આવતી કાલે ૧૫મી ઓગસ્ટ એટલે સ્વાતંત્ર્ય દિવસ છે. ત્યારે આપણા ભારત દેશ માટે આગવું યોગદાન આપનારને રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિના હાથે વિવિધ મેડલ આપીને સન્માનિત કરવામાં આવશે. આવતી કાલે યોજાનારા સન્માન કાર્યક્રમમાં સન્માનીત થનારા કર્મચારીઓની યાદી બહાર પાડવામાં આવી છે . જેમાં દેશના કુલ ૯૪૬ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. જેમાં ગુજરાતના ૧૩ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે.
તેમાં ગુજરાતના શ્રેષ્ઠ પોલીસ કામગીરી (President’s Police medal (PPM) for Distinguished service) માટે ૧ , પ્રશંસનીય કામગીરી ( Police medal (PM) for Meritorious Service)માટે ૧૨ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવશે. આ ઉપરાંત ૧ ફાયર જવાન અને હોમગાર્ડના ૪ જવાનોનું પણ સન્માન કરવામાં આવશે.
મળેલ માહિતી પ્રમાણે ગાંધીનગર પોલીસ ભવનમાં ફરજ બજાવતા સીઆઇડી ઇન્ટેલિજન્સ પોલીસ ઇન્સ્પેક્ટર શૈલેષ દેવીપ્રસાદ રાવલને શ્રેષ્ઠ પોલીસ કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરાશે.
પ્રસંશનિય કામગીરી કરવા બદલ ૧૨ પોલીસ કર્મચારીઓને રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમની યાદી નીચે પ્રમાણે છે.
- શબીર અલી સૈયદ કાઝી, ડિવાયએસપી, કચ્છ ગાંધીધામ
- રજનિકાન્ત લાખાભા સોલંકી, ડિવાયએસપી, પેટલાદ ડિવિઝન , આણંદ
- ભરતસિંહ જાડેજા, ડિવાયએસપી, આણંદ ડિવિઝન, આણંદ
- આકાશ મનહરભાઇ પટેલ, આસીસ્ટન્ટ પોલીસ કમિશ્નર, ટ્રાફિક બી ડિવિઝન, અમદાવાદ
- પીયુષ પ્રાગજીભાઇ પિરોજિયા, ડિવાયએસપી, વેસ્ટર્ન રેલવે અમદાવાદ
- પ્રતિપસિંહ અજીતસિંહ ઝાલા, ડીવાયએસપી,આર્મ્ડ,ડીવાયએસપી,પાલિતાણા, ભાવનગર
- મુકેશચંદ્ર મણીલાલ પટેલ, ડીવાયએસપી, ચેલા, જામનગર
- નેરશકુમાર રનાજી સુધાર, પીએસઆઈ પોલીસ ભવન, ગાંધીનગર
- લલિતકુમાર રતનાભાઇ મકવાણા, પીએસઆઈ એમ.ટી.ઓ,એમ.ટી બ્રાન્ચ, વલસાડ
- પ્રતાપજી સુખાજી ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ
- સત્યપાલસિંહ મોહબતસિંહ તોમર, હેડ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચ, સુરત શહેર
- ચેતનસિંહ નટવરસિંહ રાઠોડ, હેડ કોન્સ્ટેબલ, ક્રાઇમ બ્રાન્ચ, અમદાવાદ
શ્રેષ્ઠ ફાયર કામગીરી માટે (Fire Service Medal for Meritorious Service)
– પ્રતાપસિંહ સજ્જનસિંહ દેવડા
હોમ ગાર્ડ અને સિવિલ ડિફેન્સમાં પ્રસંશનિય સેવા આપવા બદલ
(Home Guard & Civil Defence Medal for Meritorious Service)
- સચિનકુમાર નારણભાઇ ભગત
- ઇન્દ્રસિંહ નવલસિંહ રાણા
- પ્રફૂલ્લભાઇ વિરજીભાઇ શિરોયા
- શારદા પરષોત્તમ ડાભી