ગુજરાતનું પહેલું ખાનગી હવાઈ મથક બે વિમાન સાથે સીલ

મહેસાણા હવાઈ મથક બે વિમાનો સાથે સીલ મારી દેવામાં આવ્યું છે. પાલિકાનો વેરો ચૂકવેલો ન હોવાથી સીલ મારી દેવામાં આવ્યું હોવાથી કંપનીના સંચાલક અમિત ચક્રવર્તી મહેસાણા નગર પાલિકા ખાતે દોડી ગયા હતા. અહીં હાલ 40 વિદ્યાર્થીઓ પાયલટની તાલીમ લઈ રહ્યાં છે. છેલ્લાં 10 વર્ષથી વેરા માટે વિવાદ ચાલી રહ્યો છે. તે સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના વતનના જિલ્લાનું હવાઈ મથક ખાનગી કંપનીને આપી તો દીધું પણ તે પ્રોજેક્ટ આખરે નિષ્ફળતા તરફ ધકેલાઈ રહ્યો છે.

પ્રથમ ખાનગી-જાહેર સાહસ

મહેસાણામાં આવેલું ગુજરાતનું પ્રથમ ખાનગી અને જાહેર ક્ષેત્રનું હવાઈ મથક તેના કંપની અને મહેસાણા નગરપાલિકા વચ્ચેના વેરો ચૂકવવાના મતભેદનું કેન્દ્ર બની ગયું છે. આ હવાઈ મથક 4 વખત શીલ કરી દેવામાં આવ્યું છે. મહેસાણા હવાઇ મથક નાગરિક ઉડ્ડયન તાલીમી મથક છે.  અહીં વિમાની ઉપયોગ તાકીદના અનિશ્ચિત સંજોગોમાં કરવામાં આવે છે. મહેસાણા એરપોર્ટ 1200 મીટર લાંબો અને 30 મીટર પહોળો રન-વે ધરાવે છે. તેની સાથે સમાંતર ટેક્સી-વે પણ છે. એરપોર્ટ ઉપર હવામાન કેન્દ્ર છે. D.G.C.A. દ્વારા 28મી સપ્ટેમ્બર 2013માં એરફિલ્ડને મંજૂરી આપવામાં આવી હતી.

ઊંચી ફી

કોમર્શિયલ પાયલટ માટે 25 લાખ રૂપિયાની ફી લેવામાં આવે છે. જેમાં દર કલાકની ફ્લાઈટના રૂ.11,000 લેખે 200 કલાકના રૂ.22 લાખ વસૂલ કરવામાં આવે છે. પ્રાઈવેટ ફાઈટ લાયસંસ માટે 50 કલાક પ્લેન ઉડાવવાનો અનુભવ અને તાલીમ હોવી જરૂરી છે. જે માટે રૂ.7 લાખ તાલીમ માટે લેવામાં આવે છે.

AAAને હવાઈ મથક આપી દીધું

ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે ખાનગી કંપની અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લિમીટેડ(AAA Ltd)ને નાગરિક ઉડ્ડયન તાલીમ બેઝ આપ્યું હતું. ભારતીય હવાઇ દળ અને ડીજીસીએના સહયોગથી 64 એકર વિસ્તારમાં હવાઇ મથક બનાવવામાં આવ્યું હતું તે ખાનગી કંપની AAAને આપી દેવામાં આવ્યું હતું અને તેનું ઉદઘાટન મોદીએ કર્યું હતું. AAA Ltdએ તેની જહાજ ઉડાવતાં શિખવવાની તાલીમ અને શિક્ષણ આપવાનું કામ 2007માં મહેસાણામાં ખસેડવા આવ્યું હતું. એ પહેલા અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ આતંરરાષ્ટ્રીય હવાઇ મથક ખાતે કોલેજ ચાલતી હતી. જ્યાં જહાજનો ટ્રાફિક વધતાં ન છુટકે મહેસાણા ખસેડવામાં આવ્યું હતું.

ફાઈલ છબી

ચોથી વખત કચરા પેટી સાથે સીલ માર્યું

મ્યુનિસિપાલટીએ 2010થી 2019 સુધીમાં પાંચમી વખત સીલ મારી બંધ કરી દેવામાં આવ્યું છે. નગરપાલિકાનો વેરો ન ચૂકવવાના કારણે આમ થયું હતું. અગાઉ સીલ કર્યા પછી 3 મહિના બાદ સીલ ખોલીને કંપનીએ પોતાના કચેરી ચાલુ કરી દીધી હતી. વેરો બાકી હોવાથી 20 જુલાઈ 2018માં  AAA કંપનીની કચેરી સહીત ચાર્ટર પ્લેનને કચરા પેટી સાથે સાંકળથી બાંધીને સીલ કર્યા હતા. 2015 પહેલા રૂ.6.50 કરોડ રકમ બાકી હતી. વડી અદાલતે વેરો ભરવા માટે આદેશ આપતાં 29 નવેમ્બર 2018માં રૂ.1.80 કરોડનો વેરો ભર્યો હતો. સીલ ખોલી નંખાતા કંપની સામે પોલીસ ફરિયાદ થઈ હતી. ફરીથી 4 પ્લેન અને 1 સ્ટાફ બસને સીલ મારી દેવામાં આવ્યું હતું.

ગેરકાયદે સરકારનું કામ

પાલિકાના અધિકારીઓ સીલ કરવા માટે 21 જૂલાઈ 2018માં ગયા ત્યારે હવાઈ મથક પર પાલિકાની પરવાનગી વગર ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાનું ધ્યાને આવતાં બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હતું. અમદાવાદ એવીએશન કંપનીએ બ્લ્યુ રે એવીએશન કંપનીના નામે હેંગર અને પ્રેઈંગ કચેરી માટે બાંધકામ કરવાની પરવાનગી માંગી હતી. પરવાનગી આપવામાં નહોતી આવી. છતાં કંપનીએ પરવાનગી વગર બાંધકામ કરીને મોટો શેડ બનાવી દીધો હતો. વેરો બાકી હોવા છતાં રાજ્યનાં ઉડ્ડયન વિભાગ એટલે કે ગુજસેલ દ્વારા બ્લ્યુ રે એવીએશન નામની કંપનીને વર્ષ 2017માં 10 વર્ષ માટેની લીઝથી આપી દીધું હતું. મહેસાણાની હવાઈપટ્ટી પર પાયલોટ ટ્રેનીંગ સેન્ટર ચલાવવા માટે બ્લ્યુ રે એવીએશન કંપનીને 1500 ચોરસમીટર જગ્યા ફાળવવામાં આવી હતી. તમીમ માટેના નાના સેસ્ના ૨ અને અને અન્ય વિમાનોનું પાર્કિંગ પણ ત્યાં ખસેડવાની ફરજ પડી હતી.

એક વર્ષની સજા

ગુજરાત હાઈકોર્ટે કરેલાં આદેશ બાદ કંપનીએ પાલીકાને રૂપિયા ૩૦ લાખનાં એક એવા ૧૦ ચેક આપ્યા હતા. જેમાંથી 3 ચેક ક્લીયર થયા બાદ 7 ચેક રીટર્ન થયા હતા. જેથી પાલીકાએ મહેસાણાની કોર્ટમાં કંપની સામે કેસ કર્યો હતો. જેમાં એક કેસમાં ડાયરેક્ટર, ચીફ મેનેજર અને જનરલ મેનેજરને 1 વર્ષની સજા ફટકારી હતી.

સૌથી પહેલાં વડોદરા

ઉડ્ડયન ક્ષેત્ર વિમાની કંપનીઓ અને એરપોર્ટ પરની નોકરી ઉપરાંત, વિમાનની જાળવણી, સમારકામ અને મરામત માટે પણ કુશળ કર્મચારીઓ તૈયાર કરવા માટે ગુજરાતમાં બે કંપની કામ કરે છે. જેમાં ફ્લાઇટ ટ્રેનિંગ (ઉડ્ડયનની તાલીમ) માટે ગુજરાતની સૌથી જુની પાયલોટની તાલીમ આપતી ટ્રેનિંગ સ્કૂલ, ગુજરાત ફ્લાઇંગ ક્લબની સ્થાપના ઉદ્યોગપતિ રમણભાઇ અમીન દ્વારા વડોદરામાં 20 ડિસેમ્બર 1958ના રોજ કરવામાં આવી હતી. ગુજરાત ફ્લાઇંગ ક્લબમાં તાલીમ પામી તૈયાર થયેલા અનેક પાયલટ ભારતીય વાયુ સેના, વ્યાપારીક એરલાઇન્સ તેમજ ફ્લાઇંગ સ્કૂલો સાથે જોડાયાં છે.

AAA કેમ સ્થપાઈ

ભારતીય અર્થતંત્રમાં ઉદારીકરણને પરિણામે અમદાવાદ એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. (A.A.A.) દ્વારા ડી.જી.સી.એ. પ્રમાણિત ફ્લાઇટ સ્કૂલની અમદાવાદ ખાતે 1994માં શરૂઆત કરવામાં આવી હતી. જે ભારતમાં ખાનગી ધોરણે ચાલતી સૌથી જૂની કે પહેલી ફલાઇંગ સ્કૂલ છે. જેણે આજ સુધીમાં 300 પાયલટ તૈયાર કરેલાં છે.

ફ્લાઇટ ટ્રેનિંગ

2007માં એસ.વી. પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ(અમદાવાદ)ના હેંગાર અને મહેસાણા એરફિલ્ડનો ફ્લાઇંગ સ્કૂલ દ્વારા ઉપયોગ કરવામાં આવતો હતો.  AAA પાસે 5 સિંગલ એન્જિન એરક્રાફ્ટ અને એક સિંગલ, મલ્ટીએન્જિંન ફ્લાઇટ સીમ્યુલેટર છે. ઓડીયો વિઝ્યુઅલ સાધનો સાથે વાતાનુકુલિત ક્લાસરૂમ્સની સુવિધા ધરાવતી ગ્રાઉન્ડ સ્કૂલ ચાલી રહી છે.

એવિએશન એન્ડ એરોનોટિક્સ લી. (A.A.A.)માં કોમર્સીયલ પાયટલનું લાયસન્સ લેવા માગતા ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધરાવતા વિદ્યાર્થીઓ જોડાયા છે. ગ્રાઉન્ડ સ્કૂલમાં વિદ્યાર્થીઓને એર રેગ્યુલેશન્સ, એવિએસન મેટરોલોજી, એર નેવીગેશન, ટેકનીકલ જનરલ સહિત ખાસ વિષયો તેમજ રેડિયો ટેલિફોનીનો અભ્યાસ કરાવવામાં આવે છે. થીયરી લેસન માટે ક્લાસરૂમ પ્રોજેક્ટર અને અન્ય ઓડીયો વિઝ્યુઅલ સાધનો છે. કોમર્સીયલ પાયલોટનું લાયસન્સ લેવા માટે ઉમેદવાર પાસે ઓછામાં ઓછું 200 કલાકના ઉડ્ડયનનો અનુભવ જરૂરી છે. ફ્લાઇટ સુપરવાઇઝરની કચેરી કમ્પ્યુટરમાં ફ્લાઇટની માહિતી રાખે છે. ખાનગી પાયલોટ લાયસન્સ મેળવવા માટે વિદ્યાર્થીઓએ કોમ્પોસીટ પેપર(એર રેગ્યુલેશન, એવિએશન મેટરોલોજી, એર નેવીગેશન), ટેકનીકલ જનરલ(એરક્રાફ્ટ એન્ડ એન્જિંન) અને ટેકનીકલ વિશેષતાઓની પરીક્ષા આપવી પડે છે. એવિએશન એન્ડ એરોનોટિક્સ લી.(A.A.A.)નાં ફેકલ્ટીઓમાં 6 ફ્લાઇટ ઇન્સ્ટ્રક્ટર્સ અને 4 ગ્રાઉન્ડ ઇન્સ્ટ્રક્ટર્સ હોય છે. મહેસાણા એરપોર્ટ ઉપર એન્જિંનીંયરો સહિતનો એરક્રાફ્ટ મેઇન્ટેનન્સ સેલ છે, જે એરક્રાફ્ટસને સર્વીસની સેવા પુરી પાડે છે તેમજ એરક્રાફ્ટના પુર્જાઓ-સામાનનું વેરહાઉસ પણ ધરાવે છે.

4 વિમાન છે

તમામ ફાઈલ ફોટો

Cessna 152, VT- SMB Single Engine , બે બેઠક વાળું તાલીમી વિમાન, Cessna 172 S -VT- ABK ચાર બેઠક ધરાવતું તાલીમી વિમાન, Cessna 172 S – VT-ABN Single Engine- (PISTON) , ચાર બેઠક ધરાવતું તાલીમી વિમાન. Cessna 172 R G1000 – VT-TEE Single Engine- (PISTON), Glass Cockpit , ચાર બેઠક ધરાવતું તાલીમી વિમાન તથા PA-34 3 – VT- AJO Multi Engine Piper Seneca હવે ખરીદવામાં આવશે. આમ હાલ ચાર તાલીમી વિમાન છે.