રાજ્યમાં દિવસે ને દિવસે નશાખોરી વધતી જાય છે. નસીલા પદાર્થોનું સેવન ગુજરાતમાં હવે સામાન્ય બની રહ્યું છે, અને આ નસીલા પદાર્થોનું રાજ્ય બહારથી રાજ્ય માં ઘુસાડવાનું મસમોટું રેકેટ ચાલી રહ્યું છે. ગુજરાતમાં જેનું વાવેતર પ્રતિબંધીત છે અને જો વાવે તો તે ગંભીર પ્રકારનો ગુનો બને છે. નાર્કોટીક્સનો ગુનો બનતો હોવાથી તેમાં 10 વર્ષ કે તેથી વધુની જેલ થઈ શકે છે. ડ્રગ્સની લત ગુજરાતના યુવાનોને ભરખી રહી છે. 2017માં જ ગુજરાતમાં 2300 કિલો ગાંજો પકડાયો હતો જ્યારે પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. દારૂની રેલમછેલ બાદ ગાંજાના પગરવ થયા છે. નિવૃત્ત પોલીસ અધિકારીના મતે ગુજરાતમાં 20 લાખ કિલોથી પણ વધું ગાંજો બહારના રાજ્યોમાંથી આવે છે. 5000 થી 6000 હજારના એક કિલોના ભાવે ગુજરાતમાં ગાંજાના પત્તા વેચાઈ રહ્યાં છે. જે હવે ખાસ પ્રકારના કાગળમાં સિગાટેર બનાવીને ફિલ્ટર સાથે પિવામાં આવી રહ્યાં છે. જે ગરીબથી લઈને શ્રીમંતો પણ પી રહ્યાં છે. ગાંજાનો આનંદ માટે અને બુદ્ધિનો વધું ઉપયોગ કરતાં લોકો પોતાની બુદ્ધિને તેજ રાખવા માટે ગાંજો પી રહ્યાં છે. વડોદરા, સુરત, ભરૂચ અને અમદાવાના રેલ્વેસ્ટેશનો ગાંજો મંગાવવા અને વિતરણ કરવાના મુખ્ય કેન્દ્રો છે. ગાંજો મુખ્યત્વે ઓરિસાથી આવી રહ્યો છે. એની કિંમત બહુ ઓછી છે તેથી વિદ્યાર્થીઓ અને મજૂર વર્ગ તેનો વધું ઉપયોગ કરી રહ્યાં છે.
ઉડતા ગુજરાત, એક વર્ષમાં 2300 કિલો ગાંજો પકડાયો
3 મે 2018ના રોજ સત્તાવાર રીતે જાહેર કરાયું હતું કે 2017માં પંજાબ કરતા વધુ ગાંજો અને હેરોઇન ગુજરાતમાંથી પકડાયો હતો. ડ્રગ્સના ઓવરડોઝને કારણે થતા મોતમાં ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. ઉત્તર ભારતમાંથી મધ્ય ભારત-મુંબઈ તરફ થતી ડ્રગ્સની હેરાફેરીમાં વડોદરા અને સુરત રેલવે સ્ટેશન મુખ્ય વિતરણ કેન્દ્રો બની ગયા છે. પંજાબમાં 18, મહારાષ્ટ્રમાં 14 લોકોના મોત થયા હતા. જ્યારે ગુજરાતમાં 12ના મોત થયા હતા. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષમાં 2017ના વર્ષમાં સૌથી વધારે માદકદ્રવ્યો ઝડપાયા છે. તેનાથી વધારે 2018માં પકડાયા હોવાનો અંદાજ છે. 2017માં દેશભરમાં કુલ 2,146.47 કિલો હેરોઇન ઝડપાયું હતું, જેમાંથી 1,017.23 કિલો માત્ર ગુજરાતમાંથી પકડાયું હતું જેની સરખામણીએ પંજાબમાં 406 કિલો હેરોઇન પકડાયું હતું. 2017માં ગુજરાતમાં 2300 કિલો ગાંજો પકડાયો હતો જ્યારે પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. વડોદરા શહેરમાં 18 ગુનામાં 15 આરોપી પકડાયા હતા. ગુજરાતમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલી છે. વડોદરા અને સુરત ટ્રેન લાંબો સમય રોકાય છે તેથી ત્યાં ગાંજાની હેરાફેરી સરળ બને છે. વડોદરામાં 10 ગેંગ, સુરતમાં 22 ગેંગ અને અમદાવાદમાં 32 ગેંગ હોવાનું આધારભૂત લોકો કહી રહ્યાં છે. આ ગેંગ પાસેથી અંદાજે 250 જેટલા શહેરના નશેડીઓ ગાંજો અને ઇન્જેકશન ખરીદી રહ્યા છે.
દેવીપુજક મહિલાઓ પાસેથી 15 કિલો ગાંજો મળ્યો
25 ઓગસ્ટ 2018ના રોજ સુરતથી ગાંધીધામ જતી બસમાં 15 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે મનિષ નામની વ્યક્તિ પાસેથી લઈને કચ્છ ગાંધીધામ જતી બસમાં વડોદરાના ખોડીયારનગર ઝુપડપટૃી ગોપાલપુરીની દેવીપૂજક બે મહિલાઓ કાંતાબેન વિજયભાઇ દેવીપુજક તથા તેના ભાભી મનુબેન સુરેશભાઇ દેવીપુજકને વડોદરા પોલીસે ઝડપી પાડી હતી. માલ ગાંધીધામ લઈ જવામાં આવી રહ્યો હતો.
ખેતરમાંથી 474 કિલો લીલો ગંજો મળ્યો
9 નવેમ્બર 2016ના દિવસે ગોધરાની માવાનીમુવાડી ગામના ખેતરોમાંથી 47 લાખની કિંમતનો 474 કિલો ગાંજો પકડાયો હતો. પંચમહાલ અને મહીસાગર પોલીસ સ્ટાફે લાલસર નજીકના ગામના માવાનીમુવાડી ગામે ખેતરમાં ઉગાડવામાં આવેલા 474 કિલોના ગાંજાના છોડથી લહેરાતા પાક સાથે બે વ્યક્તિઓ રૂપાભાઇ ધીરાભાઇ પગી તથા ખાતુભાઇ માનાભાઇ પગીની ધરપકડ કરી હતી. એન.ડી.પી.એસ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
કિમ પાસે 700 કિલો ગાંજો પકડાયો
28 મે 2018ના રોજ ઓરિસ્સાના બેહરામપુરથી સુરતના કિમ ચારરસ્તા નજીક આવેલી હોટેર પર પાર્ક કરેલી એક ટ્રકમાંથી કોસંબા પોલીસે 700 કિલો ગાંજો રૂ.38 લાખની કિંમતનો પકડી પાડ્યો હતો.
સુરત રેલવે સ્ટેશનના પરથી પકડાયો ગાંજો
2 એપ્રિલ 2017ના દિવસે સુરત- રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ 1 પરથી પુરીથી અમદાવાદ જતી એક્સપ્રેસ ટ્રેનમાંથી બીનવારસી રૂ.4.34 લાખનો 72 કિલો ગાંજો મળી આવ્યો હતો. રેલવેમાં પાર્સલ ઓફિસ નજીકથી ગાંજાની હેરાફેરીનું નેટવર્ક મહિધરપુરા પોલીસે ઝડપી પાડયું હતુ.
સુરત સ્ટેશને 167 કિલો
26 મે 2016માં સુરત રેલવે સ્ટેશન પર આવેલ ઝારખંડ પુરી અમદાવાદ જતી ટ્રેનનાં જરનલ ડબ્બામાંથી 10 કોથળા ભરીને 167 કિલો ગાંજો મમરાની કોથળીઓમાં પેક કરીને લઇ જવાતો હતો.
સુરતમાં ઓરિસ્સાનું નેટવર્ક
12 એપ્રિલ 2017 ઓરિસ્સા-ગંજામથી ટ્રેનમાં ગાંજો ગુજરાત લાવવા માટે નેટનર્ક ઊભું થયું છે. ઓરિસ્સાના શિવરામ અને સુરતમાં ગાંજાનો વેપલો કરનારા દિપક શેટ્ટીને ભાગેડુ જાહેર કરવા પડ્યા હતા. મહિધરપુરા પોલીસ દ્વારા પાર્સલ ઓફિસ પાસેથી 3 થેલા ભરીને 41 કિલો ગાંજો પકડી પાડ્યો હતો. ગાંજાની હેરાફેરી કરતા તુનાભોલા લડુભોલા ખંડાયત, દિપક ફકીર નાયક, સુમિત્રા વિદ્યાધર મંડલ (તમામ રહે-ગંજામ, ઓરિસ્સા) અને સારથી નિરંજન શાહુ (રહે- એસએેમસી આવાસ, પાંડેસરા- મુળ ગંજામ, ઓરિસ્સા)ની ધરપકડ કરી હતી. તેઓ ઓરિસ્સા ગંજામના શિવરામ ઉર્ફે શિબા માધવ નાહક બહેરામપુરથી લાવી સુરત આવી દિપક શેટ્ટી (રહે- ગણેશનગર, વડોદ, પાંડેસરા)ને આપી દેતા હતા. શેટ્ટી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આ ગાંજો પહોંચાડી દેતો હતો.
સુરતના અશ્વનીકુમાર રોડ પરથી 266 કિલો ગાંજો
વરાછા પોલીસે અશ્વિનીરોડ પરની અશોકનગરમાંથી બિનવારસી રૂ.16 લાખનો 124 પેકેટમાં ભરેલો 266 કિલો ગાંજો, ડાળખી, પાંદડા પકડાયા હતા.
સુરતમાં ટ્રેન ઉથલાવવા ગંજેરીઓનું કાવતરું
30 ડિસેમ્બર 2017માં સુરતમાં અમદાવાદ-જગન્નાથપુરી ટ્રેનમાં મોટાપાયે ગાંજાની હેરાફેરી થાય છે. આ ટ્રેનમાંથી બીજી વખથ 74 કિલો બિનવારસી ગાંજો પકડી લીધા બાદ ડ્રગ માફિયાઓએ ટ્રેન ઉથલાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. ડ્રાઇવરની સમયસુચકતાથી મોટો અકસ્માત થતા રહી ગયો હતો. રેલવે ટ્રેક ઉ૫ર લોખંડના બાંકડા મુકી દીધા હતાં. સુરતમાં આવેલી જગન્નાથપુરી – અમદાવાદ રૂટની ટ્રેનના ડબ્બાના ટોઇલેટમાંથી રૂ.4 લાખનો 74 કિલો ગાંજો મળી આવ્યો હતો. ઝું૫ડ૫ટ્ટીમાં ગાંજાની હેરાફેરી માટેનો મોટો અડ્ડો હોવાની શક્યતા પણ પોલીસે દર્શાવી છે.
સુરતમાં સંયુક્ત રેલ ઓપરેશન
22 જાન્યુઆરી 2017માં સુરતના કાકીનાડા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન માંથી કુલ 5 લાખનો 84 કિલ્લો ગાંજો પકડી પાડ્યો હતો. સુરત રેલવે પોલીસ અને વરાછા પોલીસે રૂ.9 લાખનો 158 કિલ્લો ગાંજો પકડાયો હતો.
જયપુરથી સુરત જતી સ્લીપર કોચમાં 5.7 કીલો ગાંજો ઝડપાયો
19 જુલાઈ 2018માં જયપુરથી સુરત જતી સ્લીપર કોચ મહેસાણાના ચંન્દ્રાલા પાસે પોલીસે રોકી ચિલોડા પોલીસ સ્ટેશન જઈને તપાસ કરતાં થેલામાં 5.722 કિલો ગાંજો પકડાયો હતો. બસમાંથી એક પણ વ્યક્તિએ થેલાની માલિકી બતાવી ન હતી.
વાપીના છીરી ગામે 18 કિલો ગાંજો વેચતી મહિલા
વલસાડના વાપીના છીરી ગામના રામનગરમાંથી 1.84 લાખની કિંમતનો 18 કિલો 400 ગ્રામ ગાંજો વેચતી નાસિકની વિમલબેન સુભાષભાઈ મોહિતે(ઉ.વ.૩૨, રહે, માતુરી થાના, નાસિક) મહિલાને ઝડપી પાડી હતી.
100 કિલો ગાંજો પકડાયો
5 એપ્રિલ 2016માં અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે સુપર આર્કેડમાંથી રૂ.6.25 લાખની કિંમતના 100 કિલો ગાંજા સાથે નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરના ઓરપા ગામના 3 સગા ભાઈ એવા યુવકો યોગેશ, નરેશ, ગણેશ તડવીને પકડી લેવામા આવ્યા હતા. ગાંજો ઓરિસ્સાના ભાસ્કર અને રાહુલ નામના વ્યક્તિએ મોકલાવ્યો હતો. જે અમદાવાદ, ભરૃચ, વડોદરા, નર્મદા જિલ્લામાં આપવાનો હતો.
ભરૂચમાં 600 કિલો
16 જુન 2018ના દિવસે ભરૂચના અકંલેશ્વરની નર્મદા ચોકડી પાસેથી રૂ.2 કરોડના 591 કિલો ગાંજા સાથે ઉત્તર પ્રદેશના પ્રમોદ અને શીશુપાલ નામના બે ડ્રાઈવર, સુરતનો કમલ લોચન કે જે ગાંજો લેવા માટે આવ્યો હતો તેમ પાંચ લોકોની ધરપકડ કરી હતી. અમદાવાદની મહિલા ભાગી છુટી હતી. ઓરિસાથી ગાંજો ટ્રકમાં ગુજરાત લવાયો હતો. ઓડિશાથી ગુજરાતમાં લાવી નશાનો કારોબાર કરવામાં આવી રહ્યો હતો.
માંગરોળ સુરત
28 મે 2018ના રોજ સુરતના માંગરોળ તાલુકાના સિયાયજ ગામની સીમમાં આવેલી હોટેલના કંમાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાં બનાવેલા ચોરખાનામાંથી 300 કિલો ગાંજો પડાયો હતો.
ગાંધીનગર શેરથા 28 કિલો ગાંજો મળ્યો
10 ઓગસ્ટ 2018માં ગાંધીનગર પોલીસની ટીમે શેરથા ટોલટેક્સ પર કારમાંથી 28 કિલો ગાંજા સાથે 4 લોકોને ઝડપ્યા હતા. વાહીદ મહંમદ શેખ (રહે.મહેસાણા), મહંમદ આરીફ મહંમદ હારૃન (નુરનગરની ચાલી, રખિયાલ અમદાવાદ), ઈમરાન ફદીસ પઠાણ (રહે.વટવા, અમદાવાદ) અને મહંમદ પરવેઝ અનવર શેખ (રહે.ગરીબનગર, ઈન્દિરાનગર રખિયાલ)ને ઝડપી લીધા હતા.
સંતરામપુરમાં આખું ખેતર મળ્યું
10 નવેમ્બર 2017માં સંતરામપુરના પડવા ગામે ગાંજાની કરોડો રૂપિયાની ખેતી થતી પકડાઈ હતી કુલ રૂ1.7 કરોડનાં ગાંજાના પાકનું ખેતર કે જે કપાસના છોડોની વચ્ચે ગાંજાના 1177 કિલોગ્રામ ફૂલ સાથે 550 છોડ પોલીસે ઝડપી પાડ્યા છે. આ સાથે જ લોકલ ક્રાઈમ બ્રાન્ચે 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જે ખેતરમાં રહેતા ગલાભાઇ માવાભાઇ સંગાડા, ભલાભાઇ માવાભાઇ સંગાડા, મંજુલાબેન લક્ષ્મણભાઇ સંગાડા, કાળુભાઇ ભાથીભાઇ બારીઆ, અખમભાઇ મોતીભાઇ પાદરીઆ,પર્વતભાઇ વિરાભાઇ પાદરીયાના ખેતરમાં હતા.
પુજારી આપે છે, પ્રસાદ ના બદલે ગાંજો
8 જુલાઈ 2018ના દિવસે અમદાવાદના પૂર્વ વિસ્તાર મેઘાણીનગરમાં લક્ષ્મણગીરી ગોસ્વામી નામનાં પૂજારી ગાંજો વહેંચતો હતો ત્યારે NCB એ 140 ગ્રામ સાથે પકડી લીધો હતો. પૂજારી પાસેથી યુવા વર્ગ અને વિદ્યાર્થીઓ પણ ગાંજો લઈ જતાં હતા.
અમદાવાદના ગોતાના સાધુ પિતા-પુત્ર ઝડપાયા
16 ઓગસ્ટ 2018 અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા બોલબાલા હનુમાન આશ્રમમાંથી સોલા પોલીસે બે કિલો ગાંજા સાથે બે સાધુ સહિત ત્રણ શખ્સ, મહેન્દ્રભાઇ નરસીભાઇ સાધુ, દશરથ મહેન્દ્રભાઇ સાધુ બંને (રહે. બોલબાલા હનુમાન આશ્રમ, ગોતા) અને સંજય ત્રિવેદી (રહે. પંડ્યા પોળ, મહેમદાવાદ)ને ઝડપી લીધા હતા. સંજય ત્રિવેદી ગાંજો પહોંચાડતો હતો.
ગાંધીનગરના ખોરજમાં 17 કિલો
6 જુનાઈ 2018માં ગાંધીનગરનાં ખોરજમાં બિહારી શખ્સને પિસ્તોલ તથા જીવતા કારતુસ સાથે પકડ્યા બાદ પુછપરછ કરતા ગાંધીનગરનાં ખોરજ ગામે ભાડાનાં મકાનમાંથી રૂ.1.69 લાખની કિંમતનો 16.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
અમદાવાદ 4 કિલો પકડાયો
1 ઓગસ્ટ 2018માં અમદાવાદ સેટેલાઈટ વિસ્તારના રામદેવનગર પાસે 4 કિલો ગાંજા સાથે ગોપાલ પરમારને ઝડપી લેવામાં આવ્યો હતો.
અમદાવાદમાં રૂ.55 લાખના ગાંજો
23 જુલાઈ 2015માં મહારાષ્ટ્રથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રૂ.20 લાખના ગાંજા અને વિદેશી દારૂના જથ્થાને પોલીસે રાજ્યની જુદી જુદી ચેકપોસ્ટ પર વોચ ગોઠવી ઝડપી લઇ સઘન તપાસ શરૂ કરી છે. એંધલ ગામ પાસે જગદીશસિંહ લાભસિંહ નામના શખ્સની અટકાયત કરી હતી.
મોરબી
ઓગસ્ટ 2018માં મોરબીમાં રીક્ષામાંથી રૂ.57 હજારનો 9.50 કિલો ગાંજો પકડાયો હતો. રીક્ષા ચાલક હાજીગની ભટ્ટી અને હિતેષ મારવાડીને પકડી લીધો હતો.
સુરેન્દ્રનગર ભાજપના નેતાનું 2,500 કિલો ગાંજો
26 ફેબ્રુઆરી 2018માં ડ્રગ્સના વેપાર અને ઉત્પાદન સાથે પણ ગુજરાત ભાજપના કેટલાંક નેતાઓ અને કાર્યકરો જોડાઈ ગયા છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશ ઝેઝરીયાના 40 વર્ષના મોટા ભાઈ ભરત ગોરધન ઝેઝરીયા અફાણની લત લાગી જતાં 4-6 વીઘા જમીન ભાડે રાખીને ખેતી શરૂ કરી દીધી હતી. નર્મદાનું પાણી અફીણ, ગાજો, પોષડોડા, બ્રાઉનસુગર જેવા નશાકારક- કેફી પીણાના છોડ ઉગાડવા માટે પણ કરવામાં આવશે. સુરેન્દ્રનગર એક એવો વિસ્તાર છે કે ત્યાં ગુજરાતનું સૌથી વધું નશો કરતું ક્ષેત્ર છે. દરબાર દ્વારા કસુંબો લેવાની પ્રથા છે. અહીં અફીણ પીવાના લાયસંસ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે. ઉડતાં સુરેન્દ્રનગર તરીકે પણ જાણીતું છે. શાકભાજીના વાવેતર સાથે ગાંજો ઉગાડેલો હતો. ભાજપના કુળના આ નેતાએ ખેતરમાં નશીલું અફીણ ઉગાડેલું હોવા અંગે એક વિડિયો ત્રણ મહિનાથી બહાર આવ્યો હોવા છતાં મોડાં પગલાં ભરાયા હતા. 2367.5 કિલો અફીણના લીલા છોડ વાઢીને પોલીસે એકઠા કર્યા છે.
ઓખા ટ્રેમાંથી ગાંજો મળ્યો
જામનગરના ઓખા રેલ્વે સ્ટેશનપર ઉભેલી ટ્રેન ઓખા-હાવરાના જનરલ ડબામાંથી ઓખા હાવરા ટ્રેન માંથી બિનવાસરી 8 કિલો ગાંજો મળી આવેલો હતો.
રાજકોટથી 1.20 કિલો ગાંજો
20 ઓગસ્ટ 2018માં રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતી અમીના પાસેથી મળ્યો 1.23 કિલો ગાંજો, સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં મોરબીમાં 9.5 કિલો , ઉનામાં 5 કિલો અને રાજકોટમા 1.23 કિલો ગાંજો ઝડપાયો હતો.
શું છે ગાંજો
તેનું બીજું નામ સરદાઈ છે. ગાંજો એ એક જાતની પીળાં ફુલ ધરાવતી અને ભીંડા જેવા પાનના ગુચ્છા જેવી કળીઓ ધરાવતી વનસ્પતિનો છોડ છે. જે હવામાં શણ પાકે તે જ હવામાં ગાંજો ઊગી શકે છે. જેના અણીદાર પાન સુકવી તેની ભૂકી કીરને ભાંગ તરીકે વપરાય છે. ગાંજાના છોડમાં કળીનો ગચ્છો આવે છે. ભાંગનાં ફૂલ પાકે નહિ ત્યાંસુધી તેનામાં નશો લાવવાનો ગુણ આવતો નથી. છોડની કળીઓ ગાંજા તરીકે વપરાય છે. બંનેમાં નશો કરે એવી કેફ હોય છે. કેનાબીસ ઈ(ન્ડકા નામે ઓળખાતા ભાંગના છોડમાંથી ચરસ-ગાંજો અને ભાંગ જેવા નશીલા પદાર્થો મળે છે. છોડમાંથી મળતાં રસાયણ પર સૂર્યનો પ્રકાશ પડવાથી ટેટ્રાહાલ્કેનાબીનોલ (delta-9-tetrahydrocannabinol) નામનો નશીલો પદાર્થ બને છે. આ વનસ્પતિનાં સૂકાં પાન અને અંકુરને ઉકાળીને ભાંગ બનાવવામાં આવે છે. ભાંગમાં લગભગ 15 ટકા જેટલાં નશીલા પરાર્થ છે. તાજી બનાવેલ ભાંગ વધુ નશો કરાવે છે. ભાંગમાટે પાન ઘૂંટીને મસાલો નાખીને પીવાય છે. કળીઓ એકઠી કરીને ગાંજા તરીકે ચલમમાં પીવાય છે. તે પીવાથી નશો ચડે છે. તેને ગાંજો કહે છે. અગાઉ ગાંજાના તંતુમાંથી વસ્ત્રો બનાવવામાં આવતાં હતાં. તેનો રસ શંકરને ઘણો પ્રિય ગણી સાધુ લે છે. દારૂ બેશરમ છે, અફીણ આળસુ બનાવે છે, ગાંજો ધૂની બનાવે છે, ભાંગ કલ્પનાશક્તિને ઉત્તેજી સ્વપ્નની શ્રીષ્ઠ સૃષ્ટિમાં લઈ જાય છે.
કેમ થાય છે નશો
કેનાબીસ ઈ(ન્ડકાના માદા છોડના ફૂલમાંથી ગાંજો બનાવવામાં આવે છે. એમાં 15થી 25 ટકા નશીલું દ્રવ્ય હોય છે. મરીજુઆના તરીકે પણ ઓળખાતો આ પદાર્થ (ગાંજો) ધૂમ્રપાન વાટે ઉપયોગમાં લેવામાં આવે છે. જયારે છોડની ડાળી અને પાનમાંથી ‘રેઝિન્સ બનાવવામાં આવે ત્યારે ચરસ અથવા હશીશ બને છે. જેમાં 35 થી 40 ટકા નશીલાં દ્રવ્ય હોય છે. આનો ઉપયોગ પણ ધૂમ્રપાન વાટે જ થાય છે. હુકકા કે પાઈપમાં આ ચરસ નાખીને એનો ધુમાડો શ્વાસમાં ભરી લેવામાં આવે છે. મોં વાટે ભાંગ કે મજુન લીધા પછી અડધા કલાકમાં એની અસર શરૂ થાય અને બે-ત્રણ કલાક સુધી રહે છે. શ્વાસમાં ગાંજો કે ચરસ લીધા પછી તરત એની અસર શરૂ થઈ જાય છે અને અડધા-એક કલાક સુધી રહે છે. થોડા પ્રમાણમાં આ નશીલાં દ્રવ્યો લેવાથી આંનદ અને સુખ-શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિ વધુ વાતચીત કરવા લાગે છે. વધુ પડતું બેહદ હસવાનું જોવા મળે છે.
આયુર્વેદમાં ભાંગ
પાનનો રસ કાનમાં નાંખવાથી દુઃખાવો ઘટે છે. પાંદડાં ભૂખ અને વાચા વધારે છે. વીર્ય ઘટ્ટ બનાવે છે અને સ્તંભન કરે છે. પાતળી ધાતુવાળાને ભાંગ થોડા પ્રમાણમાં લેવાથી ફાયદો થાય છે. ભાંગ લેવાથી એટલી બધી ભૂખ લાગે છે કે ગમે તેટલો ખોરાક લેવાથી પણ તૃપ્તિ થતી નથી. ભાંગ ભૂખ લગાડનાર અને પાચક હોવાથી અજીર્ણ, અતિસાર અને અમુક તરેહના જીર્ણ મરડામાં ફાયદો કરે છે. ભાંગ પીધેલ ખૂબ બોલ્યા જ કરે અને ખૂબ હસે છે. હરસ અને ગુદાના ચિરાડામાં તેની પોટિસ મૂકવામાં આવે છે. હરસ અને ગુદાના ચીરા ઉપર સૂકાં પાનને ઘીમાં તળી, ગરમાગરમ પાનથી શેક કરવામાં આવે છે. ક્ષયની ખાંસી, મોટી ઉધરસ અને દમની દવા છે. ચિંતા અને થાકને લીધે થતા માથાના દુખાવામાં ફાયદો કરે છે. તે ઘણાં ચૂર્ણો બનાવવામાં વપરાય છે. તેનાં પાંદડાં 30 ગ્રેનની માત્રામાં અપાય છે. વૈદ્યકમાં ભાંગને પિત્તજનક, ગ્રાહક, તીક્ષ્ણ, કડવી, ઉષ્ણ, લઘુ, કર્ષણકારક, અગ્નિદીપક, રુચિકર, માદક, બલવર્ધક, વાણીવર્ધક તથા મોહકારક કહેલ છે અને કફ તથા વાયુનાશક માની છે. ગાંજાના છોડમાંથી ચરસ નામની રાળ કાઢવામાં આવે છે. વૈધકમાં ગાંજાને ઉષ્ણ કહ્યો છે તે કફનાશક, ગ્રાહી, પાચક અને અગ્નિવર્ધક મનાયો છે. તે નશો આણનાર તથા પિત્તોત્પાદક છે.; વિજ્યા; સંવિદા; ભંગા; ગંજા; માતુલાજા; માદિની; જયા. તે પંજાબ, કશ્મીર અને બંગાળમાં થાય છે. તે ગ્રાહી, માદક, પીડાશામક, વિષયેંદ્રિય ઉત્તજક અને દીપન ગણાય છે. તેનો ઉપયોગ ધનુર્ સંધિવા, ચસકા વગેરે દર્દો ઉપર થાય છે. તેનામાં ઝાડાને મટાડવાનો ગુણ છે. પીડા શાંત કરવામાં તેનો ગુણ અફીણને મળતો છે.
કેન્સરની સામે ફાયદો કરે છે
9 ડિસેમ્બર 2015ના રોજ એક એવા સમાચાર દુનિયાભરમાં છપાઈ ગયા હતા કે લેબોરેટરીમાં અનેક પ્રયોગો બાદ અમેરિકાની નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના સાયન્ટિસ્ટોએ જાહેર કર્યું હતું કે ગાંજા રહેલા ખાસ કેમિકલની મદદથી કેન્સરના કોષો ખતમ થાય છે. કેન્સરની સારવાર દરમિયાન થતી આડઅસરમાં રાહત રહે છે. કેન્સરની પીડા થવી, ઊબકા આવવા, ઊલટી થવી, એન્ગ્ઝાયટી થવી, ભૂખ ઓછી લાગવી જેવી સમસ્યાઓમાં રાહત મળે છે.
ફાયદા
ગાંજો કેવો હોય
સ્ટ્રોક આવે ત્યારે મગજને નુકસાન થવાથી બચાવે છે. સારી ઊંઘ અને બેચેની માટે ગાંજો અસરકારક છે. ગાંજામાં કૈનાબીનોએડ્સ તત્વ છે જે કેન્સરના કોષોને મારી હઠાવે છે, તત્વ ટ્યુમરને વધતું અટકાવે છે, કોલન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, અને લીવર કેન્સરનો ઈલાજ પણ કરી શકાય છે. કૈનાબીનોએડ્સ તત્ત્વ શાંતિનો અનુભવ કરાવે છે. હેપેટાઈટીસ સી માં થકાન, નાક વહેવું, માંસપેશીઓમાં દર્દ, ભૂખ ન લાગવી અને ડીપ્રેશન જેવા સાઈડ ઈફેક્ટસ મળી આવે છે. ગાંજો પેન કિલર, દર્દ નાશક છે. તેથી ગુજરાતની અનેક દવા કંપનીઓ તેમાંથી દવા બનાવે છે. ગુજરાતમાં ડાયાબિટીશ અને કેન્સરના દર્દીઓ વધું છે તેમાં દુઃખાવો ઓછો કરે છે. ઓટોઈમ્યુન નાં ઇલાજમાં તે કામ આપે છે. રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે ત્યારે ગાંજો ફાયદો કરી આપે છે. મોતિયાને રોકી શકે છે અને તેનો ઈલાજ પણ કરી શકે છે.
મીઠાઈ બને છે
ભાંગ નાંખીને બનાવેલી મીઠાઈને મજુન કહેવાય છે જે ભૂખ અને જાતીયવૃત્તિ ઉત્તેજવા માટે વપરાય છે.
ખરાબ અસર
કાળજું કપાય છે અને શક્તિ ક્ષીણ થાય છે. નશાની અસરમાં સમયનું ભાન બિલકુલ જતું રહે છે. સવાર-સાંજનું કે સમય પસાર થઈ રહ્યાનું ધ્યાનમાં આવતું નથી. ટૂકા-ગાળાની યાદશક્તિ ઘટી જાય છે – વાકય પૂરું બોલાઇ રહે ત્યાં સુધીમાં વાકયની શરૂઆત ભૂલી જવાય છે. એકાગ્રતા ઘટી જાય છે. વાહન ચલાવવાની ક્ષમતામાં ઘટાડો થાય. ચરસ-ગાંજો કે ભાંગ લેવાથી આંખ લાલ થઇ જાય છે, અને હ્રદયના ધબકારા વધી જાય છે. હ્રદયરોગના દર્દીમાં એન્જાઇનાનો કે હ્રદયરોગનો હુમલો લાવવા માટે ચરસ-ગાંજો જવાબદાર બની શકે છે. ફેફસાંને નુકસાન કરવામાં આ પદાર્થો ફાળો આપે છે. ઊંઘ આવી ગયા પછી સામાન્ય રીતે નશો ઉતરી જાય છે. કયારેક નશાને કારણે આનંદનો અનુભવ થવાને બદલે દુ:ખ અને શત્રુતાનો અનુભવ થાય એવું પણ બને છે. લાંબો સમય સુધી નિયમિત ચરસ-ગાંજાનું સેવન કર્યા પછી અચાનક એ લેવાનું બંધ કરી નાંખવામાં આવે તો, ધ્રુજારી, પરસેવો, ઊબકા, ઊલટી, ઝાડા, બેચેની, ચીડિયાપણું, ભૂખ મરી જવી, ઊંઘ ન આવવી વગેરે જોવા મળે છે. આ બધી તકલીફ દારૂ કે અફીણ છોડનારાને થતી તકલીફ કરતાં ઘણી ઓછી છે અને આ વ્યસન છોડવા માટે કોઇ દવા કે સારવારની મોટે ભાગે જરૂર પડતી નથી. દ્દઢ મનોબળથી નિષ્ચય કરીને કાયમ માટે આ વ્યસન છોડી શકાય છે.
ખેતી કાયદેસર કરો
વૈચારિક ક્રાંતિ માટે જાણીતા શશી થરૂરે માંગણી કરી છે કે ગાંજાની ખેતીને કાયદેસર કરો. તેનો ઉપયોગ પણ માન્ય કરો. તેથી તેની નુકસાની ઓછી થશે, લાસસંયની ફીથી સરકાર અને ખેડૂતની આવક વધશે, ભ્રષ્ટાચાર નહીં રહે, ગુના ઘટશે. વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા સંશોધનમાં જણાયું કે ગાંજો અને ભાંગને કાયદાકિય માન્યતા આપવાથી દેશને અને તમામને લાભ થશે. ગાંજાના ફળ( પોશ ડોડવા)માંથી બનતો પવાડર નશાકારક છે જો આ ઉત્પાદનોને લેબોરેટરી ટેસ્ટિંગ કરીને નક્કી કરેલી માત્રામાં જ લોકો સમક્ષ મૂકાય તો તે અન્ય નશાકારક વસ્તુઓની સરખામણીમાં ઓછી નુકસાન કારક છે. જ્યારે ગાંજાના પાનમાંથી બનતું પીણું અનેક પ્રકારના સંક્રમણ રોગ સામે રક્ષણ આપે છે. ભારતીય કાયદામાં 1985માં પહેલી વાર ભાંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. 1961માં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર નાર્કોટિક્સ ડ્રગ સંઘિ પર હસ્તાક્ષર કર્યા હતા. ગાંજો અને ભાંગ કરતાં ગંભીર વસ્તુ ડ્રગ્સ, તમાકુ, દારૂ છે. તેની સરખામણીમાં ગાંજો અને ભાંગ સ્વાસ્થ્યને ઓછું નુકસાન કરે છે. ખેતી અને વેપાર પરના પ્રતિબંધથી ભારત નુકસાન વેંઠી રહ્યાં છીએ. જવાબદાર ખેડૂતો દ્વારા ખેતી કરાવવી જોઈએ. પાકનું લેબોરેટરી ચકાસણી કરી નક્કી કરેલાં કેન્દ્રો પરથી વેચાણ થવું જોઈએ. હાલમાં આ ઉત્પાદનો મળે તો છે પણ તેની ગુણવત્તાની કોઈ ગેરન્ટી હોતી નથી. આમ થતાં કેટલી માત્રામાં લેવું એ જોખમકારક નથી તે નક્કી થઈ શકશે. ભાંગ અને ગાંજા થકી એક નવા ઉદ્યોગને ઉભો કરી શકાશે. અમેરિકાના કોલોરાડો રાજ્યમાં વર્ષ 2017માં 1.5 બિલિયન ડોલર ખેતપેદાશોનું ઉત્પાદન અને વેચાણ થયું હતું. અમેરિકા અને કેનેડા પણ આ ખેત પેદાશોના ઉત્પાદન અને વેચાણને કાનૂની માન્યતા આપવા કવાયત હાથ ધરી છે. ત્યારે વિશ્વભરમાં આ છોડ સૌથી પહેલા ભારતીય ઉપ મહાદ્વિપમાંથી મળી આવ્યા. તે પછી તેને દુનિયાભરમાં ઉગાડવામાં આવ્યા. તો ભારત આ ક્ષેત્રમાં અગ્રેસર રહેવાની મસમોટી તક ગુમાવી રહ્યું છે.
અન્ય રાજ્યોમાં ખેતી ગુજરાતમાં કેમ નહીં
ભારતમાં તેમ છતાં અનેક રાજ્યોમાં ભાંગ ઉગાડાય છે. જે દવા બનાવવા માટે વપરાય છે. ગુજરાતમાં ખેડૂતોને ઉગાડવાની છુટ નથી તે છૂટ આપવી જોઈએ એવું ગુજરાતના ખેડૂતો કહી રહ્યાં છે. કુલુ ખીણ પાસે આવેલા માલા ગામમાં 240 હેક્ટરમાં ગાંજાનું વાવેતર થાય છે, જેમાંથી કુલ 12,000 કિલોગ્રામ ગાંજો પેદા થાય છે.
————
નશીલું રાજકોટ
રાજકોટ શહેર વધુ અકવખત ગાંજા અને અન્ય નશીલા પદાર્થોની હેરફેરી માટે ચર્ચામાં આવ્યું છે. રાજકોટથી વારંવાર ગાંજા, ચરસ, બ્રાઉન સુગર સહિત અન્ય નશીલા પદાર્થોને પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે. રાજકોટમાં એસઓજીની ટીમે ફરી એકવાર પૂર્વ બાતમીના આધારે કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરીને નશીલા પદાર્થો જપ્ત કર્યા હતા. પોલીસે થેરાળા પાસેથી ૨૧ કિલો ગાંજા સાથે ૨ વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રાજકોટ શહેરમાથી એસઓજીની ટીમે નશાનો કારોબાર કરતી વ્યક્તિઓને પકડી પડ્યા હતા.
રાજકોટથી ગોંડલ હાઇવે પર જતી એક રિક્ષામાં થેલા સાથે બેઠેલા બે શખ્સોની પોલીસે શંકાના આધારે તપસ કરી હતી. જેમાં ૧,૨૪,૬૨૦ રૂ ના ૨૦.૭૭૦ કિલો ગાંજો જપ્ત કર્યો હતો. પોલીસે પૂછપરછ કરતાં ગાંજો સુરતથી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી॰ પોલીસે વધુ તપસ કરતાં તેમની પાસેથી ગાંજા ઉપરાંત પણ અન્ય નશીલા પદાર્થો મળી આવ્યા હતા. આશખ્સો ૨૫-૨૫ ગ્રામ ની ગાંજા ને ૫૦૦રૂપિયામાં વેચતા હોવાની કબૂલાત કરી હતી. પોલીસે પકડેલા આરોપીઓમાં ગની ઉર્ફે હનીફ લિંગડિયા અને અબ્દુલ જનાય પૈકી ગની વિરુધ્ધતો પહેલેથી જ જામનગર, રાજકોટ, ખંભાળિયા, માં વિવિધ ગુના નોધાયા છે.
રાજકોટ થી પકડાયેલા અત્યાર સુધીના ગાંજા તેમજ અન્ય નશીલા પદાર્થોના કાળા વેપારનું પગેરું સુરત થી જ મળ્યું છે. તંત્ર સામે પણ અનેક સવાલો ઊભા થાય છે. વારંવાર રાજકોટ ના જંગલેશ્વર અને સુરત જ નશીલા પદાર્થોના કાળાબજાર માટે સામે આવે છે તો તંત્ર શ માટે આંખ આડા કાન કરે છે ?
રાજકોટમાં બેફામ રીતે ગાંજા ઉપરાંત ના નશીલા પદાર્થોનો વેપાર થયી રહ્યો છે. આ શહેર ધીમે ધીમે નશાના શહેર તરીકે જાણીતું બનવા લાગ્યું છે ત્યારે તંત્રની નિષ્ક્રિયતા સામે પણ જનતા માં આક્રોશ ઊભો થયો છે. તેમ છતાં પૂર્વ બાતમીના આધારે રાજકોટ પોલીસે ૨૧ કિલો ગાંજા સાથે બે વ્યક્તિઓની ધરપકડ કરી હોવાથી લોકોમાં આ ઘટના ચિંતા નો વિષય બની હતી. એસઓજીની ટિમ ની સાથે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચો.ધરી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી પૂર્વ એચ. એલ. રાઠોડની સુચના હેઠળ પી.આઇ. બી.ટી. વાઢીયા, એએસઆઇ બી. જે. જાડેજા, હેડકોન્સ. ભુપતભાઇ વાસાણી, કોન્સ. નરસંગભાઇ ગઢવી, વિજયભાઇ મેતા, સહદેવસિંહ જાડેજા, આશિષભાઇ દવે, રોહિતભાઇ કછોટ, વિક્રમભાઇ ગરચર સહિતની ટીમે આ કામગીરી કરી હતી.
—————
કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-૨૦૧૭ માં કુલ-૬૭ કેસોમાં ૮૭ આરોપીઓની ઘરપકડ કરાઇ છે, વર્ષ-૨૦૧૮ માં કુલ- ૧૫૦ કેસોમાં ૨૦૭ આરોપીઓ તેમજ વર્ષ-૨૦૧૯માં ૩૧ મે ની સ્થિતિએ ૬૧ કેસોમાં ૯૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ વર્ષે 170 જેવા ગુના નોંધાય એવી શક્યતા છે. આમ 3 વર્ષમાં 375 જેવા ગુના નોંધવામાં આવ્યા હતા.
આવા પદાર્થો પકડી પાડવા પૂરતાં પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણ, ઉત્પાદન કે વહન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઓળખવામાં આવશે.
રાજયમાં નશાબંધીના ચુસ્ત અમલ માટે હાલ ટોલ ફ્રી નં- ૧૪૪૦૫ કાર્યરત થશે. સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ પર – વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે.
2008થી 20018 સુધીમાં 61 કેસ
2016માં અમદાવાદમાંથી જ રૂ.270 કરોડનું એફિડ્રીન ડ્રગ્સ પકડાયું હતું. જેમાં મુખ્ય સુત્રધાર કિશોરસિંહ ભાવસિંહ રાઠોડ હતો. ડ્રગ્ઝમાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી છે. ગુજરાતમાં 2008થી 20016 સુધીમાં 41 કેસ નોંધાયા હતા. જેમાં કુલ 77 લોકોની ધરપકડ કરાઈ હતી. જે 2018 સુધીમાં 61 સુધી પહોંચ્યા છે. આ વિગતો નાર્કોટિક્સ વિભઆગની છે પોલીસે કરેલા કેસ સાથે તે અંક 100 ઉપર હોઈ શકે છે.
ગુજરાતમાં વર્ષ 2008થી 2016 સુધીમાં નાર્કોના 41 કેસ
વર્ષ – કેસ – ધરપકડ – ડ્રગ્ઝ કિલો
2008-09 – 5 – 12 – 50.566 અને 269 લિટર
2009-10 – 6 – 5 – 121.280
2010-11 – 5 – 17 – 303
2011-12 – 4 – 22 – 170
2012-13 – 6 – 10 – 57
2013-14 – 6 – 10 – 175
2014-15 – 8 – 15 – 355
2015-16 – 5 – 8 – 36 કિલો અને 63,070 ટેબ્લેટ
ગુજરાતમાં કોંગ્રેસના 22 વર્ષના રાજ બાદ 23 વર્ષથી સત્તા પર આવેલા ભાજપના રાજમાં અનેક પ્રકારની બદી આવી ગઈ છે. જેમાં ડ્રગ્સના વેપાર અને ઉત્પાદન સાથે પણ ભાજપના કેટલાંક નેતાઓ અને કાર્યકરો જોડાઈ ગયા છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશ ઝેઝરીયાના 40 વર્ષના મોટા ભાઈ ભરત, ગોરધન ઝેઝરીયા અફીણની ખેતી કરતાં પકડાયા હતા. તે પોતે અફીણ ડ્રગ્ઝનો નશો કરતો હતો. તેની લત લાગી જતાં પોતાના ગામ વેલાળામાં ખેતીની 4-6 વીઘા જમીન ભાડે રાખીને અફીણની ખેતી શરૂ કરી હતી. શું પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યું છે? એવો સવાલ ભાજપ સામે થઈ રહ્યો છે.
વેલાળા ગામમાં ભાજપની અફિણની ખેતી
વેલાળામાં ખેતીની 4-6 વીઘા જમીન ભાડે રાખીને અફીણની ખેતી શરૂ કરી હતી. 2500 કિલો લીલા છોડ જપ્ત કરાયા હતા. ગુજરાતમાં આ પ્રથમ મોટો કેસ છે. ગુજરાતમાં સૌથી વધું ડ્રગ્ઝનો નશો સુરેન્દ્રનગરમાં થાય છે. અહીં અફીણ પીવા માટેના સૌથી વધુ પરવાના છે.
વિડિયો જાહેર થયો અને અફીણ પકડાયું
ભાજપના કુળના આ નેતાએ ખેતરમાં નશીલું અફીણ ઉગાડેલું હોવા અંગે એક વિડિયો ત્રણ મહિનાથી બહાર આવ્યો હતો. તેમ છતાં સુરેન્દ્રનગરની પોલીસ તેમની સામે પગલાં લેતી ન હતી. કારણ કે જે ભાજપ કુળનો કાર્યકર હતો. પોલીસ પર દબાણ વધતાં આખરે દરોડો પડાયો છે અને અફીણથી લીલુંછમ ખેતર પકડી પાડવામાં આવ્યું છે. રાજકોટ ડીઆઈજી D N Patel એ તુરંત ઘટના સ્થળે દોડી જવું પડ્યું છે. સુરેન્દ્રનગર પોલીસ વડા દિપક વ્યાસ ઘટના સ્થળે દોડી ગયા હતા. મામલતદારને તુરંત કલેક્ટરે મોકલી આપ્યા હતા. નાર્કોટિક્સની આખી એક ટૂકડી પણ પહોંચી ગઈ હતી. આટલી ગંભીર બાબત સ્થાનિક પોલીસ જાણતી હતી તેમ છતાં ત્રણ મહિના બાદ પગલાં લીધા છે.
અઢી હજાર કિલો અફીણ જપ્ત કરાયું
ગુજરાતમાં જેનું વાવેતર પ્રતિબંધીત છે તે ગાંજો પોલીસે આરોપી ભરત ઝેઝરીયાની ધરપકડ કરી હતી. તેમની પાસેથી રૂ.59.30 લાખનો માલ જપ્ત કરાયો હતા. 2367.5 કિલો અફીણના લીલા છોડ વાઢીને પોલીસે એકઠા કર્યા છે. આ બીજ રાજસ્થાન કે જ્યાં અફીણની ખેતી કરવા માટે રાજ્ય સરકાર પરવાના આપે છે ત્યાંથી આવેલું હતું. પાક લેતા 8 મહિનાનો સમય લાગે છે.
ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર 2000 કરોડના ડ્રગ્સ કૌભાંડમાં
15 એપ્રિલ 2016મા દહેગામ પાસે આવેલી ઝાક જીઆઇડીસીમાંથી મળી આવેલા 270 કરોડના 1368 કિલો એફેડ્રિન ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેનો કારોબાર બાદ મહારાષ્ટ્રના સોલાપુરમાં મળી આવેલા 2000 કરોડના ડ્રગ્સના કાળા કારોબારમાં ગુજરાત ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર કિશોરસિંહ રાઠોડની સંડોવણી સામે આવી હતી જેમાં ભાવસિંહ સહિત તેના કુટુંબની પૂછપરછ કરવામાં આવી હતી. ડ્રગ્સ માફિયા વિકી ગોસ્વામી સાથે કિશોરના ગાઢ સંબંધ હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ બનાસકાંઠામાં 1990 ચિમનભાઇ પટેલની સરકારની સરકારમાં ધારાસભ્ય હતા. તેમની ચેન્નાઇમાં મેન્ડરેસ ડ્રગ્સમાં ધરપકડ થઇ હતી, જેમાં તેઓ 7 વર્ષ જેલમાં રહ્યા હતા. આ ઉપરાંત હથિયારો અને ડુપ્લિકેટ નોટોના કેસમાં જેલમાં જઇ આવ્યા છે. આમ તો કોંગ્રેસમાં રહેલા ભાવસિંહે ગુજરાતના જાણીતા હજુરિયા-ખજુરીયા પ્રકરણમાં શંકરસિંહ વાઘેલાને ભરપુર સહયોગ આપ્યો હતો. ભાજપે તેમને પાટણથી સાંસદની ટિકિટ પણ આપી હતી. ભાજપના ધારાસભ્ય પણ બન્યા હતા. 2012 કોંગ્રેસમાં જોડાયા હતા. કિશોરસિંહ ચૂંટણી દરમિયાન દામ-શામ-દંડ-ભેદની નીતિથી વોટ મેળવવાના અનેક આરોપો થયા હતાં. 2000માં બનાવટી ચલણી નોટના કેસમાં અમદાવાદમાં ક્રાઈમ બ્રાંચે તેની ધરપકડ કરી હતી. આ કેસમાં કોર્ટે કિશોરસિંહને સજા થઈ હતી.
પંજાબ ડ્રગ્સની હેરફેર અને ડ્રગ્સ વપરાશમાં જાણીતું છે, પણ ગુજરાત કમ નથી. 2016માં અમદાવાદ મેમ્કો ખાતેથી 7.710 કિલો ચરસનો જથ્થો કબજે કર્યો હતો. જે જૂનાગઢ મોકલવાનો હતો. જેની આંતરરાષ્ટ્રીય કિંમત એક કિલોની રૂ.1 કરોડ હોય છે. યોજાતી પાર્ટીઓમાં કાશ્મીરી ચરસનો નશા માટે ઉપયોગ કરવામાં આવે છે.
દેવભૂમિ દ્વારાકા પણ ઝપટમાં
દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરેથી ઝડપાયેલા 5.5 કિલોના રૂ.15 કરોડના હેરોઈન મામલે ત્રાસવાદ વિરોધી દળ ATS દ્વારા કુલ 3 વ્યક્તિની ધરપકડ કરી છે. પૂછપરછ ચાલી રહી છે. જેમાં 4 માસ પહેલા 100 કિલોથી વધુ હેરોઈન પજાંબમાં અને ઘણું ખરું હેરોઈન ઉત્તર ભારતમાં ઘૂસી ચૂક્યું છે. બાકીનું 5.5 કિલો ડ્રગ્સ માત્ર સલાયામાં મળી આવ્યું છે. કુલ 100 કિલો આવ્યું તેમાં 95 કિલો દેશમાં ઘૂસાડી દેવાયું હતું.
આતંકવાદી સંગઠનો હોઈ શકે ખરા?
હેરોઈનની હેરાફેરીમાં પાકિસ્તાન સ્થિત આંતકવાદી સંગઠનોનો હાથ છે. પાકિસ્તાનના બંદરેથી ગુજરાત સહિતના રાજ્યમાં ડ્રગ્સ આવી ચૂક્યું છે. આ વખતે રસ્તો બદલાયો છે. પાકિસ્તાનથી સીધુ ગુજરાતમાં દરિયાથી ઘૂસાડવાના બદલે ઈરાનના ગ્વાડર થઇને દુબઈ જેવા અખાતી દેશોમાંથી કચ્છના રસ્તે ગુજરાતમાં ઘૂસાડાયું છે. ઝડપાયેલા અઝીઝ અને રફીક સુમરા બંને ડ્રગ્સના વેપારી હતો. સલાયાના રહેવાસી 32 વર્ષના અજીઝ અબ્દુલ ભગાડ નામના શખ્સના વહાણમાં હેરોઈન આવ્યું હતું. અઝીઝને આ કામના રૂ.50 લાખ મળ્યા હતા. મધદરિયે ડ્રગ્સની આપ-લે થઈ હતી. દરિયાઇ માર્ગે હેરોઇન ઘૂસાડતો હોવાની બાતમી મળી હતી. અઝીઝને શોધી કાઢી તપાસ કરતા તેની પાસેથી રૂ.15 કરોડનું પાંચ કિલો હેરોઈન મળી આવ્યું હતું. ગરીબ અજીઝ ભગાડ થોડા સમયથી અચાનક ધનપતિ બન્યો હતો. અઝીઝે આ ડ્રગ્સમાં માંડવીના આરીફ આદમ સુમરાની સંડોવણીની વાત કબૂલતા ગુજરાત ATSની ટીમ માંડવી પહોંચી હતી. કચ્છ માંડવીમાં રહેતા આસિફ આદમ સુમરાને કચ્છથી પકડી લેવાયો હતો. કનેક્શન પણ દિલ્હી સહિતના અન્ય રાજ્યમાં ખૂલ્યું હતું. ઉત્તર ગુજરાતમાં ડ્રગ્સનો કેટલોક જથ્થો મોકલાયાની આશંકા હતી. માંડવીના રફીક સુમરાની ડ્રગ્સ મુદ્દે મોટી ભૂમિકા રહી હતી.
બદનામ સલાયા
અગાઉ દાણચોરીનું સ્વર્ગ ગણાતા સલાયામાંથી કરોડો રૂપિયાની કિંમતનું સોનું, ઘડિયાળો, અન્ય વિદેશી વસ્તુઓ, ડ્રગ્સ ઝડપાઈ ચૂક્યું છે. એક સમયે બે ટ્રક ભરાય એટલી વિદેશી ઘડિયાળો પકડાઈ હતી. હવે ડ્રગ્સ પર ધંધો શરૂ થયો છે. સલાયામાં કસ્ટમ તંત્ર નામનું જ હોય તે પ્રકારે વર્ષોથી કોઈ કામગીરી થવા પામી નથી. જ્યારે હવે દાણચોરી બંધ થઈ છે ત્યારે રેઢાપડ જેવા સલાયાની ચેકપોસ્ટ પણ ભગવાન ભરોસે હોય તેમ લાગી રહ્યું છે.
સરહદી કચ્છ નિષ્ક્રિય કેમ છે
લાંબા સમય બાદ માદક દ્રવ્યોની હેરફેર માટે કચ્છની જળસીમાનો ઉપયોગ કરાયો છે ત્યારે આ પ્રકરણ અતિ ગંભીર મનાય છે. તેવામાં કચ્છ પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓની સ્થાનિક કડી શોધવા માટે હજુ કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. કચ્છ સરહદેથી ભેદી રીતે આવેલાં નશીલા પદાર્થો ચોરી છૂપીથી નહીં પણ કોઈ સોર્સ મારફતે લાવવામાં આવ્યા હોવાનું ચર્ચાય છે. સીમા પારના સોર્સ પર અતિ વિશ્વાસના કારણે આ માલ આવ્યો હોવાનું માનવામાં આવે છે. સોર્સ સાથે આ-પલે કરવાની જવાબદારી કેટલીક એજન્સીઓની જ છે. ખૂફિયા જાસુસી માહિતી આપવાના બહાને આ માલ ઘૂસી આવ્યો હોવાથી સરહદ પર ચોંકાવનારી ઘટનાઓ બની શકે છે.
બોટ મળતી હતી, માણસો નહીં
કચ્છ સરહદે ચાર માસ પહેલાં એકાએક ખાલી બોટો કપડાતી હોવાનું બહાર આવતું હતું. પણ કોઈ માણસ હાથ પર લાગતાં ન હતા. તે સમયે જ આ ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડાયું હતું. ગયા વર્ષે માર્ચ-એપ્રિલમાં કચ્છમાંથી ઘણી ખાલી બોટ પકડાઈ હતી. પણ તેમાં કોઈ માણસો મળ્યા નહોતા. 6 એપ્રિલે લખપત બારી પાસે એક ખાલી બોટ પકડાઈ હતી અને તેમાં રહેલાં 5 સવાર ભાગી ગયા હતા. ત્યાર બાદ સતત ત્રણ દિવસ સુધી બોટ પકડાવાની ઘટનાઓ બની હતી કે ઘટના બનાવવામાં આવી હતી તે તપાસ કરવા જેવી છે. જો કચ્છની સરહદે આવું ચાલતું હોય તો ગમે ત્યારે પાકિસ્તાનનું લશ્કર પણ આવી શકે છે. ચાર સ્તરની સુરક્ષા એજન્સીઓ માટે આ શરમજનક ઘટના છે. ગુજરાત પ્રદેશ અને દેશની સરહદ પર છીંટા હોવાનું તેનાથી પૂરવાર થયું છે. દારૂની ટ્રકો આવતી હોય તેની માહિતી હોય છે. પણ રૂ.300 કરોડનું ખતરનાક ડ્રગ્સ આવતું હોય તે કોઈને ખ્યાલ પણ ન આવે. ભારતીય નૌકાદળ, કોસ્ટગાર્ડ, બીએસએફની મરીન ફોર્સ, કોસ્ટલ પોલીસ અને સ્થાનિક પોલીસ આ માટે કામ કરે છે.
માંડવીમાં 100 કિલો હેરોઈન ઉતર્યું
આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયાઓ દ્વારા રવાના કરાયેલો એકસો કિલો હેરોઈનનો જથ્થો પાકિસ્તાનથી નીકળ્યા પછી આંતરરાષ્ટ્રીય જળસીમાએથી કચ્છના માંડવીમાં ઉતારવામાં આવ્યો હતો. તેમાં 95 કિલો ઉત્તર ભારત મોકલી દેવાયો હતો અને જેમાંથી પાંચ કિલા જેટલો જથ્થો સલાયાનો અજીઝ વાઘેર લાવ્યો હતો. જે ચાર મહિનાથી પડી રહ્યો હતો.
સાગર કવચની કવાયત કેમ થઈ
ચાર મહિના પહેલાં સાગર કવચ નામની સુરક્ષા કવાયત અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવી હતી. ત્યારે જ અરબી સમુદ્રમાંથી અંદાજે રૂ.300 કરોડનો 100 કિલો હેરોઈનનો જથ્થો ચાર મહિનાઓ પહેલા રવાના થયો હતો જે માછીમારોની હોય તેવી નાની બોટમાં કચ્છના માંડવી બંદરે લાવવામાં આવ્યો હતો. પાકિસ્તાનના આતંકવાદીઓએ ચાર મહિના પહેલા દરિયાઇ માર્ગે ભારતમાં 100 કિલો હેરોઈન ઘૂસાડ્યાના ઘટસ્ફોટ થયો હતો.
રૂ.3500 કરોડના હેરોઇન પકડાયું હતું
16 જુલાઈ 2018ના દિવસે ભારે વરસાદ હોવાથી પોરબંદરના દરિયા કાંઠે એક બોટ તણાઈ આવી હતી. જેમાં બેઠેલા 6 ખલાસીઓનું રેસ્ક્યૂથી ઓપરેશન કરીને બચાવી લેવાયા હતા, જેમાં ગયા વર્ષે 29 જુલાઈ 2017ના રોજ પોરબંદરના દરિયામાંથી રૂ.3500 કરોડનું 1500 કિલો હેરોઈન ચીતા ડ્રગ્સ પોરબંદરથી 388 કિ.મી.ના દરિયામાં હેનરી નામની ભંગાર શીપ-ટગમાંથી પકડી પાડવામાં આવ્યું હતું. ઈરાનના છબ્બર બંદરથી હેરોઈન ડ્રગ્સ ગુજરાતમાં ઘૂસાડવાનું દેશના ઈતિહાસનું સૌથી મોટું રેકેટ ભારતીય કોસ્ટગાર્ડે પકડી પાડ્યું હતું. સુપ્રીત તિવારી, મોનિષ કુમાર, મનિષ પટેલ, સંજય યાદવ, દિવ્યેશ કુમાર, દિનેશ કુમાર, વિનય યાદવ અને અનુરાગ શર્મા છે. તેમજ તપાસ એજન્સીઓએ તિવારીના ભાઈ સુરજીત, મુંબઈ સ્થિત વિશાલ યાદવ, ઇરફાન શૈખ અને જેના ફોનથી તિવારીને ફોન કરવામાં આવ્યો હતો તે વિજય નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. ઇજિપ્તમાં ડિલિવર કરવાનું હતું જે માટે જહાજના કેપ્ટનને 5 કરોડ રૂપિયા મળવાના હતા. પરંતુ તેણે રૂ. 50 કરોડ કમાવવાની લાલચે ઇજિપ્તના બદલે મુંબઈ તરફ જહાજને વાળી દીધું હતું. બળતણ ખૂટતાં તે અલંગ લઈ જવાનું હતું. જહાજના કેપ્ટન સુપ્રીત તિવારી મુંબઈના એક નાવિક વિશાલ યાદવ દ્વારા અપાયેલ ઓફરની લાલચમાં ભારતીય જળસીમામાં ઘૂસ્યો હતો. બોટના ઈરાની મૂળ માલિક અને દુબઈના વેપારી સૌયદ અલ મુરાનીએ જહાજને ઇજિપ્ત લઈ જવા કહ્યું હતું. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIનો એજન્ટ હોવાનું તપાસમાં ખૂલ્યું છે. શીપ જ્યારે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ પહોંચ્યું ત્યારે ઇરાનથી શીપ સાથે આવેલા મુસ્તફા અને મોહમદ નામના બે વ્યક્તિઓ અહીં ઉતરી ગયા હતા. આ બંને વ્યક્તિઓ પણ ISIના એજન્ટ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. 1523 પેકેટોનો ઓર્ડર લેનાર પ્રમાણે બ્લુ-લાલ, પીળો અને ઉપર બ્લુ પટ્ટી, સફેદ, કલરના પેકિંગમાં ડ્રગ્સ પેક કરવામાં આવ્યું હતું. જે અમદાવાદ સહિત ભારતની જુદી-જુદી 4થી 5 ટ્રગ્સ માફિયાઓને આપવાનું હતું.
વિમાન અને હેલિકોપ્ટરથી તપાસ
27 જુલાઈ 2017મા બાતમીના આધારે ગુજરાત કોસ્ટગાર્ડ દ્વારા તેની શીપ, ડોનીયર વિમાન અને હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરતા ઈરાનની કાર્ગો શીપ દેખાઈ હતી. પ્રાથમિક તબ્બકે તેનું નામ પ્રીન્સ-2 જણાવવામાં આવ્યું હતું અને આજ શીપમાં મોટી માત્રામાં ડ્રગ્સ છૂપાવવામાં આવ્યું હોવાની કોસ્ટગાર્ડને શંકા જતા તેની ઉપર વધુ વોચ રખાઈ હતી. ઈરાનથી ગુજરાત સમુદ્રમાં આવીને ભાવનગર અથવા અન્ય પોર્ટ ઉપર ડ્રગ્સનો જથ્થો ઉતરવાનો હતો. પોરબંદર કોસ્ટગાર્ડ અને મુંબઈ તેમજ ગાંધીધામથી ડોનીયર પ્લેન અને હેલિકોપ્ટરને તપાસમાં મોકલવામાં આવ્યા હતાં. પકડાયેલા તમામ આઠ શખસો ભારતીય છે. દસ્તાવેજ વગરની ટગની ભંગાર ટગને ખરીદી કરીને તેને રંગકામ કરીને તૈયાર કરવામાં આવી હતી. ઈરાનથી લાવવામાં આવ્યું હતું અને તે પછી અલંગ ભાંગવા માટે જવાનું હતું. મુંબઈ, ગાંધીધામ અને પોરબંદરથી હેલિકોપ્ટર ઉડ્યા હતા અને ત્રણેયે ટગને ઘેરી લઈને પકડી પાડી હતી.
વડોદરામાં 6 કરોડની કિંમતનું હેરોઈન જપ્ત
7 માર્ચ 2018ના દિવસે વડોદરામાં રાજધાની ટ્રેનમાંથી નોર્કોટિક્સ કન્ટ્રોલ વિભાગના અધિકારીઓએ એક નાઈજિરીયન નાગરિક પાસેથી રૂ.6 કરોડનું 1 કિલો 210 ગ્રામ જેટલું હેરોઈન પોલીસે પકડી પાડ્યું છે. વડોદરામાંથી અત્યાર સુધીમાં હેરોઈનનો આટલો મોટો જથ્થો પ્રથમ વખત ઝડપાયો છે. પિસ્તા, રાઈસના ગિફ્ટ બોક્ષમાં હેરોઈન છૂપાવીને લઈ જતો હતો. તેનું નામ મામ્ડુ બુએઝે નોન્સો ચાલ્સ (ઉ.વ.38) છે તે બિઝનેસ વીઝા ધરાવે છે. પહેલાં બ્રાઉન સુગર, કોકેઈન જેવા કેફી પદાર્થો ભારતમાં લાવવામાં આવતા હતા. હવે અફઘાનિસ્તાનનું વ્હાઈટ કલરનું હેરોઈન ભારતમાં આવવાની શરૂઆત થઈ છે. જે ચિંતાનો વિષય છે.
સલાયાનું વહાણ 2800 કરોડના હેરોઈન સાથે ઝડપાયું
3 મે 2014મા કેન્યા અને ટાન્ઝાનીયા વચ્ચેના સમુદ્રમાંથી ઓસ્ટ્રેલિયન નેવીએ રૂ.2800 કરોડના હેરોઇન વેરાવળના વહાણના જામનગર જિલ્લાના આઠ ખલાસીઓને ઝડપી લીધા હતા. વેરાવળના શીપિંગ કંપનીના માલિક મેઘજી ઘેલાનાં વહાણ જામસલાયાના રાજા કઠિયારા-હાજી બસીર ઠુંમરાને 450 ટનનું લક્ષ્મીનારાયણ નામનું વહાણ 10 હજાર દિનારથી ભાડે આપ્યું હતું. ઓસ્ટ્રેલિયન નેવીએ ઘેટા ભરેલા આ વહાણમાંથી 1034 કિલો એટલે કે આંતરરાષ્ટ્રીય બજાર કિંમત પ્રમાણે રૂ.2800 કરોડનું હેરોઇનનો જથ્થો ઝડપાયા બાદ અનેક વિગતો પ્રકાશમાં આવી રહી છે, જેમાં વેરાવળ, જામનગર, માંડવી સહિતનું કનેકશન પણ ખુલતાં અનેક અટકળો સાથે રહસ્ય પણ સર્જાયું છે.
નાઈજિરિયનની આંતરરાષ્ટ્રીય લિંક
8 માર્ચ 2018મા અમદાવાદના નાર્કોટિક્સ વિભાગે આપેલી વિગતોના આધારે ડ્રગ્સનું મોટું દેશવ્યાપી રેકેટ પકડી પાડવામાં આવ્યું હતું. જેમાં બેંગલુરુમાં નાઈજિરિયન યુવકની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકા સાથે આ ડ્રગ્સ સંડોવણી મળી હતી. અમદાવાદ અને વડોદરા રેલવે સ્ટેશનેથી પકડાયેલાં બે નાઈજિરિયન યુવકો જોન સાથે જોડાયેલાં હોવાનું બહાર આવ્યું છે. વડોદરામાં જૂન 2017મા પિટર ઓકાફોર નામના નાઈજિરિયન યુવકને 843 ગ્રામ એમ્ફેટામાઈન, 255 ગ્રામ કોકેઈન અને 65 ગ્રામ ટેબલેટ્સ મળીને કુલ 3.5 કરોડનો મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનેથી જોન વિલિયમ બેસ્ટને 587 ગ્રામ કોકેઈન, 700 ગ્રામ એમ્ફેટામાઈન મળીને 6 કરોડના માલ સાથે પકડાયો હતો.
કોડીનનો નશો
નશા માટે વપરાતી કોડીન કફ સીરપની 46 લાખ રૂપિયાની 42,000 બોટલો, એનસીબીએ નિલેશ ચાવડા પાસેથી પકડી હતી. ભુતકાળમાં મુંબઈમાં પણ કોડીન કફ શિરપની સાતસો પેટીઓ સાથે પકડાયો હતો અને ત્યાથી તડીપાર છે અને ગુજરાતમા અડિંગો જમાવ્યો છે. બહેરામપુરામા એનો મેડિકલ સ્ટોર હતો જેનુ લાયસન્સ કોડીન શિરપ વેચવા બદલ રદ કરવામાં આવ્યું હતું. નામનો વ્યક્તિ આમા સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું. આ દરમિયાન FDCA અને NCB એ દિયા હેલ્થ કેર સાણંદમાં દરોડા કરી એના માલિક લલિત પટેલની ધરપકડ કરી. પાટણમા ગોડાઉન માથી 37000 જેટલી બોટલ જપ્ત કરી 29 જુલાઈ 2018ના રોજ 46 લાખની કિંમતની 42000 કોડીન કફ શિરપનો ગુજરાતના ઈતિહાસનો સૌથી મોટો જથ્થો પકડયો હતો. તેમજ આ સમગ્ર કૌભાંડમા સંડોવાયેલ ભરત ચૌધરી, લલિત પટેલ, નિલેશ ચાવડા અને પાટણના ઘનશ્યામ પટેલની કરી હતી.
ભાજપનો બચાવ
ગુજરાતમાં ડ્રગ્ઝનો વેપાર કરીને યુવાવોને બરબાદ કરતી ગેંગો અંગે કોંગ્રેસ દ્વારા પર્દાફાશ કરાયા બાદ આ વર્ષે ભાજપે તેને ગંભીર લેવાના બદલે ઠેકડી ઉડાવી હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન કરીને કહ્યું હતું કે, કોંગ્રેસે એક-બે ઘટનાનો પ્રચાર કરીને ‘ઉડતા પંજાબ’ અને ‘ઝુમતા ગુજરાત’નો શબ્દ પ્રયોગ કરી ગુજરાતની જનતાની સંસ્કારીતા અને સમગ્ર યુવા જગતને બદનામ કરવાનો કુપ્રયાસ કર્યો છે તેને ભાજપ સખ્ત શબ્દોમાં વખોડે છે.
ડ્રગ્ઝને અંદૂશમાં લેવામાં નિષ્ફળ રહેલી ભાજપ સરકારે શું પગલાં લીધા તે અંગે ભાજપે મૌન ધારણ કરી લીધું છે. હવે મોટા જથ્થા સાથે ડ્રગ્ઝ ડીલર પકડાઈ રહ્યાં છે. ત્યારે પણ સરકાર પાસે તેની કોઈ વિગતો નથી.
————-
ગૃહ પ્રધાન પ્રદીપ જાડેજાની કચેરીએથી અમદાવાદ ઈસ્કોન પાસે આવેલા રામદેવનગરના ઝૂંપડાની બહેનોને ફોન કરવામાં આવ્યો કે તમને જે મુશ્કેલી છે તે માટે મળવા આવો. મહિલાઓની ફરિયાદ હતી કે રામદેવનગરમાં દારુ અને ગાંજો મોટા પ્રમાણમાં વેચાય છે. તેથી તેમના પતિ ખોટા રસ્તે જાય છે. તેથી તેઓએ ગાંધીનગરમાં બોલાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ નવ બહેનો, વિચરતા સમુદાઈ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી મીત્તલ પટેલ, પ્રમુખ માધવભાઈ, ભગવાનભાઈ પ્રદીપ જાડેજાને મળવા ગાંધીનગર ગયા હતા. એમણે આ દુષણને ડામવા તમામ કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. નાના માણસની તેમણે ખબર કાઢી હતી.
નશેડી નગર અમદાવાદ
ગાંજો ગુજરાત બહારથી ગંજેરીઓ મંગાવી રહ્યાં છે, એવી એક માન્યતા હતી. પણ ગુજરાતમાં 2017માં 2300 કિલો ગાંજો પકડાયો હતો. તેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધારે પકડાયો હતો. ગુજરાતમાં પંજાબ કરતાં પણ વધારે નશીલા પાંદડા ગાંજાનો વપરાશ વધારે છે. 2017માં ગુજરાતમાં 2300 કિલો ગાંજાની સામે પંજાબમાં 1,711 કિલો ગાંજો ઝડપાયો હતો. તેમાં સુરેન્દ્રનગર એક એવો વિસ્તાર છે કે ત્યાં ગુજરાતનું સૌથી વધુ નશો કરતું ક્ષેત્ર છે. દરબાર દ્વારા કસુંબો લેવાની પ્રથા છે. અહીં અફીણ પીવાના લાયસંસ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે. ઉડતાં સુરેન્દ્રનગર તરીકે પણ જાણીતું છે. દેશમાં 12 લાખ ગાંજા-પોશડોડાનો કાયદેસર નશો કરનારા બંધાણીની સામે ગુજરાતમાં 28,000 બંધાણી હતા. હવે તેમાં ઓછા થયા છે. ગુજરાતમાં આ લાયસન્સ ધારકો મુખ્યત્વે સુરેન્દ્રનગર, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના છે. આજે ઘણાં લોકો પાસે નશો કરવાનો પરવાનો છે.
4 જાન્યુઆરી 2019માં સુરેન્દ્રનગરના કુવાડવા રોડ પરથી 1,000 કિલો લીલા ગાંજાનું ખેતર ચોટીલાના ખેરડી ગામે મળી આવ્યું હતું. વાલજી સાર્દુલ બાવળિયાની વાડીમાં લીલા ગાંજાનાં વાવેતર કરેલા 201 છોડ વાલજી મૌની બાપુ તરીકે ઓળખાય છે. 2 વીઘા જમીનમાં કપાસ અને તુવેરના પાકના વાવેતર વચ્ચે 23 ચાસમાં ગાંજો વાવ્યો હતો. મૌની બાપુ પાસેથી ચીરોડાનો જીલા ચૌહાણ 1300 ગ્રામ ગાંજો લઈને જતો હતો ત્યારે તેને પકડી લીધા બાદ ખેતર પકડાયું હતું. મૌની બાપુએ ગયા વર્ષે પણ ગાંજાનું થોડું વાવેતર કર્યું હતું. મૌની બાબા પોતે પણ ગાંજાનો બંધાણી છે. તેની વાડીએ આવતા અન્ય લોકોને પણ તે ગાંજો પાતો હતો. દરેકને પ્રસાદીમાં ગાંજો આપતો હતો, તેથી લોકો તેને મળવા વાડીએ આવતાં હતા. 2011માં પત્નીએ આત્મહત્યા કરતાં તે સીધું બની ગયો અને ખેતરમાં ઝુંપડું બાંધી રહેતો હતો. મૌની બાપુ પોલીસ પાસે પણ મૌન રહ્યા, લખીને જવાબ આપ્યા હતા.
ખેતી થાય છે
એક વ્યક્તિ અફીણ અને ગાંજાની ખેતી કરતો 27 ફેબ્રુઆરી 2018માં ઝડપાયો હતો. આ માણસ દર વર્ષે લાંબો સમયથી અફીણની ખેતી ચાર વિઘાની જમીન પર કરી હતી. કોકો, અફીણ અને ગાંજા (કૈનબિસ) અન્ય લોકપ્રિય કાળા બજારમાં વેચાતા રોકડીયા પાક છે. અમેરિકામાં સૌથી અધિક મૂલ્યવાન રોકડીયો પાક ગાંજાનો પાક ગણાય છે.
ભાજપના નેતાનું ગાંજાનું ખેતર
26 ફેબ્રુઆરી 2018માં સુરેન્દ્રનગરના મૂળી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય મુકેશ ઝેઝરીયાના 40 વર્ષના મોટા ભાઈ ભરત ગોરધન ઝેઝરીયા અફીણની લત લાગી જતાં 4-6 વીઘા જમીન ભાડે રાખીને ખેતી શરૂ કરી દીધી હતી. શાકભાજીના વાવેતર સાથે ગાંજો ઉગાડેલો હતો. ભાજપ કુળના આ નેતાએ ખેતરમાં નશીલું અફીણ ઉગાડેલું હોવા અંગે એક વિડિયો ત્રણ મહિનાથી બહાર આવ્યો હોવા છતાં મોડાં પગલાં ભરાયા હતા. 2367.5 કિલો અફીણના લીલા છોડ વાઢીને પોલીસે એકઠા કર્યા છે. જેની કિંમત રૂ.2થી 2.30 કરોડ થતી હતી.
2011નાં રોજ પણ આવો કિસ્સો આવ્યો હતો સામે
માંજલપુર વિસ્તારના પારસનગરમાં ઘરના વાડામાં ગાંજો પકવડાં પિતા – પુત્રની પોલીસે ધરપકડ કરી હતી. માંજલપુર વિસ્તારમાં કોતરતલાવડી પાસે આવેલા પારસનગરમાં રહેતાં મૂળ ઉત્તરપ્રદેશના વતનીરામશંકરગીરી ઉફ મુચ્છડ બલવાનગિરી ગિરી માદકદ્રવ્યનું વેચાણ કરતો 4 ફેબ્રુઆરી 2011માં પકડાયો હતો. જેમાં મકાનમાંથી રૂ. 16,200ની કિંમતનો 2,700 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
47 લાખના ગાંજાનું ખેતર પકડાયું
મહિસાગરના માવાની મુવાડી ગામેથી પોલીસે ગાંજાની ખેતી સહિત રૂ.47,40,000નો માલ જપ્ત કર્યો હતો. રૂપા ધીરા પગી તેમજ ખાતુ માના પગી નામના ઈસમોના ખેતરોમાંથી આ માલ પકડાયો હતો.
અમદાવાદ સુધી ગાંજો પહોંચે છે
16 ઓગસ્ટ 2018માં ગોતામાં બોલબાલા હનુમાન મંદિરના આશ્રમમાં રૂ.13,468નો 1.914 કિલો ગાંજો પકડાયો હતો. આશ્રમમાં રહેતા પુજારી મહેન્દ્ર નરસિંહ સાધુ અને તેમનો 21 વર્ષનો પુત્ર દશરથ સાધુ સહિત ત્રણની ધરપકડ કરી હતી. પુજારી મહેન્દ્ર મુળ સુરેન્દ્રનગરના ધારીયાળા ગામનો હતો. ગંજો સુરેન્દ્રનગરથી આવતો હતો.
ખેતી કાયદેસર કરો
વૈચારિક ક્રાંતિ માટે જાણીતા શશી થરૂરે માંગણી કરી છે કે ગાંજાની ખેતીને કાયદેસર કરો. તેનો ઉપયોગ પણ માન્ય કરો. તેથી તેની નુકસાની ઓછી થશે, લાસસંયની ફીથી સરકાર અને ખેડૂતની આવક વધશે, ભ્રષ્ટાચાર નહીં રહે, ગુના ઘટશે. વૈશ્વિક સ્તરે કરવામાં આવેલા સંશોધનમાં જણાયું કે ગાંજો અને ભાંગને કાયદાકિય માન્યતા આપવાથી દેશને અને તમામને લાભ થશે. ગાંજાના ફળ( પોશ ડોડવા)માંથી બનતો પવાડર નશાકારક છે જો આ ઉત્પાદનોને લેબોરેટરી ટેસ્ટિંગ કરીને નક્કી કરેલી માત્રામાં જ લોકો સમક્ષ મૂકાય તો તે અન્ય નશાકારક વસ્તુઓની સરખામણીમાં ઓછી નુકસાન કારક છે. જ્યારે ગાંજાના પાનમાંથી બનતું પીણું અનેક પ્રકારના સંક્રમણ રોગ સામે રક્ષણ આપે છે. ભારતીય કાયદામાં 1985માં પહેલી વાર ભાંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો. 1961માં ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તર પર નાર્કોટિક્સ ડ્રગ સંઘિ પર હસ્તાક્ષર કર્યા હતા. ગાંજો અને ભાંગ કરતાં ગંભીર વસ્તુ ડ્રગ્સ, તમાકુ, દારૂ છે. તેની સરખામણીમાં ગાંજો અને ભાંગ સ્વાસ્થ્યને ઓછું નુકસાન કરે છે. ખેતી અને વેપાર પરના પ્રતિબંધથી ભારત નુકસાન વેંઠી રહ્યાં છીએ. જવાબદાર ખેડૂતો દ્વારા ખેતી કરાવવી જોઈએ. પાકનું લેબોરેટરી ચકાસણી કરી નક્કી કરેલાં કેન્દ્રો પરથી વેચાણ થવું જોઈએ. હાલમાં આ ઉત્પાદનો મળે તો છે પણ તેની ગુણવત્તાની કોઈ ગેરન્ટી હોતી નથી. આમ થતાં કેટલી માત્રામાં લેવું એ જોખમકારક નથી તે નક્કી થઈ શકશે. ભાંગ અને ગાંજા થકી એક નવા ઉદ્યોગને ઉભો કરી શકાશે. અમેરિકાના કોલોરાડો રાજ્યમાં વર્ષ 2017માં 1.5 બિલિયન ડોલર ખેતપેદાશોનું ઉત્પાદન અને વેચાણ થયું હતું. અમેરિકા અને કેનેડા પણ આ ખેત પેદાશોના ઉત્પાદન અને વેચાણને કાનૂની માન્યતા આપવા કવાયત હાથ ધરી છે. ત્યારે વિશ્વભરમાં આ છોડ સૌથી પહેલા ભારતીય ઉપ મહાદ્વિપમાંથી મળી આવ્યા. તે પછી તેને દુનિયાભરમાં ઉગાડવામાં આવ્યા. તો ભારત આ ક્ષેત્રમાં અગ્રેસર રહેવાની મસમોટી તક ગુમાવી રહ્યું છે.
અન્ય રાજ્યોમાં ખેતી ગુજરાતમાં કેમ નહીં
ભારતમાં તેમ છતાં અનેક રાજ્યોમાં ભાંગ ઉગાડાય છે. જે દવા બનાવવા માટે વપરાય છે. ગુજરાતમાં ખેડૂતોને ઉગાડવાની છુટ નથી તે છૂટ આપવી જોઈએ એવું ગુજરાતના ખેડૂતો કહી રહ્યાં છે.
ગાંજા (કેનાબિસ)ના છોડમાંથી ભાંગ અને ચરસ બને છે.
વૈજ્ઞાનિક નામ
ગાંજાના છોડનું વૈજ્ઞાનિક નામ કેનાબિસ સટાઇવા છે. છોડમાંના સક્રિય રાસાયણિક ઘટકોને કેનાબિનોઇસ કહે છે. કેનાબિસ (ગાંજા)માં 3 મહત્ત્વના કેનાબિનોઇડસ હોય છે, જેમાં ટેટ્રા હાઇડ્રોકેનાબિનોલ, કેનાબિડીઓલ અને કેનાબિનોનો સમાવેશ થાય છે. ગાંજાના છોડામાંથી ભાંગ અને ચરસ પણ મળે છે.
——————
5 વર્ષની સજા
May 1st, 2018 નવેમ્બર 2016 ના વર્ષ માં એલસીબી અને એસઓજી નો ચાર્જ સાંભળતા પીઆઈ સચિન પવાર ધનસેરા ચેક પોસ્ટ પર પ્રોહિબિશન અંગેની નાકાબંધી માં હતા ત્યારે બાતમી મળી હતી કે કનખડી ગામમાં પ્રવીણ ચીમન તડવી અને કરમસિંહ સુખલાલ વસાવા પોતાના ખેતર તથા ઘરમાં ગેરકાયદેસર ગાંજા ના છોડ વાવી વેપાર વેચાણ કરે છે જેથી પોલીસે ગત તારીખ 11-11-2016 ના રોજ રેડ કરતા એમની પાસે થી ઘરમાં સૂકો ગાંજો 2.80 કિલોગ્રામ તથા લીલા ગાંજો સાથે કુલ વજન 41.848 કિલોગ્રામ મળી આવેલ જેની કિંમત રૂપિયા 4,18,400/- ગણી કેશ કર્યો હતો ત્યારે આ કેશ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટ ના જજ એન આર જોશી સાહેબ ની કોર્ટ માં ચાલી જતા ફરિયાદી તરફ થી મુખ્ય જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ ની ધારદાર દલીલો અને પુરાવાઓ ને ધ્યાને રાખી કોર્ટે બંને આરોપીઓ માં પ્રવીણ ચીમન તડવી અને કરમસિંહ સુખલાલ વસાવાને પાંચ-પાંચ વર્ષ ની સજા અને દસ-દસ હજાર નો દંડ ભરવા માટેનો હુકમ કર્યો હતો.