ગુજરાતના માનવેન્દ્રસિંહ ગોહિલ રાજવી કુંવરની પણ સમલૈંગિકોના અધિકાર માટેની લડત રંગ લાવી છે. વિશ્વના પહેલા સ્વેચ્છાએ જાહેર થયેલા સમલૈંગિક રાજકુમારે વડોદરામાં જીતનો જશ્ન મનાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધને કાયદાની પરિભાષામાં ગુનાઇત કૃત્યમાંથી બહાર કાઢી મૂકતાં સમગ્ર દેશમાં સમલૈંગિકોએ વધામણી કરી હતી. LGBT એટલે કે લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ અને ટ્રાન્સજેન્ડરના અધિકારો માટે ચાલતી આ લડતને ગુજરાતથી શરૂ કરી સમગ્ર દેશમાં પહોંચાડનારા ગુજરાતના રાજવી કુંવર માનવેન્દ્રસિંહ ગોહીલનો પણ સમાવેશ થાય છે.
વડોદરા નજીક આવેલા રાજપીપળા રાજ્યના રાજવી કુંવર માનવેન્દ્રસિંહ ગોહિલે સ્વચ્છાએ પોતાને સમલૈંગિક જાહેર કર્યા હતા. આમ કરનારા તેઓ વિશ્વના પહેલા રાજવી કુંવર ગણવામાં આવે છે. તેમણે પોતાને ગે જાહેર કરવાની સાથે LGBT સમુદાય માટે લડત આપવા લક્ષ્ય નામના ટ્રસ્ટની સ્થાપના કરી હતી.
તત્કાલિન રાજપીપળા રજવાડાના પૂર્વ રાજા રઘુબીર સિંઘ રાજેન્દ્રસિંઘ અને રુકમણી દેવીના એકમાત્ર સંતાન માનવેન્દ્રસિંહ ગોહીલે જ્યારે પોતાને ગે જાહેર કર્યા હતા ત્યારે ગુજરાતમાં રાજપુત સમાજ અને બીજા સમાજમાં ભારે વિરોધ થયો હતો.
માનવેન્દ્રસિંહ ગોહીલે આજનો દિવસ એલજીબીટી સમુદાય માટે આઝાદીનો દિવસ જાહેર કર્યો છે. ભારતીય બંધારણનું ગૌરવ જાહેર કર્યો હતો. સમલૈંગિક ભારતીય હોવાનું ગૌરવ જાહેર કર્યુ હતુ.
સુપ્રીમ કોર્ટની બંધારણીય બેઠકે વયસ્કો વચ્ચે સહમતિથી બનાવેલા સમલૈંગિક સંબંધોને અપરાધ માનનારી ધારા 377ને હટાવી દીધી છે. ભારતમાં હવે સમલૈંગિક સંબંધ અપરાધ માનવામાં નહી આવે. જ્યારે સમલૈંગિકતાની હોય તો ગુજરાતના રાજકુમાર માનવેન્દ્ર સિંહ ગોહિલનો ઉલ્લેખ જરૂર થાય છે.
ગુજરાતના શાહી પરિવારના વ્યક્તિએ જાહેરમાં સમલૈંગિક હોવાની વાત સ્વીકારી પરિવારનો ત્યાગ કરી દીધો હતો. તેમના પરિવારજનોએ તેમના પર પરિવારની બદનામીનો આરોપ લગાવ્યો હતો. માનવેન્દ્રને પોતાની સેક્સુઆલીટી છુપાવીને રાખવા મજબૂર કરવામાં આવ્યાં હતા.
1991માં મધ્યપ્રદેશના ઝાબુઆની રાજકુમારી સાથે લગ્નને લીધે એક ખોટુ જીવન જીવીને લગ્ન અધૂરા જ રહ્યાં હતાં. પત્નીને પોતાના સેક્સુઅલ ઓરિએન્ટેશન વિશે બધુ જ જણાવી દીધું હતુ. લગ્નના એક વર્ષ બાદ પત્નીએ છૂટાછેડા માટે કેસ કર્યો હતો.
ની અરજી આપી દીધી. જો કે તે સમયે છૂટાછેડા લેવા ખૂબ જ અસામાન્ય બાબત હતી. તેમની પત્નીએ તેમને વચન આપ્યું હતું કે તે તેમની સેક્સુઆલીટી વિશે કોઇને નહી જણાવે. 2002માં પ્રિન્સ માનવેન્દ્રને નર્વસ બ્રેકડાઉન થયુ અને તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યાં. અહી જ સાયકાયટ્રિસ્ટે તેમના માતા-પિતાને જણાવ્યું કે તેઓ ગે છે. મેડિકલ અને ધાર્મિક બંને રીતે તેમનો ઇલાજ કરાવવાનો પ્રયાસ કર્યો.
પ્રિન્સે જાહેરમાં પોતાની ગે હોવાની વાત સ્વીકારી અને દુનિયામાં આ બાબત ચર્ચાનો વિષય બની ગઇ. ગુજરાતમાં તેમના અનેક પૂતળાઓ બાળવામાં આવ્યા હતાં. ગુજરાતના લોકોએ તેમનો હોદ્દો છીનવી લેવાની વાત કરી હતી. માતા-પિતાએ પોતાના દિકરા સાથે સંપત્તિ તથા તમામ પ્રકારના સંબંધો તોડી નાંખવાની ઘોષણા કરી દીધી હતી.
જ્યારથી ઈન્ટરનેટ પર હોમો સેક્સ્યુઅલ ફિલ્મો જોવાનું શરૂ થયું છે ત્યારથી 0.50% લોકો LGBT હતા તે 2% સુધી થઈ ગયા હોવાનો મત મનોવૈજ્ઞાનિકોનો છે. 25% સ્ત્રી પુરુષ એવા હોય છે કે તેમણે એકાંતના દિવસોમાં LGBT સબંધો અમુક દિવસો સુધી માણ્યું હોય. તે હિસાબે ગુજરાતમાં 12 લાખ લોકો LGBT સબંધોમાં માનનાર છે. જેમાં અમદાવાદના એક મહિલા તંત્રી પણ છે. તે માટે ગુજરાતમાં જાહેરમાં ખુલીને આવવું મુશ્કેલ છે. માતા પિતા લગ્ન કરાવી દે છે. LGBT વાત સ્વીકારવા જ નથી દેતા. પેરેન્ટ્સ પોતાના બાળકોને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દે છે.
માતા-પિતા મારી નાખવાની ધમકી આપે છે. ભયભીત થઇને લગ્નના બંધનમાં બંધાઇ જાય છે.
માનવેન્દ્રસિંહે હિંમત બતાવી અને ભારતમાં રાજવી પરિવારમાં સમલૈંગિક (ગે-gay) જાહેર કરનાર તેઓ સૌપ્રથમ અને એક માત્ર વ્યક્તિ છે