ગુજરાતનું અંદાજપત્ર રૂ.2 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. સરકાર માથા દીઠ રૂ.30769 ખર્ચ કરે છે અને એટલી જ વેરા દ્વારા આવક મેળવે છે. ગયા વર્ષે રૂ.1.83 લાખ કરોડનું અંદાજપત્ર હતું. પણ જ્યારે ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યારે ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ રૂ.115 કરોડનું રાજ્યનું અંદાજપત્ર રજૂ કર્યુ હતુ.
ગુજરાત સરકાર હાલ જ્યાં બેસે છે તે સ્વર્ણીમ સંકુલ બનાવવાનું ખર્ચ જ રૂ.200 કરોડથી વધું છે.
ગુજરાતનું પ્રથમ બજેટ મુખ્ય પ્રધા ડૉ જીવરાજ મહેતાએ જાતે રજૂ કર્યુ હતુ. કારણ કે તેમની પાસે નાણાં વિભાગ પણ હતો. નાણાંકિય વર્ષ એપ્રિલથી શરૂં થતું હોય છે પણ ગુજરાતની 1 મે 1960માં અલગ રચના થતાં 22 ઓગસ્ટ 1960ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંદાજપત્ર રજૂ કરાયુ હતુ.
ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂપિયા 115 કરોડનું હતુ જેમાં મહેસુલી આવક 54 કરોડ 25 લાખ હતી અને ખર્ચા 58 કરોડ 12 લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા 3 કરોડ 87 લાખ હતી. અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો.
ત્યારબાદ ઉત્તરોત્તર બજેટનું વધ અનેક ગણું વધતુ ગયુ. સતત મુખ્યપ્રધાન રહેવાનો વિક્રમ ધરાવતા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના સાશનમાં પૂર્વ નાણાંપ્રધાન તરીકે વજુભાઈ વાળાએ સતત 18મી વખત રાજ્યનું બજેટ રજૂ કર્યુ. તો વળી વજુભાઈ વાળાએ મોદી સાશનમાં 11મું અદાંજપત્ર રજૂ કરીને અનોખો વિક્રમ પણ રચ્યો હતો.