ગુજરાતના 30 લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂ. 2000 જમા થયા

કેન્દ્ર સરકાર દ્વારા નાના અને સીમાંત ખેડૂતોને સશકત અને પગભર કરવાની સાથે પાક સંરક્ષણ, ખેતી ખર્ચની જરૂરીયાતો પરિપૂર્ણ કરવા માટે ‘પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN)’ યોજનામાં બે હેક્ટર સુધીના જમીનધારક કુટુંબોને વર્ષે દહાડે રૂા.6 હજારની રકમ તેમના ખાતામાં જમા કરવામાં આવી રહી છે.  જેના પ્રથમ હપ્તાની રૂ.2 હજારની રકમ જમા થઇ રહી છે. 34 લાખથી વધુની ઓનલાઈન અરજીઓ મેળવીને ચકાસણી કરીને 30 લાખ લાભાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં પ્રથમ હપ્તા તરીકે રૂ.2000 લેખે રૂા.600 કરોડની રકમ જમા થઈ છે.

દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં પ્રથમ હપ્તારૂપે રૂા.25 હજાર કરોડની રકમ જમા થઈ રહી છે.