન પરત માંગી રહ્યા છે. પણ સરકાર તેમને તેમની જમીન તેમના નામે કરી આપતી નથી. હવે આ જમીન સરકાર મોડેલ શાળા બનાવવા માટે આપી દેવા માંગે છે. તેથી ખએડૂતો તેનો વિરોધ કરી રહ્યા છે. જો અહીં બંધનું પાણી ભરાવાનું ન હતું તો અમારી જમીન શા માટે લઈ લીધી. લઈ લીધા પછી તેનો જે હેતુ માટે ઉપયોગ થતો ન હોવાથી તે પરત કરવી જોઈએ. છતાં પરત ન કરીને ત્યાં હવે સરકાર પોતાની નમુના રૂપ શાળા બનાવવા માંગે છે. સરકારની અણઆવડતનો આ નમૂનો છે. 280 પરિવારની માલિકીની 20 પૈકી 90 સરવે નંબર વાળ જમીન જતી રહેતાં નિરાધાર બની રહેશે. ખેડૂતોની જમીનના બદલે અહીં નજીક 15 એકર જમીન શાળા માટે આપી શકાય તેમ છે તે સરકારે આપવી જોઈએ. વન પ્રધાન ગણપત વસાવા સમક્ષ ઉકાઈ બંધના અસરગ્રસ્ત ખેડૂતો વિસ્થાપિત બની ગયા છે.
ઉકાઈ અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે વ્યારામાં રેલી
તાપીજિલ્લાના ઉકાઇ બંધના કારણે અસરગ્રસ્ત લોકો ઉચ્છલ ખાતે ભીલીસ્થાન ટાઇગર સેનાની આગેવાનીમાં ધરણા કર્યા હતા. વ્યારા ખાતે મોટી સંખ્યામાં 20 જુન 2017માં પણ રેલી યોજી હતી. 1967-68માં ઉકાઈ જળાશયમાં વિસ્થાપિત થયેલા લોકો ને 50 વર્ષથી લાભ કે સહાય મળી નથી. પુનઃ વસવાટ કરેલા અને અસરગ્રસ્ત લોકો ને ઘર, પાક રસ્તા, બાળકો માટે સારું શિક્ષણ, રોજગારી તાલીમ, જમીન ખરીદવા સરકારી લોન સહીત 13 જેટલી માંગણી કરી હતી.
6 ગામો પરેશાન
ઉકાઈ બંધ ડૂબાણ વિસ્તારના 6 ગામોની પ્રજાને છેલ્લા 50 વર્ષથી સ્થાનિક સ્વરાજની ગણાતી ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતાધિકાર મળ્યો ન હતો. 2015માં વસવાટ કરતાં ગામોમાં મતદાતા વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મતદાનનો અધિકાર મળ્યો છે, પરંતુ સ્થાનિક પંચાયતમાં મતદાન કરી શકતા નથી. ડેમમાં પાણી ભરવાની ક્ષમતા ધ્યાનમાં લઇ કિનારે આવેલા ગામોને ખાલી કરાવાયા હતા. તેમની જમીન લઈ લેવામાં આવી હતી. સરકાર દ્વારા જમીન ફાળવી આપવામાં આવી હતી. સંપાદન થયેલી કેટલીય જમીન આમ પડી રહી છે. અસરગ્રસ્ત ગામોની પ્રજા તેજ સમયથી ગામની થોડે દૂર ઉંચાણ વાળા ભાગમાં છાપરા પડી ગામમાં રહેવા જતા રહ્યાં હતા. ડુબાણમાં ગયેલા ગામોને વસતિ વિનાના દર્શાવી જેતે સમયે રેવન્યુ રેકર્ડ પરથી દૂર કરવામાં આવ્યા હતા.
તાપી કિનારે આવેલા જૂની સેલ્ટીપાડા, પાઘડધૂવા, સાતકાશી, જૂની કુઈલીવેલ, જુના આમલપાડા અને બુધવાડા ગામમાં વસવાટ કરતી અંદાજીત 5000 કરતા વધુની જનસંખ્યાને પ્રાથમિક સુવિધા મળતી નથી અને ગામના મતદારોને ગ્રામપંચાયતની ચૂંટણીમાં મતાધિકાર પ્રાપ્ત થયો નથી. જે બાબતે ગ્રામજનો કેટલાય વર્ષોથી લડત ચલાવી રહ્યા હતા. રાજકારણીઓ ઠાલા વચનો આપતાં રહ્યાં હતા. છેવાડાના આદિવાસી વિસ્તારના મહત્વના પ્રશ્નનું નિરાકરણ આણવામાં આવે તેવી માગ વિસ્થાપિત થયેલા ગ્રામજનો કરી છે.
2012માં 8માંથી બાવલી અને મુનક્યા ગામ અને ઉચ્છલ તાલુકાના બીજા કેટલાંક ગામોને મતદાનનો અધિકાર મળ્યો હતો.
ઉમરપાડાના આદિવાસીઓનો પ્રશ્ન: નર્મદાનું પાણી સૌરાષ્ટ્રમાં લઈ જવાતું હોય તો ડેમથી માત્ર 25 કિમી દૂર પાણી આપવામાં આવતું નથી.
ઉકાઇ બંધમાં જે ખેડૂતની 30 એકર જમીન ગઈ હતી તેમને 4 એકર જમીન મળી હતી. ડૂબમાં ગયેલા ઉમરપાડાનાં 17 ગામના તમામ ખેડૂતો આવી હાલત છે. ગામના લોકો હવે કહે છે કે, જેમને છીનવતા નથી આવડતું તેમને શીખવવા માટે નકસલવાદીઓ ટાંપીને જ બેઠા છે. ઉકાઈ ડેમના વસ્થિાપિતોને સખત અન્યાય થયો છે.
સરકારના અધિકારીઓ અને પ્રધાનો કહી રહ્યાં છે કે, અહીં 900 કુટુંબોને જમીન આપી છે. કોઇ અરજી પેન્ડિંગ નથી. જે બાકી છે એ ખોટા દાવા છે. ખરેખર તો કોઇને જમીન આપવાની બાકી જ નથી, એમ ડીએફઓએ મને જણાવ્યું છે.