ગુજરાતનું શિક્ષણ દેશમાં ત્રીજા નંબર પર, જોક કે વાસ્તવિકતા

ગુજરાતના શિક્ષણ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલાં દસ્તાવેજોમાં ગુજરાતને શિક્ષણમાં દેશનું શ્રેષ્ઠ રાજ્ય જાહેર કર્યું છે. આમ આ જોક નથી પણ સત્તાવાર વિગતો છે.

પર્ફોમન્‍સ ગ્રેડીંગ ઈન્‍ડેક્ષ( પી.જી.આઈ.)માં કેટલાક મહત્‍વના ઇન્‍ડીકેટરના લર્નિગ આઉટકમ્‍સ અને ગુણવત્તામાં રાજ્યના શિક્ષણ વિભાગે ૧૮૦ માંથી ૧પર, શિક્ષણની ઉપલબ્‍ધતામાં ૮૦માંથી ૭૩, ભૌતિક સુવિધાઓમાં ૧પ૦માંથી ૯૯,શિક્ષણની સમાન તકોમાં ર૩૦માંથી ર૦૭, શિક્ષણ સંચાલન પ્રક્રિયામાં ૩૬૦માંથી ર૭૯ સ્‍કોર મેળવી સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્‍થાને રહયું છે.  જયારે આ પાંચેય ઈન્‍ડીકેટરની સરેરાશના આધારે ગુજરાતને સમગ્ર દેશમાં ત્રીજૂ સ્‍થાન પ્રાપ્‍ત થયું છે.

ભારત સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓ માટે ગ્રીન યોર સ્‍કૂલ અંતર્ગત ગ્રીન સ્‍કૂલ એવોર્ડ એનાયત કરાય છે, તે અંતર્ગત ગત વર્ષ ભરૂચ જિલ્‍લાની આંકલવા અને ડાંગ જિલ્‍લાની ગોંડલવિહિર સરકારી પ્રાથમિક શાળાએ ગ્રીન સ્‍કૂલ તરીકેનો પ્રથમ એવોર્ડ અને દ્વિતીય ક્રમનો એવોર્ડ મેળવ્‍યો હતો