ગુજરાતનો શ્રેષ્ઠ અને સલામત શિવરાજ બીચ વોટર સ્પોર્સ માટે પ્રતિબંધ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં આવેલા શિવરાજપુર બીચને બ્લુ ફલેગ સર્ટિફીકેટ આપેલું છે. આ બીચ પર 300 મીટર વિસ્તાર કે જેને લાલ અને કેસરી ધ્વજથી ઘેરી લેવામાં આવ્યું છે. સૌથી સલામત તરણ માટે સ્વર્ગ એટલે કે “સેફ સ્વીમ હેવન” તરીકે જાહેર કરેલા છે. “સેફ સ્વીમ હેવન” વિસ્તારમાં માત્ર ન્હાવા તથા તરવાના હેતુ માટે જ ઉપયોગ કરવા માટે જ અનામત રાખેલો છે. વોટર સ્પોર્ટસ કે ફીશીંગ જેવી કોઈ પ્રવૃત્તિ ન કરવા જણાવ્યું છે.

દિવ, દમણ, ગોવાની યાદ અપાવતો ગુજરાતનો સુંદર અને રમણીય શિવરાજપુર બીચ છે. ગોવા, મહાબળેશ્વર, કશ્મીર અને કેરળ જેવું આકર્ષણ શિવરાજ બીચ ધરાવે છે. ટુરીઝમ વિભાગ દ્વારા દ્વારકા ખાતેના શિવરાજપુર, પોરબંદર પાસેના માધવપુર, માંડવી (કચ્છ) અને વલસાડ ખાતે આવેલ તીથલ ખાતે બીચ ફેસ્ટીવલ કરાયા હતા.

દ્વારકા પાસે આવેલો શિવરાજપુર બીચ રમણીય અને અકસ્માતની સંભાવના વગરનો શાંત બીચ છે. ફેસ્ટીવલને કારણે પેરાગ્લાઇડીંગ તેમજ બાળકોના મનોરંજન માટેની સુવિધા કરાતી હતી. હવે તે બંધ થઈ છે.

ઓશનેરિયમ બનાવવાની યોજા

શિવરાજ બિચ પર સોમનાથમાં ઈન્ટિગ્રેટેડ કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્રોજેક્ટ હેઠળ રૂ.300 કરોડના ખર્ચે ઓશનેરિયમ બનાવવા નક્કી કરાયું હતું. દ્વારકા પાસેના શિવરાજપુર અને કચ્છમાં અહેમદનગર માંડવી કાંઠે બ્લુ ફ્લેગ બીચ ડેવલપ કરવા ગુજરાત ઈકોલોજીકલ કમિશને લંડનની સંસ્થાઓ સાથે કરારો કર્યાં છે. જહાજમાંથી ઢોળતા ઓઈલથી ઉભી થતી મુશ્કેલીના નિવારણ માટે આયોજન અને પ્રવાસીઓને આકર્ષવા ઈન્ટરનેશનલ ધોરણોના પાલન સાથે કેન્દ્ર સરકાર દ્વારા બંને કિનારે બ્લુ ફ્લેગનો બીચ ડેવલમેન્ટનો અભિગમ જાહેર થયો હતો.

સોમનાથમાં રૂ. ૩૦૦ કરોડના ખર્ચે આકાર લેનારા ઓશનેરિયમ માટે સોમનાથ ટ્રસ્ટ પાસે જમીન મેળવ્યાનું પેપરવર્ક પૂરું કર્યાનું વન – પર્યાવરણ વિભાગે જાહેર કર્યું હતું. ગ્લોબલ ટેન્ડર બહાર પાડયા ત્યારે કોઈ પાર્ટી આગળ આવી નથી. કારણ કે વિશ્વમાં માત્ર 9 ઓશનેરિયમ છે, તેની ટેકનિકલ જાણકારી પણ ખૂબ ઓછા લોકો પાસે છે.

દરિયાના પેટાળમાં તૈયાર થનારી ટનલ બેઝડ ઓશનેરિયમમાં જઈને પ્રવાસીઓ દરિયાઈ વનસ્પતિ અને દરિયાઈ જીવોનું દર્શન કરી શકશે. જેમાં સી લાઈન શો પણ કરવામાં આવશે.