ગુજરાતને થયેલા અન્યાની 27 થપ્પડની ગુંજ લોકસભામાં સંભળાશે

કેન્દ્ર સરકારે ગુજરાત નાણાકીય અન્યાય કર્યો હોય તેની ઘણી બાબતો બહાર આવી છે. 2014માં લોકસભાની ચૂંટણી વખતે ગુજરાતને અન્યાય એવી કરોડો રૂપિયાની જાહેરાત ભાજપ દ્વારા ટીવીમાં આપવામાં આવતી હતી અને ગુજરાતને અન્યાયની થપ્પડ બતાવવામાં આવતી હતી. હવે કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર આવી છે ત્યારે ગુજરાતને અન્યાય નહીં કરે એવું માનવામાં આવતું હતું. પણ ભાજપે ગુજરાતને અન્યાયની થપ્પડ મારી છે. તેના પડઘા લોકસભામાં પડે એવી શક્યતા છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલાં પ્રશ્નોના ઉત્તરોમાં આ વિગતો બહાર આવી છે.

શું છે અન્યાયની થપ્પડ  ?

1 – અમદાવાદનું નામ કર્ણાવતી રાખવા બાબતે કેન્દ્ર સરકાર પાસે કોઈ દરખાસ્ત નથી કે કેન્દ્ર સરકાર આવી કોઈ દરખાસ્ત મોકલવા ગુજરાતની ભાજપ સરકારને કહ્યું નથી. ગુજરાત સરકારે કર્ણાવતીની કોઈ દરખાસ્ત બે વર્ષથી મોકલી નથી.

2 – અમદાવાદને મેટ્રો સિટી જાહેર કરવા માટે કેન્દ્ર સરકારે કોઈ પ્રયાસ કર્યા નથી. ગુજરાત સરકારે પણ છેલ્લાં બે વર્ષમાં કોઈ દરખાસ્ત મોકલી નથી.

3 – 2019ના ગુજરાતના 51 તાલુકા અન 3291 ગામોમાં દુષ્કાળ જેવી હાલત છે. ગુજરાત સરકારે કેન્દ્રની નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર પાસેથી રૂ.1725 કરોડની સહાય માંગી હતી. તેમાં કેન્દ્રની મોદી સરકારે એક પણ રૂપિયો આપ્યો નથી. ખેડૂતો અને પશુઓ પરેશાન છે.

4 – 2017માં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિથી ખેડૂતો, માલધારીઓ, મકાન માલિકોને પારાવાર નુકસાન થયું હતું. તે માટે ગુજરાતની રૂપાણી સરકારે રૂ.2094.92 કરોડની માંગણી કેન્દ્રની મોદી સરકાર સમક્ષ કરી હતી. જેમાં કોઈ રકમ આજ સુધી આપવામાં આવી નથી.

5  – હજીરા કોસ્ટ ગાર્ડ સ્ટેશન સ્થાપવા માટે મનમોહન સીંગની કેન્દ્ર સરકાર સમક્ષ રજૂઆત કરી હતી. પણ તેઓ વડાપ્રધાન બનતા જ તે ભૂલાઈ ગયું. ગુજરાત સરકારે પણ બે વર્ષમાં કોઈ માંગણી પણ કરી નથી.

6 – ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે 1 જાન્યુઆરી 2009માં આજથી 10 વર્ષ પહેલાં અમદાવાદના સાણાંદ નજીક ટાટા મોટર્સને દર વર્ષે 2,50,000 કારનું ઉત્પાદન કરવાનું હતું. પણ 2016માં 11,323, 2017માં 3,120 અને 2018માં માત્ર 512 નેનો કારનું ઉત્પાદન થયું હતું.

7 – રાષ્ટ્રીય હીત માટે પોતાની જાતનું બલિદાન આપી દેનારા વ્યક્તિને રાજ્ય સરકારે છેલ્લાં 2 વર્ષથી કોઈ પુરસ્કાર આપેલો નથી.

8 – ગુજરાતના 11 મધ્યમ કક્ષાના અને 20 નાના બંદરો પર સુરક્ષા અપૂરતી હોવા અંગે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને બે વર્ષમાં એક પણ રજૂઆત કે દરખાસ્ત કરીને સલામતી આપવાની માંગણી કરી નથી.

9 – ગુજરાત અર્બન ડેવલપમેન્ટ ઈન્સ્ટીટ્યુટ માટેનું અનુદાન આપવા 17 મે 2016માં માંગણી ગુજરાત સરકારે કરી હતી પણ કેન્દ્ર સરકારે સ્પષ્ટ રીતે કહી દીધું છે કે આવી કોઈ રકમ 2016માં ફાળવી શકાય તેમ નથી. 2013માં પણ આવો જ જવાબ કેન્દ્ર સરકારે આપી દીધો હતો.

10 – અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી છેલ્લા બે વર્ષથી કોઈ રકમ આપી નથી.

11 – લઘુમતીઓના વિકાસ માટે છેલ્લાં બે વર્ષમાં કેન્દ્ર સરકારે કોઈ રકમ આપી નથી. અહીં સૌનો વિકાસ જોવા મળતો નથી.

12 – જેલની સુધારણા માટે અગાઉની સરકારોએ કરોડો રૂપિયા આપ્યા હતા પણ છેલ્લા બે વર્ષથી ભાજપની મોદી સરકારે એક રૂપિયો પણ આપ્યો નથી. અ મોટો અન્યાય છે.

13 – પોલીસ બેડાનું આધુનિકીકરણ કરવા માટે રાષ્ટ્રીય કક્ષાએ મનોમોહન સીંહની સરકારે રૂ.78.43 કરોડ 2013-14માં ગુજરાતને આપ્યા હતા. પણ મોદી સરકાર આવ્યા પછી 2017-18માં રૂ.33 કરોડ, 2018-19માં રૂ.27 કરોડ આપ્યા હતા. ગુજરાતને કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છે.

14 – જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન રીન્યુઅલ મિશન હેઠળ મોનમોહન સિંહની કેન્દ્ર સરકારે 2013-14માં રૂ.185.81 કરોડ આપ્યા હતા. ભાજપની મોદી સરકારે 2017-18માં રૂ.73.84 કરોડ, 2018-19માં રૂ.17.41 કરોડ જ આપ્યા છે. અહીં એક થપ્પડ ગુજરાતને મારવામાં આવી છે.

15 – ક્રાઈમ એન્ડ ક્રીમીનલ સીસ્ટમ માટે કેન્દ્ર સરકારે 2016માં રૂ.16.75 કરોડ, 2017માં રૂ.2.39 કરોડ અને 2018માં રૂ.2.72 કરોડ જ ફાળવ્યા છે.

16 – રાજીવ ગાંધી યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી 2017માં રૂ.39.24 કરોડ અને 2018માં માત્ર રૂ.6.63 કરોડ ફાળવેલા છે.

17 – ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમ માટે કેન્દ્ર સરકારે 2017 અને 2018માં એક પણ રૂપિયાની ગ્રાંટ આપી નથી.

19 – કૌશલ્ય વર્ધન કેન્દ્રોને ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોની સ્થાપના, અપગ્રેડેશન, ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને સોફ્ટ સ્કીલ તાલીમ માટે 2017 અને 2018માં એકપણ રૂપિયાની રકમ આપી નથી કે મદદ કરી નથી.

20 – ગુજરાત કોળી ઠાકોર વિકાસ નિગમને 2017-18માં રૂ.8.50 કરોડ અને 2018-19માં રૂ.7.50 કરોડ ફાળવેલા છે.

21 – રાષ્ટ્રીય જમીન દફતર સંચાલન કાર્યક્રમ હેઠળ સરકાર તરફથી રૂ.2017-18માં રૂ.10 કરોડ અને 2018-19માં કોઈ રકમ આપી નથી.

22 – રાજ્ય કક્ષાએ આંકડા તંત્રને વ્યૂહાત્મક રીતે સંગીન બનાવવા માટે 2017-18માં રૂ.6.12 કરોડ અને વર્ષ 2018માં કોઈ રકમ આપી નથી.

23 – 2017માં વાયબ્રંટ સિમિટમાં 42.98 લાખ રોજગારી મળવાની હતી. પણ તેની સામે 2.95 લાખ લોકોને નોકરી મળી હતી. જે માત્ર 7 ટકા થાય છે. એટલી રોજગારી તો સામાન્ય સંજોગોમાં મળતી રહે છે.

24 – છેલ્લાં 2 વર્ષમાં એક પણ નવા બંદર બનાવવાની જાહેરાત કરી નથી.

25 – દરિયાઈ સરહદી સુરક્ષા અંગેની સમીક્ષા માટે રચેયેલા રાજ્ય કક્ષાની સમિતિની બેઠક વર્ષમાં 2 વખત મળવી જોઈએ પણ 2 વર્ષમાં એક જ બેઠક મળી છે.

26 – 2017-18ના નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે કોઈ નાણાં ગુજરાતને આપ્યા નથી.

27 – 2013ના કેન્દ્ર સરકાર સમક્ષ પડતર પ્રશ્નો પૈકી આઈ. વી. લીમીટ નક્કી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારને છેલ્લાં બે વર્ષથી એક પણ રજૂઆત કે દરખાસ્ત પણ કરી નથી. જે નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન હતા ત્યારે માંગણી કરી હતી. પણ તેઓ વડા પ્રધાન બનતા પડતર પ્રશ્નો ભૂલાઈ ગયા છે.