ગુજરાતનો મોંધો ને મોટો મોલ અમદાવાદમાં બનશે

ગુજરાતમાં શોપીંગ મોલ એક તરફ બંધ થઈ રહ્યા છે તો બીજી બાજુ રૂ.900 કરોડના ખર્ચે સૌથી મોંધો અને સૌથી મોટો મોલ SG હાઈવે પર થલતેજ પર બનવાનો છે. બીસફલ ગ્રુપ દ્વારા બનનારા મોલ-કમ-મલ્ટિપ્લેક્સ પ્રોજેક્ટમાં નવ લાખ ચોરસ ફુટ બાંધકામ હશે. અમદાવાદના થલતેજના ઝાયડસ હોસ્પિટલ ક્રોસરોડ પર મુંબઈના ફિનિક્સ ગ્રુપ અને અમદાવાદના બીસફલ ગ્રુપ દ્વારા 900 કરોડ રુપિયાના ખર્ચે 25,000 વાર જમીન પર આ મોલ બનાવાશે. જમીન અમદાવાદ એજ્યુકેશન સોસાયટી પાસેથી રૂ. 350 કરોડ રુપિયામાં ખરીદી હતી. રહેણાંક વિસ્તારમાં હોવાથી 2.7ની   FSI મળશે. મોંધા મોલનું સંચાલન મુંબઈ સ્થિત ફિનિક્સ મિલ્સ લિમિટેડ દ્વારા કરવામાં આવશે. બોમ્બે સ્ટોક એક્સચેન્જને  ફિનિક્સ મિલ્સ લિમિટેડે જણાવ્યું હતું કે, કંપનીએ 21 જુલાઈ 2018ના રોજ અમદાવાદ સ્થિત બીસફલ ગ્રુપ સાથે 50:50 ભાગીદારીમાં 5.16 એકર જમીન પર બનનારા મોલને ઓપરેટ તેમજ મેનેજ કરવા માટે કરાર કર્યા છે. જેની ડિઝાઈન પણ યુનિક હશે, અને તેમાં નેશનલ તેમજ ઈન્ટરનેશનલ બ્રાન્ડ્સની વસ્તુઓ મળી રહેશે. પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ ફાઈનલ કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. પ્રોજેક્ટનું પ્લાનિંગ એકાદ મહિનામાં જ પૂરું થઈ જાય તેવી શક્યતા છે.કર્ટસી ગુગલમેપ