ગુજરાત અન્યાયની લાગણી અનુભવી રહ્યું છે. જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ સદદ ટેપ વગાડતાં હતા કે કેન્દ્ર સરકાર ગુજરાતને અન્યાય કરે છે. પણ ભાજપ સત્તા પર કેન્દ્ર સરકારમાં આવતાં તે બધી વાતો ભૂલી ગયો છે અને ગુજરાતના હિતની વાતોના બદલે આપ હિતની વાતો કરવા લાગ્યો છે. હવે કોંગ્રેસ કહે છે કે ભાજપ અન્યાય કરે છે. ખરેખર ગુજરાતની પ્રજાને ભારો ભાર અન્યાય છેલ્લાં સાડા ચાર વર્ષથી થયો છે. 2014ની ચૂંટણીમાં ભાજપે ટીવી ચેનલોના માલિકોને કરોડો રૂપિયાની જાહેરાતો આપીને ગુજરાતને અન્યાય થયો હોવાની થપ્પડની જાહેરાત બનાવીને પ્રસારિત કરી હતી. હવે ભાજપના નેતાઓ જ ગુજરાતને અન્યાય કરી રહ્યાં છે. ગુજરાતની પ્રજાને થપ્પડ મારી રહ્યાં છે. આવા 10 અન્યાય અને તેની થપ્પડ અહીં છે.
નાણાં આપવામાં અન્યાય
11થી 14માં પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સીંઘે ગુજરાતને વધુ નાણા ફાળવણી કરી હતી. જયારે ગુજરાતના નરેન્દ્ર મોદીએ પોતાના રાજ્ય ગુજરાતને 10 ટકા ઓછા નાણાં આપ્યા છે.
ઓગસ્ટ-2018ની લોકસભાની સત્તાવાર માહિતી પુસ્તીકામાં આ બાબતો સામે આવતાં ગુજરાતના પૂર્વ નાણાં પ્રદાન સૌરભ દલાલ વારંવાર જાહેર કરતાં હતા કે ગુજરાતને વડાપ્રધાન મનમોહન સીંગ ઓછા નાણાં આપીને અન્યાય કરે છે. પણ હવે નરેન્દ્ર મોદી કે જે ગુજરાતના છે તેઓ ઓછા નાણાં આપીને ગુજરાતને થપ્પડ મારી રહ્યાં છે.
ગુજરાતને કેન્દ્ર સરકારના અન્યાયની બુમો પાડીને સત્તા મેળવનાર મોદી સરકારે ગુજરાતને કરેલા હળહળતા અન્યાય કર્યો છે. ડો. મનમોહન સિંઘના વડાપ્રધાન સમયના 12મા નાણા પંચના વર્ષ 2005-06 થી 2009-10ના પાંચ વર્ષ અને 13માં નાણા પંચના 2010-11થી 2014-15 સુધીના વર્ષ માટે 12 ટકા વધારે નાણાં ગુજરાતને આપ્યા હતા.
13માં નાણા પંચના 1010-11 માં 7.72 ટકા વર્ષ 2011-12માં 6.69 ટકા અને વર્ષ 2012-13માં 3.51 ટકા વધારે નાણાં ગુજરાતને મનોમોહન સીંઘ સરકારે આપ્યા હતા.
જયારે ભાજપ સરકારે 14માં નાણાં પંચ દ્વારા અપેક્ષિત 2015-16થી 2018-19ના વર્ષ માંટે 11.61 ટકાનો ઘટાડો કર્યો છે. રૂ. 3,38,150 કરતાં ઓછો છે. તેની સામે જે 6 ટકા વધારો મળવો જોઈતો હતો તે ગણવામાં આવે તો ગુજરાતને રૂ.70,000 કરોડ ઓછો મળ્યા છે. ત્રણ વર્ષમાં આવી રકમ ગુજરાતને ગુમાવી છે જે ગુજરાત વિરોધ છે. ગુજરાતને નુકશાન કરતાં અને ગુજરાતને અન્યાય થયો છે. જો પાંચ વર્ષ ગણવામાં આવે તો રૂ.1.10 લાખ કરોડ ઓછા નાણાં આપ્યા છે.
જો રૂ.70 હજાર કરોડ નાણાં મળ્યા હોય તો ગુજરાતના તમામ ગરીબ લોકોને મફતમાં ઘર બાંધીને સરકાર આપી શકાત. નર્મદા બંધની બાકી નહેરોનું તમામ કામ પૂરું થઈ ગયું હોત. ગુજરાતનું જે દેવું છે તે આ રકમથી ભરી આપી શકાય હોત.
યુપીએ સરકાર દ્વારા ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલ કરવાની ચુસ્તતા સામે એનડીએની બંને સરકારોની ગ્રોસ ટેકસ રેવન્યુ વસુલાતની શિથિલતા-નિષ્ફળતા સ્પષ્ટ થાય છે. હાલની એનડીએની ૧૪મા નાણા પંચના બજેટ એસ્ટીમેટના પાંચ વર્ષોની ગ્રોસ ટેકસ વસુલાત સરેરાશ દર વર્ષે રાજયોને 10 ટકા ઓછી ફાળવણી કરનાર મોદી સરકાર આર્થિક મોરચે સદ્દંતર નિષ્ફળ ગયાનું અને સાથોસાથ ગુજરાતને ઓછી નાણા ફાળવણી કરીને મોટો અન્યાય કર્યાનો ઘટસ્ફોટ લોકસભાના ઓગસ્ટ-2018ના બુલેટીનમાં થયો છે.
ગુજરાતને અન્યાય થયો ? રાજ્ય સરકારે 1949.92 માંગ્યા, કેન્દ્ર સરકારે 1469 કરોડ આપ્યાં
ગરીબોને અન્યાય
ગુજરાતના ગ્રામીણ ગરીબોને મનરેગામાં રોજગારી આપવા ગુજરાત સરકારે, 2016 અને 2017માં કુલ રૂ.1949.92 કરોડની સહાય માંગી હતી. પણ કેન્દ્રની ભાજપ સરકારે રૂ.481.21 કરોડની ઓછી ફાળવણી કરી હતી. આમ બે વર્ષમાં જ આ એક જ યોજનામાં રૂ.500 કરોડ ઓછા આપીને ભાજપની રૂપાણી સરકારને થપ્પડ મારી હતી.
કેન્દ્રનો ગુજરાતને અન્યાય : સરદાર સરોવર માટે રૂ.2076 કરોડ ઓછા ફાળવ્યા !
સરદાર સરોવર યોજનાનો રાજકીય લાભ લેવામાં ભાજપ સરકારે કસર છોડી નથી. ભાજપની સરકારે હોમસ્ટેટ ગુજરાતને નર્મદા યોજના પાછળ રૂ. 2076.86 કરોડ ઓછા ફાળવ્યા હતાં. જો તે પૂરા ફાળવ્યા હોય તો તેમાંથી 7 જિલ્લાની નર્મદા નહેરો બાકી રાખી છે તે પૂરી થઈ ગઈ હોત. લોકસભાની ચૂંટણી વખતે મનમોહન સિંહ સરકારે ગુજરાતને ઘોર અન્યાય કર્યો હોવાની જાહેરાતો ટેલિવિઝનમાં ભાજપ બતાવીને અન્યાયની થપ્પડ પડતી હોય એવું લોકોને લોકસભાની ચૂંટણી વખતે કહેતો હતો. મતદારોને ભરમાવ્યા હતા હવે ગુજરાતના દિલ્હીમાં બેઠેલા નેતાઓ ગુજરાતને અન્યાય કરી રહી છે. 2016-17માં સરદાર સરોવર નર્મદા બંધ માટે રૂ.2368.14 કરોડ માંગ્યા હતા, જેની સામે માત્ર રૂ.1643.52 કરોડ જ કેન્દ્રની ભાજપ સરકારે આપ્યા હતા. 2017-18માં રૂ.2322.39 કરોડની ગ્રાન્ટની દરખાસ્ત સામે રૂ.970.16 કરોડ ગ્રાન્ટ આપી હતી. આમ જો પાંચ વર્ષનો હિસાબ નર્મદા યોજના માટે ગણવામાં આવે તો રૂ.5000 કરોડ ઓછા મળ્યા હતા.
રૂ.3602.47 કરોડની ખેડૂતોને થપ્પડ
ગુજરાતમાં ભારે પૂર આવ્યા હતા ત્યારે સરકારે રૂ.4473.47 કરોડના નુકશાનીનો અંદાજ 2016-17માં મૂક્યો હતો. જેમાં કેન્દ્ર સરકારે અંગુઠો બતાવીને માત્ર રૂ.871 કરોડ આપ્યા હતા. જે ગુજરાતના દુઃખી લોકોને રૂ.3602.47 કરોડની થપ્પડ પડી હતી જેની ગુંજ ગુજરાતના ખેડૂતોને આજ સુધી સંભળાઈ રહી છે. ખેડૂતોને કાને તમ્મર આવી ગયા હોય એવી મોટી આ રકમ કેન્દ્રની ભાજપ સરકારે આપી છે.
ગરીબોને ચૂલા ન સળગ્યા
ગરીબો માટે અનાજ પકવવા કેન્દ્ર સરકાર દ્વાર ઓછા દરનું કેરોસીન ગુજરાત સરકારને આપે છે. 2015 અને 2016માં બે વર્ષમાં 1.16 લાખ કિલો લિટર કેરોસીન ગુજરાતને ઓછું આપવામાં આવ્યું છે. તેથી લાખો ગરીબો પોતાનું રસોડું ચાલુ રાખી શક્યા ન હતા. પણ સામે જે કેરોસીન આવતું હતું કે બારોબાર બજારમાં વેચી મારવામાં આવતું હતું. આમ ગુજરાતની સરકાર પણ થપ્પડ મારી લેતી હતી. ત્યારે સૌરભ દલાલ મૌન હતા. રૂપાણી પણ મુંગા બની ગયા હતા. ત્યારે આનંદીબેન પટેલ મુખ્ય પ્રધાન હતા અને તેમને ત્યાં સુધી હાંકી કઢાયા ન હતા.
ગુજરાતને વર્ષ 2016ની સરખામણીમાં વર્ષ 2017માં 21,16,08,000 લીટર કરોસીનના જથ્થો પર કાપ મૂક્યો હતો. 2016માં 56,30,16,000 લીટર કેરોસીનનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. વર્ષ 2017માં 35,28,48,000 લીટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે. આમ કેન્દ્રમાં બેઠેલા ગુજરાતના નેતાઓ પોતે જ અન્યાય કરી રહ્યા છે.
વર્ગ ખંડમાં ભાજપની થપ્પડ
શિક્ષક કોઈ વાદ્યાર્થીને લાફો મારે ત્યારે તે શિક્ષક સામે ભૂપેન્દ્ર ચૂડાસમા પગલાં ભરે છે. પણ જ્યારે કેન્દ્ર સરકારમાં બેઠેલા પોતાના નેતાઓ ગુજરાતને અન્યાયની થપ્પડ મારે ત્યારે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્ર ચૂડાસમા મૌન બની જાય છે. 2018માં ગુજરાતને શિક્ષણ માટે કેન્દ્ર સરકારે રૂ.320.45 કરોડ ઓછું ફંડ આપ્યું હતું.
પાક વીમાની બીજી થપ્પડ
વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ સરકારે રૂ.25,000 કરોડની રકમ ખાનગી કંપનીને ચુકવી પણ ગુજરાતના ખેડૂતોને કોઈ રકમ આપી ન હોવાનો આક્ષેપ કર્યો હતો. 2016માં ખેડુતોના હિત માટે વડાપ્રધાન પાક વિમા યોજના શરૂ કરી હતી. જો કે અઢી વર્ષના ટુંકા ગાળામાં જ આ યોજનામાં 17 ટકા સુધી ખેડૂતોનો ઘટાડો થયો છે. રાજ્ય ખરીફ 2016માં 18.42 લાખ ખેડૂતોએ વીમા સરકારે આપ્યા હતા. 2018માં તે ઘટીને 12 લાખ કરી દેવાયા હતા. ખેડૂતોને વીમો ન આપીને એક લપડાક મારી હતી. જેનો અવાજ ગઈ વિધાનસભાની ચૂંટણીમાં વિજય રૂપાણીની ભાજપ સરકારને પડી હતી.
એઈમ્સનો રૂ.1200 કરોડનો અન્યાય
કેન્દ્રમાં ભાજપની સરકારને પૂરા થવાને હવે માત્ર 100 દિવસ રહ્યાં છે ત્યારે રહીરહીને ગુજરાતને રૂ.1200 કરોડની એઈમ્સ આપી છે. જો તે આજથી 4 વર્ષ પહેલાં આપી હોત તો તે બની પણ ગઈ હોત. પણ ગુજરાતને આ હોસ્પિટલ આપવામાં અન્યાય કરાયો છે. ભારત સરકારે 2014-15માં અંદાજપત્રથી જ મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને પશ્ર્ચિમ બંગાળમાં એઈમ્સની સ્થાપના માટે કામગીરી શરૂ કરી દીધી હતી. ગુજરાતમાં તેમ થઈ શક્યું ન હતું. આમ ગાલ પર પડેલી થપ્પડનો ઈલાજ આ હોલ્પિટલમાં ભાજપના નેતાઓને ક્યારે મળશે તે નક્કી નથી.
ગુજરાતને અન્યાય, ટીવી રીલે કેન્દ્ર બંધ
ખંભાતનું ટીવી રીલે કેન્દ્ર બંધ કરી દેવાયા બા ઈડર અને શામળાજી દૂરદર્શન કેન્દ્રો પણ બંધ કરી દેવાયા છે. આમ કેન્દ્ર સરકાર દૂરદર્શનને હવે તાળા મારવા માટે તૈયાર થતી હોય તેમ કોસ્ટ કટીંગ માટે આવા લોક ઉપયોગી રીલે કેન્દ્રો બંધ કરી રહી છે. જેના કારણે લોકોને દૂરદર્શન કે ડીડી ગીરનાર જેવી ટીવી ચેનલો જોવા નહીં મળે. લોકો આ ચેનલો કોઈ ચાર્જ આપ્યા વગર જોતા હતાં. હવે તે બંધ કરી દેવાનું નક્કી કરાતાં રૂ.200 થી 250 ચેનલોને ખર્ચ પેટે આપવા પડશે. પ્રસાર ભારતીને આવો નિર્ણય લેવી ફરજ કોણે પાડી છે તે એક સવાલ છે. કરોડો રુપિયાનું રોકાણ કરનાર પ્રસાર ભારતી હવે તે રોકાણનો કોઈ ફાયદો પણ નહીં મેળવી શકે. ગુજરાતમાં આવા તમામ રીલે કેન્દ્રો બંધ કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. તેમ થતાં ગ્રામ્ય વિસ્તારોની પ્રજા પર કરોડો રૂપિયાનો આર્થિક બોજ પડશે. આમ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને આવી રીતે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાનું ગ્રામ લોકો જણાવી રહ્યા છે.
આયુર્વેદિક કોલેજોમાં કેન્દ્રનો આન્યાય
ગુજરાતની 20થી વધુ આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોને કેન્દ્રના આયુષ વિભાગ દ્વારા 2018માં મંજુરી મળી ન હતી. કેન્દ્રિય આયુષ વિભાગના સેક્રેટરી ગુજરાતના જ છે ત્યારે આયુર્વેદિક અને હોમિયોપેથી કોલેજોની મંજૂરીમાં પોલંપોલની ફરિયાદો ઉઠી છે. ખાસ કરીને ગુજરાતને અન્યાય થઈ રહ્યો હોવાની પણ વિદ્યાર્થીઓ,વાલીઓ અને કોલેજોની ફરિયાદ છે.
હીરા ઉદ્યોગ અને કાપડ ઉદ્યોગને અન્યાય
દક્ષિણ ગુજરાતમાં ડાયમંડ, ટેક્સટાઇલ, સુગર, કેમિકલ, એગ્રિકલ્ચર, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કરોડો રૂપિયાની રેવન્યુ રળી આપે છે, છતાં આ ઉદ્યોગો પાસે નિકાસ માટે કોઈ સારી સગવડ અથવા સુવિધા કેન્દ્ર સરકારે આપી નથી, ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ નથી. સીધા અને આડકતરા વેરામાં બીજા રાજયોની સરખામણીએ ભારે અસમાનતા છે. આ તમામ સમસ્યાના નિરાકરણની આશા હતી જે ઠગારી નિવડી છે. આ માટે કંઈ થયું નથી. લોકો એવું કહેવા લાગ્યા છે કે થપ્પડતો અમને પડી છે.
ગેસમાં અન્યાય
દિલ્હી મુંબઇ કરતાં વધુ મોંધા ભાવે ગુજરાતને ગેસ આપી કેન્દ્રની સરકાર ગુજરાતને અન્યાય કરી રહી હોવાનું અરુણ જેટલીએ 20 ઓગસ્ટ 2012માં જાહેર કરીને ગુજરાતની ચૂંટણી જીતવામાં જુઠાણા ફેલાવ્યા હતા. તુરંત પૂર્વ નાણા પ્રધાન સૌરભ દલાલે જાહેર કર્યું હતું કે, દિલ્હી-મુંબઇને જે ભાવે ગેસ અપાય છે તે ભાવે ગુજરાતને મળે તો ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી 30 ટકા ઓછા ભાવે ગેસ આપવા તૈયાર છે. . કેન્દ્રી કોંગ્રેસ સરકાર છેલ્લા વર્ષોથી ગુજરાતની પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ધસડી ગઇ છે. છતાં કોંગ્રેસ પ્રજાના હામી હોવાના ખોટા દેખાડા કરી જુઠ્ઠા નિવેદનો દ્વારા ગુજરાતની પ્રજાને ગુમરાહ કરવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે પણ ગુજરાતની પ્રજા આવા તત્વોને બરાબર ઓળખી ગઇ છે એમ તેમણે જણાવ્યું હતું. પણ ગુજરાતની પ્રજાના ગાલ પર સૌરભ પટેલ અને અરુણ જેટલી થપ્પડ મારતાં હોય તેમ આજ સુધી ગેસના ભાવ નીચા તો લઈ નથી ગયા પણ ગેસ વાપરતા ઉદ્યોગો બંધ થવા લાગ્યા છે અને ઘર વપરાશનો ગેર બે ગણા ભાવે વેચાય છે.
મનમોહન ગુજરાત માટે સારા પુરવાર થયા
ડો. સિંહે આ પ્રસંગે જીએસટી અને નોટબંધીને તમામ મોરચે નિષ્ફળ ગણાવી હતી. જ્યારે ગુજરાતને અન્યાય થતો હોવાની અને કોંગ્રેસના શાસનમાં દેશનો વિકાસ નહીં થયો હોવાની વાતોને સત્યથી વેગળી ગણાવતા ઉમેર્યું હતું કે, “મારું માનવું છે કે, ચૂંટણી સમયે ઘણી વાતો થાય છે પરંતુ જ્યારે તે વિકૃત સ્વરૃપે હોય ત્યારે તેનું ખંડન કરવું જોઈએ.”