ગુજરાતની પહેલી બે બહેનો અનુજા અને અદિતી સાથે 518 લોકોએ એવરેસ્ટ સર કર્યો

સુરતની બે બહેનો અનુજા વૈદ્ય અને અદિતી વૈદ્યએ વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું સાહસ કરીને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. 14 પર્વતારોહકો અને 25 શેરપાની સાથે અદિતી અને અનુજાએ એવરેસ્ટની ટોચ પર પહોંચીને ગુજરાત સાથે સુરતને ગર્વ અપાવ્યું છે. 29 હજાર ફૂટ ઊંચાઈએ આવેલા હિમાલયના માઉન્ટ એવરેસ્ટ ઉપર પહોંચતા 40 દિવસ થયા હતા. એવરેસ્ટ સર કરનારી ગુજરાતની પ્રથમ મહિલાઓ બની છે. ગુજરાતના જાણીતા વૈદ બાપાલાલ વૈદ્યની પ્રપોત્રીઓ છે. આ વર્ષે 518 અને અત્યાર સુધી 4 હજાર લોકો એવરેસ્ટ પર જઈ આવ્યા છે.

30 માર્ચ 2019થી શરૂઆત કરી

સુરતની 25 વર્ષની અદિતી વૈદ્ય અને 21 વર્ષની અનુજા વૈદ્યના 30મી માર્ચના રોજ એવરેસ્ટ બેઝ કેમ્પ પરથી રવાના થઇ હતી. 22મી મેના રોજ એવરેસ્ટ સર કરી લીધો હતો. અનુજા અને અદિતીએ 4 મેના રોજ કાઠમાંડુથી નિકળ્યા હતાં અને 6 મે સુધીમાં એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચવા માટેના ટ્રેકિંગની શરૂઆત કરી હતી. એક કેમ્પ પરથી બીજા કેમ્પ પર જવા માટે 6 કલાકનો સમય લાગ્યો હતો. 21મી મેના રોજ છેલ્લાં બેઝકેમ્પી એવરેસ્ટ સમીટ માટે નિકળ્યા હતાં. અને 22મી મેના રોજ 29 હજાર ફૂટ ઊંચાઈ પર સવારે પાંચ વાગે પહોંચી ગઈ હતી. સફળતા મેછવવા માટે 8 મહિના તૈયારી કરી હતી.

આફત 

22 કિલો વજનના વિવિધ ઈક્વિપમેન્ટ સાથે હતું. ફુલ સુટ 12kg, બેગ વજન 2.5kg,  જેકેટ 3kg, શુઝ 3kg, ક્રેમ્પોન 1.5kg વજન હતું. વાતાવરણની અનેક વિકટ સમસ્યાઓ અને હવામાન વચ્ચે અવરોધો પણ આવ્યા હતાં. માઇનસ 20-40 ડિગ્રી તાપમાન ઓક્સિજન બોટલ સાથે ચઢવાનું હતું. ફેની વાવાઝોડાના કારણે બેઝકેમ્પ પર પરત ફર્યા હતા.  સતત સ્નો ફોલ થતો હતો. સતત બરફનું તોફાન હતું. ખોરાકની મોટી સમસ્યા હતી. તેથી ખજુરના લાડુ અને ગોળ, સુંઠ તેમજ ઘીમાંથી બનાવેલી ગોળી સાથે રાખી હતી. તેના દાદા બાપાલાલ વૈદ સુરતમાં મોટું નામ છે. તેથી આવો પૌષ્ઓટીક આહાર તેમણે નક્કી કર્યો હતો. સુંઠ-ખજુરની એનર્જી જ તેમને મહત્તમ કામમાં લાગી હતી.

માઉન્ટ એકોન્ટાગુવા સર કર્યું 

સાઉથ અમેરિકાના આર્જેન્ટીના ખાતે 23 હજાર ફૂટની ઉંચાઇ ઉપર આવેલા માઉન્ટ એકોન્ટાગુવા નામના શીખરને અદિતી અને અનુજાએ ફેબ્રુઆરી 2019માં સર કર્યું હતું. એવરેસ્ટ સર કરવા માટે પહેલાં પ્રેક્ટિસ માટે લેહ-લદ્દાખના સ્ટોક કાંગરી પર્વત પણ સર કર્યો હતો. તેમજ ફેબ્રુઆરીમાં સાઉથ અમેરિકાનો અેકોનકાન્ગુઆ પર્વત સર કર્યો હતો.

પ્રેરણા 

અદિતી અને અનુજાના પિતા ડો.આનંદ વૈદ્ય અને માતા અનીતાબેનને એડવેન્ચરનો શોખ છે. એટલે નાનપણથી જ બન્ને પુત્રીઓ તેમની સાથે નાના મોટા પહાડો પર જાય ત્યારે સાથે આવતી હતી. દુર્ગમ પહાડીના પ્રવાસોના અવરોધ કેવા હોય અને તેનો સામનો કઇ રીતે કરવો એ બન્ને બહેનોને ખ્યાલ હતો. માઉન્ટેનીંગની તાલિમ લેવા માટે બન્ને બહેનો ઉત્તર કાશી ગઇ હતી. ઉત્તરાખંડની નેહેરુ ઈન્સ્ટીટ્યુટમાં ટ્રેકિંગનો પ્રોફેશનલ કોર્સ પણ કર્યો હતો. જ્યાં બેઝીક તાલિમ લીધા બાદ તેમણે નિશ્ચય કર્યો હતો કે એવરેસ્ટ પર ચઢવું. આ તેનું સ્વપ્ન બની ગયું હતું.

એવરેસ્ટ સર કરનાર ભારતના પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ હતા. બચેન્દ્રી પાલના જીવનમાંથી બન્નેએ પ્રેરણા મેળવી હતી.

ખર્ચ

નેપાળ સરકારે રૂ.7.50 લાખ મંજૂરી આપવા માટે ફી પેટે લીધા હતા. મંજૂરી આપતા પહેલા સરકાર એ ચેક કરે છે કે ભૂતકાળમાં ક્યારેય કોઈ પહાડ સર કર્યો છે કે, નહીં ? ચઢાણ કરવા માટે સક્ષમ છે કે નહીં ? એવરેસ્ટ સર કરવા માટે વ્યક્તિદીઠ રૂ.45 લાખનો ખર્ચ થાય છે.  જેમાં પરમિટ, ફૂડ અને ચઢાણ માટેના ઈક્વિપમેન્ટનો ખર્ચ થાય છે. સૌથી વધારે ખર્ચ ઈક્વિપમેન્ટ માટે થાય છે. ટ્રેકિંગ માટેના ઈક્વિપમેન્ટ જાપાનથી ખરીદ્યા હતા. ગુજરાત સરકારના સાંસ્કૃત્તિક અને ખેલકૂદ વિભાગ દ્વારા બંને બહેનોને વ્યક્તિદીઢ રૂ.15 લાખ આપશે.

સરળતા 

એવરેસ્ટ ચઢવો એ હવે સામાન્ય પર્વિત પર ચઢવા જેવું સરળ થઈ ગયું છે. કારણ કે એકલાએ જવાનું નથી હોતું. ગૃપ સાથે શેરપા સાથે જવાનું હોય છે. જ્યાં વર્ષે અનેક લોકો ચઢે છે. આપણે તો ઘણી વખત ગિરનારનો પર્વત ચઢવા માટે પણ ઘણી વખત વિચાર કરીએ છીએ. પણ 48 વર્ષીય કામી રીતા શેરપા 22 વખત દુનિયાના સૌથી ઊંચા માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનો વિક્રમ ધરાવે છે.

4000 લોકો એવરેષ્ટ ચઢી આવ્યા

કાઠમાંડુથી વિશ્વના સૌથી ઉંચા પર્વત પર પહોંચનાર પર્વતારોહીયોની સંખ્યામાં 2019માં વધારો થયો છે. 1953માં એવરેસ્ટ સર કરનાર એડમન્ડ હિલેરી અને તેનજિંગ નાર્જે પહેલાં પર્વતારોહી હતાં. હિમાલયન ડેટા બેઝ અનુસાર ત્યારથી અત્યાર સુધી 4000 પર્વતારોહી માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટે પહોંચી ચૂક્યાં છે. છેલ્લાં કેટલાક વર્ષોમાં પર્વતારોહીઓની સંખ્યામાં રેકોર્ડ વૃદ્ધિ જોવા મળી છે.

આ વર્ષે 518 લોકોએ એવરેસ્ટ સર કર્યો

2019માં 378 પર્વતારોહીઓને એવરેસ્ટ માટે મંજૂરી આપવામાં આવી છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. 2017માં 373 લોકોને મંજૂરી આપવામાં આવી હતી. આ વર્ષે માઉન્ટ એવરેસ્ટ ચડનારી મહિલાઓની સંખ્યા સૌથી વધુ છે. નેપાળ ઉપરાંત કેટલાક લોકો તિબ્બતવાળા માર્ગેથી પણ એવરેસ્ટ માટે ચઢે છે. આ વખતે ઉત્તરી તિબ્બતના રસ્તેથી યાત્રા કરનારાઓની સંખ્યા 140 છે. આમ કુલ 518 લોકો આ વખતે એવરેસ્ટ ચઢી આવ્યા છે. 2019માં એવરેસ્ટ ચઢવા માટે પરમીટ આપવાને બદલામાં સરકારે 4 મિલિયન અમેરિકન ડોલરની આવક મેળવી છે.

5ના મોત

2018માં 807 પર્વતારોહી 5 લોકોના મોત થયાં હતાં. નેપાળ સરકાર બિઝનેસ પર ધ્યાન આપી રહી છે. સરકાર સંખ્યા સીમિત કરવાના વિકલ્પ પર વિચાર નથી કરી રહી. આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા નેપાળની સરકાર માટે આ રકમ પણ ઘણું મહત્વ ધરાવે છે. એવરેસ્ટ પર જમા થયેલા લગભગ ૧૦૦૦૦ ટન કચરાની સફાઈ માટે નેપાળે એક ટીમ બનાવી છે.

khabarchhe.com
khabarchhe.com
khabarchhe.com
khabarchhe.com
khabarchhe.com

એડમંડ હિલેરી 

એવરેસ્ટ શિખરને પાર કરનાર પ્રથમ વ્યક્તિ સર એડમંડ હિલેરી હતા. 20 જુલાઈ 1919માં ન્યુઝીલેન્ડ ઓકલેંડમાં જન્મ થયો હતો. મૃત્યુ 11 જાન્યુઆરી 2008માં થયું હતું.

તે હાઈસ્કૂલમાં હતા ત્યારથી તેમણે પહાડો પર ચઢવું શરૂ કરી દીધું હતું. વિશ્વાસનું જ પરિણામ હતું. દુનિયાના સૌથી ઊંચા પહાડ માઉન્ટ એેવરેસ્ટ ફતેહ કરીને વીસમી સદીના સૌથી મહાન પર્વતારોહી બનાવી દીધા. તે દ્વિતીય વિશ્વયુદ્ધમાં પાયલટ રહ્યા. માત્ર 16 વર્ષની ઉંમરમાં તે પર્વતા રોહીઓના દળમાં સામેલ થઈ ગયા હતા.

મધમાખી ઉછેરનારો કમજોર દેખાતો ન્યુઝીલેન્ડના શિખરો ચઢ્યા પછી એલ્પ્સ પહાડોને ફતેહ કર્યા. એના પછી તેમની નજર હિમાલય ઉપર ગઈ. તેમણે હિમાલયના 20 હજાર ફૂટ ઉંચા શિખરોને ફતેહ કરી લીધા. એવરેસ્ટ ફતેહ કરવા માટે ઘણા દેશોના પર્વતારોહીઓ પ્રયાસ કરેલો પરંતુ નિષ્ફળ રહ્યા હતા.

1953માં વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચઢવાનું લક્ષ્ય લઈને બ્રિટિશ પર્વતારોહીઓનું અભિયાન શરૂ કર્યું. હિલેરી પણ આમાં સામેલ થઈ ગયા. હિલેરીની પ્રતિભા જોઈને આ એવરેસ્ટ એક્સપીડિશનના નેતા સર જોન હટ ઘણા પ્રભાવિત થયા. આજૂથ સાઉથ થીક પહોંચ્યું તો મોટા ભાગના સભ્યો પર થાક એટલો હાવી થઈ ગયો કે તેઓએ પાછા ફરવાનો નિર્ણય કરી લીધો. માત્ર બે લોકો ડગ્યા નહીં. એક એડમંડ હિલેરી અને બીજા નેપાલી શેરપાતે નસિંગ નોર્ગે.

એવરેસ્ટ પર 29 મે 1953માં પ્રથમ પગલું તેમણે રાખ્યું. હિલેરી અને તેન સિંગે એવરેસ્ટ પર માત્ર 15 મિનિટ વીતાવી હતી. આદરમ્યાન હિલેરીએ તેનસિંગનો ફોટો ખેંચ્યો. એવરેસ્ટને સન્માનપૂર્વક તેમણે પોતાના ગાળામાં પહેરેલો ક્રોસ ઉતરીને ચઢાવ્યો. શરૂમાં હિલેરી અને તેનસિંગે કહ્યું હતું કે અમે બંને એ એવરેસ્ટ પર એક સાથે કદમ રાખ્યો પરંતુ 1986માં તેનસિંગના મૃત્યુબાદ હિલેરીએ ખુલાસો કર્યો કે હુંતેન સિંગથી લગભગ 10 ફૂટ આગળ હતો.

હિલેરીએ આ આશ્ચર્ય જનક કારનામાનું એલાન બ્રિટનમાં ત્યારે કર્યું જ્યારે મહારાણીની તાજપોશી થવાની હતી. હિલેરી ન્યુઝીલેન્ડના હતા એટલા માટે તેકોમનવેલ્થના નાગરિક થયા તેથી બ્રિટને પણ આ ખાસ પ્રસંગને એક સિદ્ધિ રૂપે મનાવ્યો. હિલેરીને નાઈટહુડની ઉપાધિ આપવામાં આવી. આના પછી આગામી બેદાયકામાં હિલેરીએ હિમાલયમાં 10  અન્ય શિખરો સર કર્યા.

કોમનવેલ્થ ટ્રાન્સ અન્ટાર્ટિક એક્સપીડિશન હેઠળ 1958માં દક્ષિણી ધ્રુવ સુધી પણ પહોંચ્યો. 1977માં જેટબોટ અભિયાનનુ નેતૃત્વ કરતા તે ગંગા નદીના પ્રવાહથી તેના ઉદ્દમ સ્થળ સુધી પહોંચ્યા. નેપાળ અને શેરપાઓ માટેતેમણે ઘણા કામ કર્યા. આનાથી પ્રભાવિત થઈને એવરેસ્ટ સર કરવાની 50મી વર્ષ ગાંઠ પર નેપાળ સરકારે તેઓને પોતાની નાગરિકતા પ્રદાનકરી હતી. તે ભારતમાં 2 વરસ સુધી ન્યુઝીલેન્ડના ઉચ્ચાયુક્તમાં પણ રહ્યા હતા. હિલેરીનું નિજીજીવન 1975માં વિખેરાઈ ગયું હતું. જ્યારે એક વિમાન દુર્ઘટનામાં તેમની પત્ની અને દીકરીનું મોત થઈ ગયું. આસદમાથી બહાર આવતા તેઓને ઘણો લાંબો સમય લાગી ગયો. 11 જાન્યુઆરી 2008માં તેઓનું 88 વર્રષે અવસાન થયું હતું.