ગુજરાતમાં છોકરીઓ વધુ હોય એવા 1200 ગામ, તંગી હોય એવા 89 ટકા ગામ

ગુજરાતમાં 2000 ગામ ભલે ભૂતિયા બની ગયા હોય પરંતુ, ગુજરાતના 11,933 ગામમાંથી 11 ટકા ગામ એવા છે કે જ્યાં છોકરીઓની સંખ્યા છોકરાઓ કરતાં વધું છે, અથવા બન્નેની સંખ્યા બરાબર છે. 1200 ગામના સરકાર ઓળખી કાઢીને તેમને બેટી બચાવો હેઠળ લઈ શકાય તેમ છે. બાકીના 10800 જેવા ગામાં છોકરીઓની તંગી છે. તેથી છોકરીઓ સોધવી મુશ્કેલ છે. તેથી ગુજરાતના જાગૃત સમાજે દેશમાં જ્યાં છોકરીઓની સંખ્યા વધું હોય એવા વિસ્તારમાં લગ્ન ગોઠવીને તે છોકરીઓને ગુજરાતમાં લાવે છે. જેમાં પાટીદાર સમાજે ઓડિસાની યુવતીઓની સાથે લગ્ન સમારંભો ગોઠવીને કેટલીક છોકરીઓને ગુજરાતમાં લાવવામાં સફળ થયા છે. આ માટે પાટીદારોની દેશ વ્યાપી સંસ્થા અખિલ ભારતીય કુર્મિ ક્ષત્રિય મહાસભા દ્વારા લગ્નો ગોઠવવામાં આવે છે. જેમાં હાલ તો ટ્રસ્ટીઓના સગાસંબંધીઓ વધું હોય છે પણ આવી શરુઆત સારી નિશાની છે.

ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. તેમાં આદિવાસી વિસ્તારો અને જ્યાં પછાત વર્ગ વધું રહે છે એવા ગામમાં બાળકીઓની સંખ્યા વધું છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. તેની સામે આ એક આશાનું કિરણ છે. 2021માં ભાજપની રૂપાણી સરકારનું શાસન પૂરું થશે ત્યાં સુધીમાં ઓછી વસતી ધરાવતાં 10900 ગામ થઈ જશે.

દેશના 5,87,043 ગામોમાંથી 11 ટકા ગામ એવા છે જયાં છોકરીઓ વધું છે. દેશના 39 ટકા ગામોમાં છોકરાઓની સંખ્યા વધું છે. હાવર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એસવી સુબ્રમણ્યમે વસ્તી ગણત્રીના આંકડાઓના આધારે આ તારણ કાઢયું છે.

ગુજરાતમાં છોકરીઓની ઘટ વાળા ગામો મોટી સંખ્યામાં છે. ગુજરાતમાં દર 1000 છોકરાઓની સામે 854 છોકરીઓ છે. બે બાળકો ધરાવતી મહિલાઓમાંથી બન્ને પુત્ર હોય એવી 92 ટકા મહિલાઓ અને સંતાનમાં એક જ પુત્ર ધરાવતા 88 ટકા માતાપિતા વધુ સંતાન નથી ઇચ્છતાં. જ્યારે સંતાનમાં બન્ને પુત્રીઓ ધરાવતા 54 ટકા માતાપિતા જ વધુ સંતાન નહોતા ઇચ્છતા.

ગુજરાતમાં હજું પણ પ્રત્યેક 100 છોકરાઓની સરખામણીમાં માત્ર 88 છોકરીઓ જ પ્રાથમિક સ્તર પર સ્કૂલોમાં પ્રવેશ મેળવે છે જ્યારે તેની રાષ્ટ્રીય સરેરાશ 93 છે.

સારી શરૂઆત

ગુજરાતના 23 પાટીદાર યુવાનો ઓડિશાની છોકરીઓ સાથે લગ્નના બંધને બંધાઈ ગયા હતા. અખિલ ભારતીય કુર્મિ ક્ષત્રિય મહાસભા અગાઉ ઓડિશાની 76 છોકરીઓએ સુરતમાં યોજાયેલા ત્રણ લગ્ન સમારોહમાં લગ્ન કરાવવામાં આવ્યા હતા. 2013માં સાત જોડા સાથે થઈ હતી. પછી વર્ષે આવા 45 જોડા છેલ્લા 4 વર્ષમાં 200 જેટલી ઓરિયા છોકરીઓ ગુજરાતમાં આવી હતી.