10થી 12 ફૂટના મોટા પથ્થરોને કોતરીને હેરિટેજ, નેચર અને એબ્સ્ટ્રેક્ટ શૈલીમાં અમદાવાદમાં 30 લાખના ખર્ચે 23 સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે, જ્યાં હવે દેશના સ્કલ્પચર આર્ટિસ્ટ પથ્થરો ઉપર કામ કરશે અને બીજા વીસેક શીલ્પો નવા ઉમેરાશે. શહેરમાં મ્યુઝિયમ અને ગેલેરીમાં સ્કલ્પચર જોવા મળે છે પણ ડિઝાઈન સ્કૂલમાં આ રીતે અલગથી આર્ટિસ્ટ દ્વારા કેમ્પ કરાયો હોય અને પછી તે સ્કલ્પચરને અહીં જ સેટ કરાયા છે.
સ્કલ્પચર આર્ટિસ્ટ સંગમ વાનખેડેએ યલો સ્ટોનમાંથી સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેર વાવના વારસાને લઈને જાણીતું છે ત્યારે સંગમ પથ્થરો પર કાર્વિંગ કરીને આ વિષયને સાંકળીને જ શિલ્પો તૈયાર કરે છે.
ગુજરાતમાં પ્રથમ સ્કલ્પચર ગાર્ડનમાં 30 લાખના ખર્ચે સ્કલ્પચર મૂકાયા છે. આ પહેલા અહીં વ્હાઈટ માર્બલ, ખાટૂ સ્ટોન, જેસલમેરના યલો સ્ટોન અને ધોલપૂરના રેડ સ્ટોનને લવાયા હતાં. રાજસ્થાનના નેમી રામ, દિલ્હીના પરબિત કામિયા, વડોદરાના સંગમ વાનખેડે, અમદાવાદથી વિનીત, જયપુરથી સુનિલ કુમાવત અને મુંબઈના કમલકાંતના શિલ્પનો સમાવેશ થાય છે
નોખા ગાર્ડનમાં હવે ડિસેમ્બરના અંતમાં બીજા ઈન્ટરનેશનલ આર્ટિસ્ટને બોલાવાશે જેમાં ફ્રાન્સ, ઈંગ્લેન્ડ અને ઈટાલીના આર્ટિસ્ટ તેમના દેશની શૈલી અને અસર પ્રમાણે પથ્થરો કોતરશે.