ગુજરાતનું ગૌરવ, દુનિયાના 100 મહાન સ્થળોમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો સમાવેશ, PM મોદીએ ખુશી વ્યક્ત કરી

દુનિયાના પ્રસિદ્ધ અમેરિકન TIME મેગઝીને વિશ્વના 100 મહાન સ્થળોને યાદી જાહેર કરી છે, જેમાં કેવડીયા કોલોનીમાં આવેલા સરદાર પટેલનાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિનો પણ તેમાં સમાવેશ કરાયો છે, થોડા દિવસો અગાઉ અહી એક જ દિવસમાં 34000 લોકોએ સ્ટેચ્યૂં ઓફ યુનિટિની મુલાકાત કરતા નવો રેકોર્ડ બનાવ્યો હતો. ગુજરાતના આ ગૌરવને વૈશ્વિક ઓળખ મળતા પીએમ મોદીએ ટ્વિટ કર્યુ છે કે, શાનદાર, TIME મેગઝીને સ્ટેચ્યૂં ઓફ યુનિટીને 100 મહાન સ્થળોની યાદીમાં સામેલ કર્યુ છે, તેમને ખુશી વ્યક્ત કરીને દેશને શુભેચ્છા પાઠવી છે.

સ્ટેચ્યૂં ઓફ યુનિટી દુનિયાની સૌથી ઉંચી 182 મીટરની પ્રતિમા છે, અંદાજે 3000 કરોડ રૂપિયાના ખર્ચે મોદી સરકારે આ પ્રતિમા તૈયાર કરાવી છે અને હવે તે ટુરિઝમ હબ બની ગયું છે, હજારો લોકો અહીની મુલાકાત લઇ રહ્યાં છે, ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને આઝાદીના લડવૈયા સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને વૈશ્વિક ઓળખ મળતા આજે દેશ આખો ગર્વ અનુભવી રહ્યો છે.

નોંધનીય છે કે ટાઇમ મેગેઝિનની યાદીમાં સ્ટેચ્યૂં ઓફ યુનિટિ ઉપરાંત મુંબઈના 11 માળના ફેશનેબલ સોહો હાઉસને પણ સ્થાન મળ્યું છે, ઉપરાંત ચાડના જોકુમા નેશનલ પાર્ક, ઈજિપ્તની લાલ સાગર પર્વતમાળા, વોશિંગ્ટનનું મ્યૂઝિયમ, ન્યૂયોર્ક સિટીનો ધ શેડ અને ભૂટાનની સિક્સ સેન્સિસ હોટલને પણ સ્થાન પ્રાપ્ત થયું છે.