યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઈ અને પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ હવે રાજકારણમાં ઝંપલાવશે ! વાડ્રાએ તાજેતરમાં કરેલી એક ફેસબુક પોસ્ટ ઉપરથી એવો કયાસ લગાવવામાં આવી રહ્યો છે કે મની લોન્ડરિંગ કેસમાંથી પોતાનું નામ દૂર થયા બાદ રોબર્ટ વાડ્રા હવે દેશવાસીઓની કરવા મોટી ભુમિકા નિભાવવા તૈયાર છે. ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન બાદ નિર્ણય લે એવી શક્યતા છે.
રોબર્ટ વાડ્રાએ તેની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, વર્ષોની શીખ અને અનુભવ આમ જ નકામો નહિ જવા દઉં અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં આવશે. તેમણે લખ્યું છે કે, “દેશના વિવિધ વિસ્તારોમાં વર્ષો સુધી કામ કરતા, ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં વધુ કામ કરતા લાગ્યું કે અહીં મારુ થોડું યોગદાન પણ ઘણું મોટું પરિવર્તતન લાવી શકે તેમ છે. મને અહીંથી સાચો પ્રેમ, સ્નેહ અને સન્માન પ્રાપ્ત થયું છે’
વાડ્રાએ લખ્યું કે, ‘ આ તમામ વર્ષોના અનુભવ અને શીખને એળે જવા દેવાને બદલે તેનો વધુ સારો ઉપયોગ થવો જોઈએ. મારી ઉપર લાગેલા તમામ આરોપો પૂર્ણ થયા બાદ મને હવે લાગે છે કે મારે લોકોની સેવા મારવામાં એક મોટી ભૂમિકા સમર્પિત ભાવે નિભાવવી જોઈએ” રોબર્ટ વાડ્રાના પત્ની પ્રિયંકા ગાંધી હાલમાં જ કોંગ્રેસના મહામંત્રી પદે નિયુક્ત થયા છે. કોંગ્રેસ અડકહયક્ષ રાહુલ ગાંધીએ તેમને પૂર્વ ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી) હાલ તેમની પૂછપરછ કરી રહી છે. રોબર્ટ વાડ્રાએ તેની ઉપર લાગેલા આરોપો અંગે ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘દેશના વાસ્તવિક મુદ્દાઓથી નજર હટાવવા અને સરકાર મને બદનામ કરવા માટે પ્રયાસ કરી રહી છે. દેશના લોકોને ધીરે-ધીરે એ સમજાવા લાગ્યું છે કે આ આરોપોમાં કોઈ સત્યતા નથી. લોકો આ જુઠ્ઠાણાથી બહાર આવીને મારી ઉપર વિશ્વાસ મુક્યો છે. ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ સાથે આપ સહુનો દિલથી આભાર’