ગુજરાતની મુલાકાતે વડાપ્રધાન આવશે

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 23 ઓગષ્ટે એક દિવસ ની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે .ત્યારે તેમની આ એક દિવસની મુલાકાત ને સૂચક મુલાકાત માનવામાં આવી રહી છે. જોકે વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ તેમજ પદવીદાન પ્રસંગે ગુજરાત આવી રહેલા નરેન્દ્ર મોદી નો કાર્યક્રમ પી એમ ઓ દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યો છે.
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ આગામી ૨૩ ઓગસ્ટે સવારે 8:30 કલાકે તેઓ દિલ્હીથી સીધા સવારે 10:15કલાકે સુરત એરપોર્ટ પર આવશે અને ત્યાંથી વાયુસેનાના વિશેષ હેલિકોપ્ટર દ્વારા વલસાડ હેલીપેડ ખાતે 10:50 આવશે .અને ત્યાંથી બાય રોડ તેઓ 11:00કલાકે વલસાડ પોગ્રામ સ્થળે જવા રવાના થશે. ત્યારબાદ તેઓ વલસાડ થી12:30 કલાકે તેજ હેલિકોપ્ટર દ્વારા જુનાગઢ જવા રવાના થશે .ત્યાંથી તેઓ બાય રોડ કાર્યક્રમ સ્થળે જશે. જ્યાં તેઓ બપોરે 2:15 કલાકે એગ્રીકલ્ચર યુનિવર્સીટીના કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યારબાદ તેઓ 3:30કલાકે પાટનગર ગાંધીનગર ખાતે જવા રવાના થશે .જ્યાં તેઓ સચિવાલય હેલીપેડ ખાતે ઉતરાણ કરી સાંજે 5:15કલાકે ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં હાજરી આપશે. જ્યાં તેઓ 1 કલાક જેટલો સમય વિતાવશે .અને ત્યારબાદ તેઓ 6:40 કલાકે રાજ ભવન જશે જ્યાં તેઓ સાંજના 7:45 કલાક જેટલુ રોકાણ કરશે.
નરેન્દ્ર ભાઈ મોદી આ રોકાણ દરમ્યાન મુખ્યમંત્રી વિજય રૂપાણી મંત્રી મંડળ તેમજ પ્રદેશ ભાજપના અગ્રણી હોદ્દેદારો સાથે બેઠક કરશે. અને રાજ્યપાલ દ્વારા આયોજિત ડિનર ડિપ્લોમસીમા હાજરી આપશે. ત્યારબાદ તેઓ રાજ ભવન થી બાય રોડ અમદાવાદ એરપોર્ટ ઉપર જશે અને ત્યાંથી તેઓ 8:50 કલાકે તેમના વિશેષ હવાઈ જહાજ દ્વારા દિલ્હી રવાના થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આવી રહેલી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને નરેન્દ્રભાઈ મોદીની આ મુલાકાત રાજકીય રીતે ખુબ જ અગત્યની માનવામાં આવી રહી છે .
તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાં અંદરખાને ચાલી રહેલો અસંતોષ ખાળવા ,ભાજપ ના ધારાસભ્યો ની નારાજગી , તેમજ પાટીદાર અનામત આંદોલન જેવા વિવિધ મુદ્દે પરામર્શ કરવામાં આવશે તેમ મનાઈ રહ્યું છે, આ ઉપરાંત નરેન્દ્ર ભાઈ મોદીની ગુજરાત મુલાકાત પહેલા રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા તંત્ર હાલ કામે લાગી ગયું છે, સાથે સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ દેશના વડાપ્રધાનની ગુજરાત મુલાકાત અંગે તંત્ર અને માર્ગદર્શન આપી તૈયારીઓની સમીક્ષા પણ કરી રહ્યા છે