ગુજરાતની કહેવાતી રાષ્ટ્રવાદી ભાજપ સરકારનો લશ્કરના જવાનોને કેવા અન્યાય કરે છે ?

ગુજરાત વિધાનસમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કાશ્મિરમાં મૃત્યુ પામેલા બીએસએફ જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે, આતંકવાદીઓના આવા હુમલાથી આ દેશની જનતા, સેના કે સરકારો જરાપણ હિંમત હારવાની નથી. શહીદો પર દેશને ગર્વ થાય છે. જનતાએ આ શહીદો પ્રત્યે વ્યાપક લાગણીઓ દર્શાવી છે અને તેમના કુટુંબીજનો માટે દરેક પ્રકારની સહાય દેશના દરેક ખુણામાંથી અવિરત આવી રહી છે. શહીદોની સહાદત એળે નહીં જાય. દેશનો દરેક નાગરિક આજ સૈન્યની સાથે છે.  દેશના જવાનોની હિંમત વધારી રહ્યા છે ત્યારે દેશના નાગરિકોએ સેના પર, સરકાર પર ભરોસો રાખવાનો છે.

પણ ગુજરાતમા રહેતાં પૂર્વ સૈનિકોને વિજય રૂપાણીની સરકાર જે રીતે અન્યાય કરી રહી છે તેથી તેમના પર સહેજે ભરોષો નથી. નિવૃત સૈનિકોને ગુજરાતમાં નોકરીએ રાખવામાં અન્યાય થઈ રહ્યો છે. સૈનિક ક્વોટા હેઠળ નોકરીમાં રાખાતા એક્સ આર્મીમેનને ભારત સરકાર અને અન્ય રાજ્યો કરતા અન્યાય કરીને ગુજરાત સરકાર એક્સ આર્મીમેનનું પણ ફિક્સવેતનથી શોષણ કરી રહી છે.

સચિવાલય અને રાજ્યયની કચેરીમાં 1070થી વધુ નિવૃત્ત લશ્કરી જવાનોના ક્વોટામાં પૂર્વ સૈનિકો સરકારી નોકરીમાં છે. ગુજરાત સરકાર આ ક્વોટાના કર્મચારીઓને પણ ફિક્સવેતન હેઠળ જ નિમણૂંક કરે છે.  15 વર્ષ સુધી આર્મી, બીએસએફ જેવા દળોમાં કામ કરીને વય નિવૃત સૈનિકનું ભાજપની વિજય રૂપાણીની સરકાર અન્યાય કરી રહી છે. ખરેખર તો તેમને પુરો પરાગ આપવો જોઈએ.

ફિક્સવેતનની શોષણભરી નીતિ સામે અવાજ ઉઠાવીને ગુજરાતની ભાજપ સરકાર વિરોધી દેખાવો કર્યા હતા. ભારત સરકાર અને બીજા રાજ્યોમાં અમારા ક્વોટામાં નેશનલ ઈન્ક્રીમેન્ટ ગણાય છે. ગુજરાતમાં પુરો પગાર પણ અપાતો નથી, ઉલ્ટાનું શોષણ થઈ રહ્યુ છે.

ગુજરાતમાં મુખ્ય પ્રધાન પદે નરેન્દ્ર મોદી હતા ત્યારથી નિવૃત્ત જવાનોને જમીન આપવાનો નિયમ હોવા છતાં તેમણે જમીન આપવાનું બંધ કરી દીધું હતું. ગુજરાતની રાષ્ટ્રવાદી ભાજપ સરકારે 10 વર્ષથી સાંથણીથી પૂર્વ લશ્કરી જવાનોને  જીવનનિર્વાહ માટે જમીન ફાળવણીની પ્રક્રિયા બંધ કરી છે.  વયનિવૃત થયેલા સૈનિક જ્યારે પોતાના વતનમાં ખેતી માટે જમીનની માંગણી કરે છે ત્યારે જમીન કચેરી જમીન આપે છે પણ હવે આવી અરજી કાઢી નાંખવામાં આવે છે અને જમીન આપવાની ના પાડવામાં આવે છે. હાલ આવા અનેક જવાનો જમીનની માંગણી સરકાર સમક્ષ કરી ચૂક્યા છે.

દારુની પરમિટમાં પણ અન્યાય

ગુજરાતમાં 20,202 એક્સ આર્મીમેન છે. જેમને નિયમો મૂજબ દારૂ પિવા માટે ગુજરાત સરકાર પરમિટ આપે છે. જે એકાએક બંધ કરી દેવામાં આવી હતી. જેનો વિરોધ કરીને નિવૃત્ત આર્મી જવાનો દ્વારા દારુની પરમીટ મુદ્દે સરકાર વિરુદ્ધ રણશિંગું ફૂંક્યું હતું, જેના ફળસ્વરૂપે ગુજરાત સરકારે તેમની પરમીટ યથાવત રાખવાનો નિર્ણય કરવો પડ્યો હતો. નિવૃત્ત આર્મી મેનને લીકરની પરમિટ આપવાનું શરુ કરવામાં આવી રહ્યું છે. એક્સ આર્મીમેનને લિકર પરમીટ પર મળી રહેશે. એક્સ આર્મીમેન માટે લિકર પરમીટ માટે જે પ્રક્રિયા હતી તે યથાવત રાખવાની જાહેરાત ગૃહ રાજ્ય પ્રધાને 21 જૂન 2018માં કરવી પડી હતી.

કારગીલ યુદ્ધનાં સૈનિકને ખાવા પડે છે ધક્કા

કારગિલ યુદ્ધમાં 11 મહિના સુધી જમ્મુ-કાશ્મીરની પુંચ સરહદ જીવના જોખમે દેશની રક્ષા કરવામાં ગુજરાતના લાલજીભાઈ રોહિત હતા. લાલજીભાઈને ગુજરાત સરકાર 26 વર્ષથી જમીનના ટુકડા માટે ધક્કા ખવડાવી રહી હતી.  ગ્રેનેડીયર્સ 28માં સૈનિક તરીકે જોડાયેલા હતા. સરકારી નિયમો મૂજબ તેમને જમીન આપવી પડે. પણ નરેન્દ્ર મોદીથી લઈને આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની કહેવાતી ઢોંગી રાષ્ટ્રવાદી સરકાર જમીનનો ટુકડો આપવા માટે ધક્કા ખવડાવી રહી છે. નડિયાદના મહોળેલ ગામના દલિત લાલજીભાઈ 1980માં 19 વર્ષની ઉંમરે આર્મીમાં જોડાયા હતા  અને તેમણે ભારતની જમીન પાકિસ્તાનમાં જતી બચાવી હતી. 2008માં સુબેદાર-મેજરની પોસ્ટ પરથી નિવૃત થયા. તેઓએ 28 વર્ષની નોકરી દરમિયાન દેશની કાશ્મીર, હિમાચલ પ્રદેશ, આસામ, નોર્થ ઇસ્ટ જેવી મહત્વની બોર્ડરો પર ફરજ બજાવી હતી. ઓપરેશન બ્લુ સ્ટારમાં પણ તેઓ હતા.

1993માં જમીન માટે અરજી કરી હતી. જેનો જવાબ ચીમનભાઈ પટેલની સરકારે ન આપતાં 1997માં ભાજપની કેશુભાઈ પટેલની સરકાર આવતાં ફરી અરજી કરી હતી. સૈનિક તરીકેની નોકરી પૂરી કરી હોવાથી કાયદેસર જમીનના હકદાર હતા. 2013માં ખેડા જિલ્લાના કલેકટર એમ.વી.પારગીને તેઓ મળ્યા હતા અને કલેકટર તેમને આશ્વાસન આપી રાહ જોવા કહ્યું હતું. સોડપુર ગામમાં જમીન એલોટ કરેલી હોવા છતાં તેઓને સરકાર જમીન આપતી ન હતી.

શહીદ જવાનની વિધવા પત્નીને સરકારનો અન્યાય

કાશ્મીરમાં અમદાવાદના જવાન દિનેશ બોરસેને મોટી સંખ્યામાં લોકો તેને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમની પત્ની જ્યોતીએ સરકાર દ્વારા શહીદ જવાનોના પરિવારને વળતર સામે અસંતોષ કરીને રાજ્ય સરકાર પાસે યોગ્ય વળતરની માગણી 30 ઓગષ્ટ 2017માં કરવી પડી હતી. દિનેશ સાથે શહીદ થનાર હરિયાણાના જવાનની પત્નીને રૂ.50 લાખનું વળતર આપી દેવાયું હતું પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ભાજપ સરકારે 4 લાખ રૂપિયાનું જ વળતર અપાયું હતું. ગુજરાત સરકાર પાસે તેમણે સમ્માનની માંગણી કરી હતી. તેમના બે સંતાનો છે.  તેમના શિક્ષણની જવાબદારી સરકારે લેવી જોઈએ એવી માંગણી પણ તેમણે કરી હતી. દિનેશ બોરસેના મિત્રોએ પણ આ મુદ્દે વિરોધનો સૂર વ્યક્ત કર્યો હતો.

વિધવાઓને પેન્શનમાં કોઈ વધારો નહીં

સૈનિક સ્વરાજ ફાઉનડેશનના જગતસિંહ જાડેજા તથા રીટાયર્ડ ઓફિસર મનન ભટ્ટ દ્વારા રાજકોટ બાલભવનનાં મુખ્ય ગેઇટ રેસકોર્સ રીંગ રોડ રાજકોટ ખાતે મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી કે વીર નારી (સદગત જવાનોની વિધવા પત્ની)ઓને ફેમીલી પેન્શનમાં ભારે અન્યાય થતો આવ્યો છે. પેન્શનની રકમમાં 20 વર્ષથી કોઈ જ વધારો કર્યો નથી. મોંઘવારી ભથ્થું બાદ કરતા વીર નારીનું માસિક ફેમીલી પેન્શન માત્ર રૂપિયા 3500 છે. દેશની રક્ષા કાજે પોતાનો સુહાગ ગુમાવ્યો છે, તેમને સન્માન પૂર્વક જીવન જીવવાનો અધિકાર છે. માટે તેમના પેન્શનમાં યોગ્ય સુધાર કરવા માટે ત્વરિત પગલા લેવામાં આવે. પણ જોઈએ એવું કંઈ જ મોદીએ કર્યું નથી.

1971ના યુદ્ધના ગુજરાતના સૈનિક હજુ પાક જેલમાં

1971ના યુદ્ધ પછી 48 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય 54 કેદીઓ હતા. જેમાં ગુજરાતના એક કલ્યાણસિંહ રાઠોડ પણ કેદ છે. તેઓ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ચાંદરાણી ગામના રહેવાસી છે. ગામ અને તેનું કુટુંબ આજે પણ તેમના આવવાની રાહ જોઈ રહ્યા છે. દર 26મી જાન્યુઆરીએ તેમને આખું ગામ યાદ કરે છે. પણ ગુજરાત સરકાર અને ભાજપ સરકાર ગુજરાતના યુદ્ધ વીરને ભૂલી ગઈ છે. આ ગામની નજીક જ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ 26 જાન્યુઆરી 2019માં ધ્વજવંદન કરીને ત્રીરંગાને સલામી આપી હતી. પણ તેઓ ગુજરાતના કેપ્ટનને પાકિસ્તાન જેલમાંથી છોડાવવા માટે એક શબ્દ બોલ્યા ન હતા. વતન માટે જીવની પરવા ન કરનારા ગુજરાતના સપૂત સૈનિકને ગુજરાત સરકાર હવે ભૂલી ચૂકી છે. તેમને છોડાવવા માટે ગુજરાત સરકારે ગંભીરતાથી પ્રયાસ કર્યો નથી. જે ભારતની અખંડીતતા માટે લડીને યુદ્ધ કેદીનું જીવન આજે પણ પાકિસ્તાનની જેલમાં જીવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન સાથેના 1971માં પાક યુદ્ધ બાદ યુદ્ધકેદી તરીકે પકડાઈ ગયેલા કલ્યાણસિંહને ગુજરાતમાં રાષ્ટ્રવાદી કહેવાતી ભાજપ સરકાર 28 વર્ષથી સત્તા પર છે પણ તેમને છોડાવવા માટે નરેન્દ્ર મોદીએ પણ કોઈ પ્રયાસ કર્યા નથી.

અમદાવાદનો યુવાન જેલમાં
25 વર્ષોથી પાકિસ્તાનની જેલમાં જાસૂસીના આરોપમાં બંધ અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારના કુલદીપ તિવારીની બહેનને રેખા તિવારીએ વળતરની માગ અદાલતમાં કરી હતી. આદાલતે તેને નોકરી આપવાનો આદેશ 2018માં ગુજરાત સરકારને કર્યો હતો. ‘સરબજીત’ જેવી જ અમદાવાદના ભાઇ-બહેનની રિયલ લાઇફ સ્ટોરી છે. કુલદીપ પર જાસૂસીના આક્ષેપો ખોટાં છે. ત્યારે તેને છોડાવવા સરકારના દરેક વિભાગ, ઓફિસો, મંત્રાલયો અને નેતાઓને પણ રજૂઆત કરી  હતી. કુલદિપની રાહ જોઈને તેમના માતા-પિતા પણ મૃત્યુ પામ્યા હતા. વર્ષોથી કુલદીપને પાછા લાવવા માટેની રાહ જોવામાં આવી રહી છે. સરકાર તેને પરત લાવી શકી નથી. કુલદીપની માતા માયાદેવીએ પણ હાઇકોર્ટમાં અરજી કરીને પુત્રને છોડાવવાની દાદ માગી હતી. 2014માં વડી અદાલતે વિદેશ મંત્રાલયને કુલદીપને મુક્ત કરાવીને પાકિસ્તાનથી પરત લાવવાનો આદેશ પણ કર્યો હતો. 1997માં ભાજપની સરકાર હતી ત્યારે કુલદીપને પાકિસ્તાને પકડી લીધો હતો. ત્યારબાદ તેને છોડાવવા અનેક પ્રયત્નો એના માતા-પિતાએ કર્યા હતા. હવે તેઓ મૃત્યુ પામ્યા છે. ત્યારે તેની બહેન લડત ચલાવી રહી છે. ભાઇની રાહ જોતી બહેને લગ્ન પણ કર્યા નથી. પાકિસ્તાને 12 ડિસેમ્બર 1996માં કુલદીપને 25  વર્ષની કેદ ફરમાવી હતી. આ સજા 2012માં પૂર્ણ થાય છે.