ગુજરાતમાં કારખાના ધારા ભંગના પડતર કેસોની સંખ્યા એટલી બઘી મોટી થઇ છે કે તમામ પેડીંગ કેસોનો નિકાલ કરવો હોય તો શ્રમ વિભાગને 42 વર્ષ જોઇએ, કારણ કે કેસ નિકાલની ગતિ એટલી બઘી ધીમી છે કે તેનો સમયસર નિકાલ થઇ શકતો નથી. દર વર્ષે કારખાના ધારા ભંગના કેસોમાં ઉમેરો થતો જાય છે અને પડતર કેસો પર ધ્યાન અપાતું નથી. 2015માં કારખાના ધારાના નિયમોના ભંગના ૪૩૭૫૭ પડતર કેસો વધીને વર્ષ 2018માં વધીને કેસ 45164 સુધી પહોંચ્યા છે.
2017સુધી કારખાના ધારાના નિયમોના ભંગના 45164 કેસો પડતર, કુલ પડતર કેસો પૈકી વર્ષ દરમ્યાન નિકાલ થયેલ કેસોની ટકાવારી માત્ર 2.5% જોવા મળી છે.
ક્ર્મ |
કેસો |
2015 |
2016 |
2017 |
2018 |
૧ |
વર્ષની શરૂઆતમાં પડતર કેસો |
43910 |
43757 |
44495 |
44891 |
૨ |
વર્ષ દરમ્યાન કોર્ટમાં દાખલ કરેલ કેસો |
1192 |
1634 |
1614 |
1510 |
૩ |
વર્ષ દરમ્યાન નિકાલ થયેલ કેસો |
1345 |
596 |
1218 |
1239 |
૪ |
વર્ષ દરમ્યાન પડતર રહેલ કેસો |
43757 |
44495 |
44891 |
45164 |
|
નિકાલ થયેલ કેસોની ટકાવારી |
2.89% |
1.97% |
2.64% |
2.67% |
૫ |
દંડ રૂપે ભરવામાં આવેલ રકમ (રૂ.) |
87.38 લાખ |
88.28 લાખ |
109.00 લાખ |
118.55 લાખ |
રાજ્યમાં કારખાના ધારાના નિયમોના ભંગના કેસો અને તેના નિકાલની સ્થિતિ દયાજનક જોવા મળી છે. એક સર્વેક્ષણ પ્રમાણે 2015માં પડતર કેસોની સંખ્યા 43910 હતી જે પૈકી કોર્ટમાં દાખલ થયેલા કેસોની સંખ્યા માત્ર 1192 જોવા મળી છે. 2015માં માત્ર 2.98 ટકા કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે અને દંડ પેટે 87.38 લાખનો દંડ કરવામાં આવ્યો છે. એવી જ રીતે 2016માં પડતર કેસોની સંખ્યા 43757 હતી જે પૈકી 1634 કેસો કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે.
એવી જ રીતે 2017માં પડતર કેસોની સંખ્યા 44495 હતી જે પૈકી 1614 કેસ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા છે. દર વર્ષે કેસોના નિકાલની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. 2018માં માત્ર 2.67 કેસોનો નિકાલ થયો છે. છેલ્લા ચાર વર્ષમાં સરેરાશ 1174 કેસોનો નિકાલ થાય છે. આ પડતર કેસોના નિકાલની આવી ગતિ રહેશે તો 45164 કેસોનો નિકાલ કરવા માટે 42 વર્ષનો સમય લાગી શકે છે.