ઉમેદવારી કરવાનો 4 એપ્રિલ 2019 છેલ્લો દિવસ હતો. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચૂંટણી સભા, મેગા રેલીનો કાર્યક્રમ શરૂં થઈ રહ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી અને મંત્રી પ્રિયંકા ગાંધી ગુજરાતમાં 5 જનસભા સંબોધશે. પ્રિયંકા ગાંધીને આદિવાસી વિસ્તારમાં જવાબદારી સોંપી છે, તેથી ત્યાં તેઓ સભા કરશે અને આદિવાસી મહિલાઓને મળશે. રાહુલ અને પ્રિયંકા ગાંધી ગુઅંબાજી અને સોમનાથ જઇને દર્શન કરીને આશિર્વાદ લેશે. પ્રિયંકા ગાંધીને જવાબદારી સોંપી દેવાતાં ભાજપમાં ભૂકંપ આવી ગયો છે. કારણ કે પ્રિયંકાની સભા કરવા માટે ગુજરાતના તમામ કોંગ્રેસના ઉમેદવારો માંગ કરી રહ્યાં છે અને મહિલાઓમાં તેમની ખાસ માંગ છે. તેથી તે ભાજપને ભારે પડી શકે તેમ છે. ગુજરાતની 26 બેઠકમાંથી ભાજપ 13 અને કોંગ્રેસ 13 બેઠક લઈ જાય એવો માહોલ કોંગ્રેસ માટે ઊભો થયો છે.