ગુજરાતની દેશ ભક્તિ કાશ્મીરી ચરસમાં સમાણી, શામળાજી નાકું દેશ વિરોધી કેમ ?

ચરસી નાકું  – દિલીપ પટેલ – ખાસ અહેવાલ

દમ મારો દમ દેશ કે નામ

શામળાજી ગુજરાત રાજસ્થાનની સરહદે આવેલું રાષ્ટ્રીય ધોરી માર્ગનું પ્રવેશ દ્વાર છે. હરિયાણા દિલ્હી અને રાજસ્થાનથી વિદેશી પ્રકારનો દારૂ કે અન્ય કેફી દ્રવ્ય ગુજરાતમાં ઘુસાડવા માટે શામળાજી ખુબ સરળ રસ્તો બની ગયો છે. રાજસ્થાનમાંથી રતનપુર-શામળાજી માર્ગે દારૂ તો ઘુસાડવા માટે કુખ્યાત છે હવે ચરસ માટે પણ બદનામ થઈ ગયું છે. કાશ્મીરી વિરૂદ્ધ દેશભરમાં આંદોલન રાજકીય નેતાઓએ શરૂ કર્યું છે. પણ કાશ્મીરથી ગુજરાતમાં નિયમિત રીતે અબજો રૂપિયાનો ચરસનો જથ્થો ગુજરાતના લોકો ખરીદી રહ્યાં છે. ત્યાં ક્યારેય દેશ પ્રેમ જોવા મળતો નથી. શામળાજી ભગવાન કૃષ્ણના મંદિર માટે જાણીતું છે. પણ હવે આ નાકું ચરસી બની ગયું છે. અહીંથી દર વર્ષે હજારો કિલો ચરસ અહીંથી આવે છે પણ પકડાય છે બહુ ઓછું. ચરસનો વપરાશ કરનારા શહેરી વિસ્તારો છે તે ભાજપને મત આપીને સરકાર બનાવે છે. ગામડામાં ચરસનો વપરાશ નથી. આ વધું ચસર કાશ્મીરથી આવે છે.

રૂ.25 લાખનું એક કિલો ચરસ ખરીદીને ગુજરાતના લોકો કાશ્મીરની હાલત બગડી રહ્યા છે, તેમાં મદદ કરી રહ્યાં છે. કાશ્મીરથી અમદાવાદ વાયા શામળાજી ચેક પોસ્ટથી 12 વર્ષથી ચરસ લાવતો અમદાવાદના શાહઆલમનો અશરફખાન શેરખાન પઠાણ 2016માં પકડાયો હતો. ચરસ ગુજરાતમાંથી પકડાય છે, તેનું  પગેરું કાશ્મીરથી મળે છે.

400 કિલો પકડાયું, ન પકડાયું એવું કેટલું ?

2013થી 2018 સુધીમાં 400 કિલો જેવું ચરસ પકડાયું છે. જેની હાલની કિંમત રૂ.100 કરોડની છે. જે પકડાઈ છે તે માત્ર 1 ટકો હોય છે. તે અંદાજ પ્રમાણે 5 વર્ષમાં ગુજરાતમાં રૂ.10,000 કરોડનું ચરસ વપરાયું હોવાનું અનુમાન લગાવી શકાય તેમ છે. તે બધું જ કાશ્મીરથી આવ્યું છે.

શહેરોમાં ચરસ અને ગામડાઓમાં ગાંજો

નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટમાં સૌથી વધુ ડ્રગ્સનો ઉપયોગ થાય છે. મોટા શહેરોમાં પાર્ટીની આડમાં તેમજ સ્કૂલ-કોલેજ કેમ્પસની આજુબાજુ યુવાઓ ડ્રગ્સનો ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે ગુજરાત અને તેની સરહદના રાજ્યોના ખેતરોમાં પાકતો ગાંજો ગામડામાં લોકો વાપરી રહ્યાં છે. આમ કાશ્મીર માટે ગુજરાતના શહેરી વિસ્તારો વધું જવાબદાર છે. ગુજરાતના શહેરોમાં વિધાનસભા અને લોકસભાના સૌથી વધું સભ્યો ભાજપના ચૂંટાય છે. હવે દેશ ભક્તિની વ્યાખ્યા અંગે ફરી વિચારવું પડશે.

કાશ્મીર માટે ગુજરાતના ચરસી જવાબદાર

આમ કાશ્મીરમાં જે સ્થિતી ઊભી થઈ છે. તેમાં ગુજરાતના ચરસીઓનો મોટો હાથ છે. તેઓ તેમની આર્થિક સ્થિતી મજબૂત કરે છે અને મોટી રોજગારી આપે છે. ચરસ વાપરનારા ગુજરાતના શહેરો છે. જે ભાજપ સાથે છે. ગામડાઓમાં કાશ્મીરી ચરસ વપરાતું નથી.

ચરસનો નશો કરવાની રીત

2019

જમ્મુ કાશ્મીરના ઉરીના રહેવાસી મુસ્તાક અને જાહિદ પાસેથી રૂ.3 કરોડનું 12 કિલોગ્રામ ચરસ 3 માર્ચ 2019માં મળી આવ્યું હતું. કારની પાછળની લાઈટ નજીક જગ્યા બનાવીને ચરસનો જથ્થો છુપાવ્યો હતો.

2018

શામળાજી નજીક આવેલા વાટાડા ટોલપ્લાઝી પાસેથી કાર જીજે-1-એચએન-3476માં ચોરખાનું બનાવી રાજસ્થાનના રસ્તે થઈ અમદાવાદ લઇ જવાતો રૂ.2 કરોડની કિંમતનો 13 કિલો ચરસનો જથ્થો 2 ઓગસ્ટ 2018માં ઝડપી પાડવામાં આવ્યો હતો. કાશ્મીરીના ઇકબાલ ઇબ્રાહિમ શેખની ધરપકડ કરી હતી. ઇકબાલ શેખને આગાઉ 2001 દરમિયાન ચરસના ગુનામાં સજા થઈ હતી.

2017

શામળાજી નજીક ખાનગી લક્ઝરી બસમાંથી બે ડ્રગ્સ એજન્ટ કરીમ હયાત અને અજય પાંડુરંગની ધરપકડ કરી હતી. બંને પાસેથી રૂ.1.5 કરોડની કિંમતનો 14.884 કિલો કાશ્મીરી ચરસનો જથ્થો 20 મે 2017માં મળ્યો હતો.

2017

દિલ્હીથી ભરૂચ લઈ જવાતો રૂ.30 લાખનું 6 કિલો ચરસ શામળાજી પાસે પકડાતા ઉત્તર પ્રદેશના સકીલ અહેમદ, અમલમ સફી અને વડોદરાનો સલીમ શકિર મળી 3ની ધરપકડ 14 ફેબ્રુઆરી 2017માં કરવામાં આવી હતી. પીકઅપ ડાલાના ડ્રાયવરની સીટની સામેની બાજુમાં ખાસ બોક્સ બનાવી તેમાં ચરસ રખાયુ હતું.

2011

શામળાજી પાસે રતનપુર ચેકપોસ્ટ પરથી રૂ.29 લાખનું ચરસ મુંબઈ પાર્સિંગની કારમાંથી 28.975 કિલો  7 એપ્રિલ 2011માં ઝડપાયું હતું. સીટ નીચે સંતાડેલા

2009

અરવલ્લી જિલ્લામાં વર્ષ 2009માં શામળાજી ચેકપોસ્ટ પાસેથી જમ્મુ-કાશ્મીરના અબ્દુલ રસીદખાન અકબરખાન પાસેથી 89 કિલો ચરસનો જથ્થો ટ્રકમાંથી પકડાયો હતો. જેમાં 10 વર્ષની સજા મોડાસા અદાલતે કરી હતી.

2002

2018 સપ્ટેમ્બરમાં અમદાવાદ માંથી 21 કિલો 935 ગ્રામ ચરસનો જથ્થો કાશ્મીરના મહમદ અશરફ રસી પાસેથી ઝડપી પાડયો હતો.

2011

અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી શાહપુરના જુનેદ શેખ, કાશ્મીરના પુંચ જિલ્લાના મહોમંદ કુરેશી અને ઈશ્તીયાક અઝીઝને 110  કિલો ચરસ સાથે પકડી પાડયા હતા. કાશ્મીરના મહોમંદ કુરેશી અને ઈશ્તીયાકને પંદર વર્ષની સજા કરી હતી.

ગુજરાતમાં 400 કિલો ચરસ ક્યારે પકડાયું ?

13-2-13 કિલો 16

01-5-13 ચરસ 3.120 કિલો

06-7-13 ચરસ 20.660 કિલો

05-10-13 ચરસ 46.740 કિલો

27-11-13 ચરસ 13.320 કિલો

22-2-14 ચરસ 25.31 કિલો

26-3-14 ચરસ 05.530 કિલો

10-4-14 ચરસ 550 ગ્રામ

28-6-14 ચરસ 17.650 કિલો

19-7-14 ચરસ 15.090 કિલો

2/3-1014 ચરસ 3 કિલો

11-10-14 ચરસ 7 કિલો

17,18-11-14 ચરસ 10 કિલો

10-5-15 ચરસ 3.004 કિલો

06-10-15 ચરસ 6.185 કિલો

13-1-16 ચરસ 3.955 કિલો

13-6-16 ચરસ 2 કિલો

25-6-16 ચરસ 14.941 કિલો

09-12-16 ચરસ 3 કિલો

22-1-17 ચરસ 560 ગ્રામ

13-2-17 ચરસ 6.050 કિલો

19,20-5-17 ચરસ 14.854 કિલો

7-11-17 ચરસ 5.390 કિલો

10-11-17 ચરસ 10 કિલો

12-12-17 ચરસ 4.462 કિલો

14-2-18 ચરસ 9.363 કિલો

16-3-18 ચરસ 14.168 કિલો

4,5-5-18 ચરસ 8.879 કિલો

25-5-18 ચરસ 10.043 કિલો

શું છે ચરસ

કેનાબીસ ઈ(ન્ડકાના માદા છોડના ફૂલમાંથી ગાંજો બનાવવામાં આવે છે. એમાં 15થી 25 ટકા નશીલું દ્રવ્ય હોય છે. મરીજુઆના તરીકે પણ ઓળખાતો આ પદાર્થ (ગાંજો) ધૂમ્રપાન વાટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે છોડની ડાળી અને પાનમાંથી ‘રેઝિન્સ બનાવવામાં આવે ત્યારે ચરસ અથવા હશીશ બને છે. જેમાં 35 થી 40 ટકા નશીલાં દ્રવ્ય હોય છે. આનો ઉપયોગ પણ ધૂમ્રપાન વાટે થાય છે. હુકકા કે પાઈપમાં આ ચરસ નાખીને એનો ધુમાડો શ્વાસમાં ભરી લેવામાં આવે છે. મોં વાટે ભાંગ કે મજુન લીધા પછી અડધા કલાકમાં એની અસર શરૂ થાય અને બે-ત્રણ કલાક સુધી રહે છે. શ્વાસમાં ગાંજો કે ચરસ લીધા પછી તરત એની અસર શરૂ થઈ જાય છે અને અડધા-એક કલાક સુધી રહે છે. થોડા પ્રમાણમાં આ નશીલાં દ્રવ્યો લેવાથી આંનદ અને સુખ-શાંતિનો અનુભવ થાય છે. વ્યક્તિ વધુ વાતચીત કરવા લાગે છે. વધુ પડતું બેહદ હસવાનું જોવા મળે છે.

ખતરો શું

ચરસ-ગાંજો કે ભાંગ લેવાથી આંખ લાલ થઇ જાય છે, અને હ્રદયના ધબકારા વધી જાય છે. હ્રદયરોગના દર્દીમાં એન્જાઇનાનો કે હ્રદયરોગનો હુમલો લાવવા માટે ચરસ-ગાંજો જવાબદાર બની શકે છે. ફેફસાંને નુકસાન કરવામાં આ પદાર્થો ફાળો આપે છે. ઊંઘ આવી ગયા પછી સામાન્ય રીતે નશો ઉતરી જાય છે. કયારેક નશાને કારણે આનંદનો અનુભવ થવાને બદલે દુ:ખ અને શત્રુતાનો અનુભવ થાય એવું પણ બને છે. લાંબો સમય સુધી નિયમિત ચરસ-ગાંજાનું સેવન કર્યા પછી અચાનક એ લેવાનું બંધ કરી નાંખવામાં આવે તો, ધ્રુજારી, પરસેવો, ઊબકા, ઊલટી, ઝાડા, બેચેની, ચીડિયાપણું, ભૂખ મરી જવી, ઊંઘ ન આવવી વગેરે જોવા મળે છે. આ બધી તકલીફ દારૂ કે અફીણ છોડનારાને થતી તકલીફ કરતાં ઘણી ઓછી છે અને આ વ્યસન છોડવા માટે કોઇ દવા કે સારવારની મોટે ભાગે જરૂર પડતી નથી. દ્દઢ મનોબળથી નિષ્ચય કરીને કાયમ માટે આ વ્યસન છોડી શકાય છે.

(દિલીપ પટેલ)