ગુજરાતની 2017ની વિધાનસભાની ચૂંટણીનો EVM અને VVPET વિવાદ હજુ અદાલતમાં ચાલી રહ્યો છે. ત્યારે આ મુદ્દે સમગ્ર દેશમાં ઝૂંબેશ શરુ થઈ છે.
લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)માં ગરબડ હોવાનો આરોપ લગાવી રહી છે. ચૂંટણી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાની માંગ અંગે સોમવારે 15 વિપક્ષી દળોનાં નેતા ચૂંટણીપંચ પાસે પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જૂન ખડગે અને TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ કહ્યું કે, અમે પેપર બેલેટથી ચૂંટણી કરવાની માંગ કરી છે. જો આવું શક્ય ન હોય તો પંચ સામાન્ય ચૂંટણીનાં પરિણામો પહેલા ઓછામાં ઓછા 50% EVM અને વીવીપેટની ચકાસણી કરે.
વિપક્ષી દળોની બે બેઠકોમાં નવી રણનીતિ
1.EVMમાં ગરબડનો આરોપ લગાવી વિપક્ષ પહેલા પેપર બેલેટથી ચૂંટણી કરવાની માંગ કરી રહ્યો છે. જો કે, ચૂંટણીપંચે સ્પષ્ટતા કરી હતી કે EVM અને વીવીપેટમાં છેડછાડ શક્ય નથી. તેમજ હવે જુની સિસ્ટમથી ચૂંટણી કરવી શક્ય નથી. ત્યારબાદ વિપક્ષી દળોએ ગત દિવસોમાં થયેલી બે બેઠકોમાં આ મુદ્દા અંગે રણનીતિ તૈયાર કરી અને 50% વીવીપેટની સરખામણી EVM સાથે કરવાની માંગ કરી હતી.
15 દળોનાં નેતા ચૂંટણીપંચની મુલાકાતે
2.ચૂંટણીપંચ પાસે પહોંચેલા નેતાઓમાં કોંગ્રેસનાં ગુલામનબી આઝાદ, મલ્લિકાર્જૂન ખડગે, અહેમદ પટલ, આનંદ શર્મા, TDP પ્રમુખ ચંદ્રબાબુ નાયડુ, એનસીપીના માજિદ મેનન, તૃણમૂલનાં ડેરેક ઓ’બ્રાયન, સપાનાં રામગોપાલ યાદવ, બસપાનાં સતીશ ચંદ્ર મિશ્રા. નેશનલ કોન્ફરન્સનાં ઉમર અબ્દુલ્લા, સીપીએમનાં મોહમ્મ્દ સલીમ અને ટીકે રંગરાજન, RJDનાં મનોજ ઝા, AAPનાં સંજય સિસોદીયા, સીપીઆઈનાં ડી રાજા, જેડીએસનાં દાનિશ અલી, આરએસપીનાં એનકે પ્રેમચંદ્રન, એઆઈયૂડીએફનાં બદરુદ્દીન આઝમ, એનપીકેનાં કેજી કેન્ય પણ સામેલ હતા.