ગુજરાતમાં અનેક સ્થળોએ આચારસંહિતાનું છડેચોક ઉલ્લંઘન

10 માર્ચના રોજ ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ચૂંટણી જાહેર થતા આચાસંસહિતા લાગુ પડી જાય છે. જેના કારણે કોઈપણ રાજકીય પક્ષ સરકારી વાહનોનો ઉપયોગ કે પછી સરકારી કોઈપણ યોજનાની જાહેરાત કરી શકે નહીં. જો કોઈપણ નેતાઓ સરકારી યોજનાના પોસ્ટરોમાં પોતાના ફોટો મુકીને જાહેરાત કરે તો તે નેતા સામે આચાસંસહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. પણ ગુજરાતમાં 12 માર્ચ 2019માં અનેક સ્થળે સરકાર અને ભાજપના બેનરો કે જાહેરાતો હઠાવવામાં આવી નથી. સરકારી વેબસાઈટ પર પણ પ્રધાનોના ફોટો રાખવામાં આવ્યા છે.

આચારસંસહિતાના અમદાવાદમાં ધજાગરા ઉડી રહ્યા છે. કારણ કે અમદાવાદ એરપોર્ટ સર્કલ પાસે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનું બેનર હજુ સુધી હટાવવામાં આવ્યું નથી અને અમદાવાદના કેટલાક રસ્તાઓ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી નીતિન રૂપાણીના નામવાળા બેનરો પણ હટાવામાં આવ્યા નથી. ત્યારે હવે જોવાનું એ રહે છે કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કેટલા સમયમાં આ બેનરો ઉતારવામાં આવે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, આચાસંસહિતાને લઇને મહાનગરપાલિકા દ્વારા અમદાવાદમાંથી તમામ પોસ્ટરો ઉતારી લેવામાં આવ્યા છે.

આચાસંસહિતાને લઇને રાજ્યના શહેરોના અલગ અલગ વિસ્તારોમાંથી બેનરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી અને મોટાભાગના વિસ્તારોમાંથી સરકારી યોજનાના પ્રચાર કરતા બેનરો હટાવી પણ લેવામાં આવ્યા છે.

Read More
Bottom ad