લોકસભાની અમદાવદ પૂર્વની બેઠક પરથી એક કિન્નરે અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે બીજી બાજુ જૂનાગઢમાં જેલમાં કાચાકામના કેદી તરીકે રહેતાં દારૂના વેપારી – બુટલેગરે લોકસભામાથી ઉમેદવારી કરી છે. જાણાતા બુટલેગર ધીરેન કારીયાએ ઉમેદવારી પત્ર ભર્યું છે. તેમને જેલમાંથી પોલીસ સીધી કલેક્ટર કચેરીએ લાવી હતી. જેલમાંથી પોલીસ બંદોબસ્ત સાથે કલેકટર કટચેરીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. ધીરેન કારીયા ઉપર હત્યાની કોશિશ, હથિયાર રાખવાનો ગુનો પણ નોંધાયેલો છે.
અમદાવાદ પૂર્વની બેઠક પરથી સરસપુર બોમ્બે હાઉસિંગ વસાહતમાં રહેતા નરેશ જયસ્વાલ ઉર્ફે રાજૂ માતાજીએ લોકસભા માટે ઉમેદવારી કરી છે. બંગડીના ચૂંટણી ચિન્હ પર ઉમેદવારી નોંધાવી હતી. હવે ચૂંટણી પંચ તેમને ક્યો ચિન્હ આપે તે મહત્વનું રહેશે. તે લોકોની સેવા કરવા ચૂંટણી લડી રહ્યો છે. કોઈ રાજકીય પક્ષે તેને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી. કિન્નર સમુદાયને સમાજમાં હક અને અધિકાર મળે તે માટે તે પોતાના પ્રચારમાં મહત્વનો મુદ્દો બનાવશે. મહિલાની 33 ટકા અનામત છે, તો કિન્નરોને પણ તેમાં હિસ્સો મળતો જોઈએ.
નરેશ જયસ્વાલ અગાઉ 2015માં અમદાવાદ મહાનગર પિલાકાની ચૂંટણીમાં લડેલા હતા અને હારી ગયા હતા. 2017માં વિધાનસભાની ચૂંટણી પણ લડ્યા હતા, જેમાં હાર થઈ હતી. પણ પોતે કિન્નરોના પ્રશ્નો લોકોની વચ્ચે લઈ જવામાં સફળ થયા હતા.


English


You must be logged in to post a comment.