આણંદ : ભરતસિંહ સામે નવો શ્રીમંત ચહેરો

આણંદમાં કોંગ્રેસની વર્ષોથી ખામ થિયરી હોવાથી અહીં ભાજપ 2014માં જીત્યું હતું. સૌથી વધું મત ક્ષત્રિય છે. ભાજપે સૌથી ઓછા મતોએ આણંદની લોકસભા બેઠક જીતી હતી. આ વખતે ભાજપ માટે મુશ્કેલ છે. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને પ્રદેશ પ્રમુખ તરીકે આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડા અહીંના છે.

Assembly Seats: – 108-Khambhat, 109-Borsad, 110-Anklav, 111-Umreth, 112-Anand, 113-Petlad, 114-Sojitra.

વિધાનસભા બેઠકકૂલSC દલિતઆદિજાતિમુસ્લિમOBC ઓબીસીGENERAL સામાન્ય
નામઠાકોરકોળીરબારીચૌધરીઅન્યલેઉવા પટેલકડવા પટેલક્રિશ્ચિયનબ્રાહ્મણજૈનદરબારઅન્ય
108khambhat1,88,3037,1021,02120,39175,51002,059018,89929,3741,0921,0803,8391,10819,6617,167
109borsad2,11,26811,4031,50519,97474,73401,791043,00524,9841,8941,3653,6121,07719,1126,812
110anklav1,75,9887,52859814,90669,98202,052020,20824,0681,1021,13555490525,9187,032
111umreth2,12,7108,90589232,43569,69801,935024,89830,1962,2241,6403,0601,15526,4129,260
112anand2,18,72710,1244,80640,25677,84203,106011,30234,5281,0667,3424,7401,35216,5325,731
113petlad1,95,3677,9881,03429,91163,12702,360026,45936,7821,7982,6972,4781,61416,1292,990
114sojitra1,73,2257,83678211,45361,05702,191033,62427,5638562,4362,25493318,8163,424
કૂલ  2012 પ્રમાણે13,75,58860,88610,6381,69,3264,91,950015,49401,78,3952,07,49510,03217,69520,5378,1441,42,58042,416

 

પક્ષને મળેલા મત 2014 લોકસભા2017 વિધાનસભા
BJP4,90,8295,04,945
INC4,27,4035,64,159
તફાવત63,42659,214

 

2014 લોકસભા

મતદાર:1496859
મતદાન:971262
કૂલ મતદાન (%):64.88

 

ઉમેદવાર – ઉમેદવારનું નામપક્ષકૂલ મત% મત
DILIP PATELBJP49082950.54
PURSOTTAMBHAI ALIAS KANUBHAI MATHURBHAI CHAUHANBSP64800.67
SOLANKI BHARATBHAI MADHAVSINHINC42740344.01
GIRISHBHAI DAS (ADVOCATE)BMUP40030.41
PADHIYAR VIKRAMSINH (VAKIL)RSPS8760.09
MAHIDA MAHENDRASINH SAHEBSINHSP17900.18
RAVJIBHAI S PARMARAAAP24420.25
HITENDRASINH MOHANSINH PARMARBNJD12600.13
PATEL JAYESHBHAI ARVINDBHAIIND14590.15
PATEL DILIPBHAI MANILALIND14660.15
PATEL NAINESHKUMAR UMEDBHAIIND10630.11
PARMAR AMARSINH DAHYABHAIIND12650.13
RABARI HITESHKUMAR LALJIBHAIIND29750.31
VAHORA FIROJBHAI WALIMAHAMADBHAI (KASORWALA)IND66890.69
VAGHELA BHARAT PIND40220.41
None of the AboveNOTA168721.74

 

છેલ્લી ત્રણ લોકસભામાં જીતેલા ઉમેદવારો

2004       Bharatsinh Madhavsinh Solanki                 INC

2009       Bharatsinh Madhavsinh Solanki                 INC

2014       Dilip Patel                                                            BJP

10 ઉમેદવારો

  1. ભરતભાઇ સોલંકી-  કોંગ્રેસ
  2. ભટ્ટ આશિષકુમાર મનોજકુમાર અખિલ ભારતીય જન સંઘ
  3. મિતેષભાઈ રમેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી
  4. ચાવડા કૌશિકકુમાર રાવજીભાઈ અપક્ષ
  5. ભરતભાઈ છોટાભાઈ સોલંકી અપક્ષ
  6. હિતેન્‍દ્રસિંહ મોહનસિંહ પરમાર અપક્ષ
  7. ભટ્ટ સુનીલકુમાર નરેન્‍દ્રભાઈ રાઈટ ટુ રીકોલ પાર્ટી
  8. કેયુર પ્રવિણભાઈ પટેલ અપક્ષ
  9. સંતોલકુમાર મહીજીભાઈ પટેલ અપક્ષ
  10. રમેશ વણકર – બસપા

વિકાસના કામો

  • આણંદમાં રૂ.145 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર લાઈન બની છે.
  • નવી જીઆઈડીસી સાથે આહીં ઉદ્યોગોનો વિકાસ થયો છે.
  • અમુલ ડેરીમાં અંદાજે સાત લાખ પશુપાલકો પાસેથી રોજનું 25 લાખ લિટર દૂધ એકત્ર કરવામાં છે. ડેરીના અનેક વિસ્તારણના પ્રોજેક્ટસ શરૂ કરાયા છે.

પ્રશ્નો – ઘટનાઓ

  • લોકોમાં એવું અનુભવે છે કે, ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી વર્ષમાં છ મહિનાથી અમેરિકા રહે છે. તેથી અહીં પ્રજાના પ્રશ્નોને વાચા મળી શકતી નથી.
  • આણંદમાં ગટરની લાઈનો નાંખી છે પણ તેમાં બિલો ચૂકવી દેવાયા છે પણ ગટર લાઈન પૂરે પૂરી થઈ નથી. તમામ વિસ્તારમાં ગટર લાઈન નાંખવાની હતી પણ 60 ટકા વિસ્તારમાં ગટર લાઈન થઈ નથી.
  • આણંદની નગરપાલિકા હોસ્પિટલને સિવિલનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
  • જૂનું બસ મથક 2002માં ખસેડીને સરદાર બાગ પાસે નવું બસ સ્ટેશન કાર્યરત કરાયું અને પછી નવું બનાવી શકાયું નથી.
  • આણંદ શહેરને મહાનગર બનાવવામાં આવતી નથી.
  • રીંગ રોડ માટે કિંમતી જમીનો આપવા કોઈ તૈયાર નથી.
  • આણંદનો સૌથી મોટો 11 નંબરનાં વોર્ડમાં પીવાના પાણીની ટાંકી જ નથી. વળી, અહીંના રસ્તાઓ પણ ભંગાર છે. આવું બોરસદ ચોકડી અને ગરીબ વિસ્તારોની છે.
  • માત્ર આણંદના માત્ર તળ વિસ્તારમાં જ ગટરની સુવિધા છે. વળી જે નવી ગટરો બનાવાઇ છે તે શહેરના પોશ વિસ્તારોમાં બની છે. જ્યારે બીજા અનેક વિસ્તારો વંચિત રહ્યા છે.

પ્રભાવશાળી વ્યક્તિઓ

કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી, ભાજપના સાંસદ દિલીપ પટેલ, અમુલ ડેરીના અધ્યક્ષ, કરમસદ – સરદાર પટેલનાં જન્મસ્થળના ટ્રસ્ટી.

2019ની સંભાવના

  • કોંગ્રેસના ગઢ આણંદ લોકસભા બેઠક અત્યારથી જ કોંગ્રેસની સલામત બેઠક ગણવામાં આવી રહી છે. વિધાનસભાની ચૂંટણીના પરિણામો અનુસાર આણંદ લોકસભા બેઠક પર કોંગ્રેસ આગળ હોવાથી જીતની શક્યતા જોવામાં આવી રહી છે. આણંદના ભરતસિંહ સોલંકી બાદ અમિત ચાવડાને કોંગ્રેસે પ્રદેશ પ્રમુખ પદે સ્થાન આપતા સ્થાનિક સમીકરણોમાં પણ કોંગ્રેસનો હાથ ઉપર રહે છે. બોરસદ, આંકલાવ, આણંદ, પેટલાદ અને સોજીત્રા બેઠક પર કોંગ્રેસ તો ખંભાત અને ઉમરેઠ બેઠક પર પાતળી સરસાઈથી ભાજપ જીતી છે.

ભાજપ

  • ભાજપના સાંસદ દિલીપ પટેલની લોકસભામાં 53% હાજરી હતી પણ ચર્ચામાં ક્યારેય ભાગ લીધો નથી. નબળા કામના કારણે આણંદમાં પણ ભાજપ નવા ચહેરાને ચૂંટણી મેદાને ઉતારી શકે છે. તેમના પર રોજ નવા આરોપો મૂકવામાં આવતાં રહ્યાં છે. આણંદ લોકસભા વિસ્તારમાં કામગીરી પ્રજાને દેખાઈ નથી.

કોંગ્રેસ

  • આણંદ બેઠક પરથી એકમાત્ર નામ ભરતસિંહ સોલંકીનું ચર્ચામાં છે. કોંગ્રેસ સરળતાથી જીતશે તેવો કોંગ્રેસના નેતાઓનો દાવો છે.
  • ભરતસિંહ સોલંકી ત્રણવાર એમએલએ અને બે વાર લોકસભા સભ્ય રહી ચૂક્યા છે. યુપીએ સરકારમાં પેયજળ અને સાફ સફાઈ મંત્રાલય, રેલવે અને ઉર્જા મંત્રાલયમાં રાજ્યમંત્રી રહી ચૂક્યા છે. 2014માં આણંદ લોકસભા ચૂંટણી તેઓ હાર્યા હતાં.
  • બે વખત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પણ રહી ચુક્યા છે. ભરતસિંહ સોલંકીના નેતૃત્વમાં ગુજરાતમાં કોંગ્રેસને 23 વધુ જિલ્લા પંચાયતો અને 150થી વધુ તાલુકા પંચાયતો જીતી હતી.

વચનો પુરા ન થયા

  • નગરપાલિકાની નવી હોસ્પિટલમાં બનાવવા ભાજપે વચનો આપેલા પણ સુવિધા આપવામાં આવતી નથી.
  • નવી સિવિલ હોસ્પિટલ સ્વ.રમણીકલાલ દોશી ટીબી હોસ્પિટલવાળી વિશાળ જગ્યા આપી છે, શાસકોએ વચનો આપ્યા છતાં ભેદભાવભરી નીતિ અખત્યાર કરતાં અહીં હોસ્પિટલ બનાવવા તૈયાર નથી.
  • બે વર્ષ પહેલાં બાકરોલમાં હોસ્પિટલનું ભૂમિપૂજન કરાયા બાદ કંઈ થયું નથી.
  • ત્રીજી જગ્યા પસંદ કરીને ત્યાં હોસ્પિટલ બનાવવા માટે વ્યાયામશાળાની જમીન પર ખાતમુર્હુત ભાજપે કર્યું પણ અહીં પાલિકાના શાસકોને વાંધો પડ્યો છે.
  • ચોથી જગ્યાએ હોસ્પિટલનું નાવલીના ચરામાં ચૂંટણી જાહેર થાય તે પહેલાં ખાતમુર્હુત કરીને ત્યાં બનાવવાની જાહેરાત કરાઇ હતી. ત્યાં પણ આજે કંઈ થયું નથી.
  • આણંદમાં ગટર બનાવવાનું કાર્ય 2012માં પૂરું કરવાનું ભાજપે વચન આપ્યું હતું જે આજે પણ ચાલે છે. સોસાયટી વિસ્તારોમાં ગટરની સુવિધા જ ઉપલબ્ધ નથી. વર્ષ 2009માં શહેરમાં ગટર બનાવવા રૂ.149 કરોડની ગ્રાન્ટ ફાળવી 2012માં પૂરી કરવાની હતી. જે કામ હજી સુધી પૂરું જ થયું નથી અને આ ગ્રાન્ટ વપરાઇ ગઇ છે.
  • ટ્રાફિક ભારણને ઘટાડવા લાંભવેલથી પેટલાદ તરફની નકામી નહેર પર નેશનલ હાઇવેને જોડતો 10 કિ.મી.નો નવો માર્ગ બનાવવાનો હતો પણ કંઈ થયું નથી.
  • મોદી કહે છે કે દરેક ગામડે વીજળી પહોંચી ગઈ છે. તો આણંદના કનેવાલ ટાપુ પર વીજળી પહોંચી નથી.
  • ગુજરાતમાં કોઈ ક્ષેત્ર નથી, જ્યાં વિકાસ ગતિશીલ નથી. એવું સરકારે જાહેર કર્યું છે પણ અહીં ક્યાંય વિકાસ નથી.
  • ગુજરાતમાં જમીન સંપાદનની કામગીરી કરવાનું વચન આપ્યું હતું, તે ખરાબ થતાં ખેડૂતોએ કામગીરીને કોર્ટમાં પડકારતા તે પડતર છે.