ગુજરાતમાં પ્રાદેશિક પક્ષ બચ્યા નથી, કોઈ નાણાં આપતું નથી  

રાજકીય પક્ષો લોકશાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ ચૂંટણી લડે છે, સરકારો રચાય છે, નીતિઓ ઘડતા હોય છે અને સામાન્ય માણસના જીવનમાં શાસન અને જીવનમાં સુધારો કરવા માટે જવાબદાર છે. રાજકીય પક્ષોને મતદારો સુધી પહોંચવા, તેમના લક્ષ્યો, નીતિઓ સમજાવવા અને લોકો પાસેથી વિગતો પ્રાપ્ત કરવા માટે નાણાંની પહોંચની જરૂર છે. પરંતુ આ બધા માટે તેઓ ક્યાંથી તેમના ભંડોળ એકત્રિત કરે છે ? 37 રાજકીય પ્રાદેશિક પક્ષોને ગુજરાતમાંથી કોઈએ મોટી રકમ આપી નથી. એટલે કે ગુજરાતના લોકો પ્રાદેશિક પક્ષોને હવે નાણાં આપતાં બંધ થઈ ગયા છે. વળી 37 પ્રાદેશિક પક્ષોમાંથી ગુજરાતનો એક પણ પક્ષ નથી. આમ હવે ગુજરાતમાં કેશુભાઈ પટેલ અને શંકરસિંહ વાઘેલા પ્રાદેશિક પક્ષને સંભાળવામાં નિષ્ફળ ગયા બાદ હવે ગુજરાતનાં પ્રાદેશિક પક્ષ રહ્યાં નથી.

ભારતના ચૂંટણી પંચ (ઈસીઆઈ) સાથે નોંધાયેલા તેમના આવકવેરાના વળતર અને દાનનાં નિવેદનોનું વિશ્લેષણ દર્શાવે છે કે નાણાં આપનારા અજાણ્યા છે. હાલમાં, રાજકીય પક્ષોને વ્યક્તિઓ અથવા સંગઠનોનું નામ જણાવવા આવશ્યક નથી. રૂ.20,000થી ઓછા નાણાં આપનારા છુપા લોકો કે જે 25% નાણાં સ્થાનિક પક્ષોને આપે છે, તે શોધી શકાતા નથી. આ ‘અજ્ઞાત’ સ્રોતોમાંથી આવતાં નાણાં કોણ આપી રહ્યું છે. તે પ્રજાને જાણવાનો અધિકાર છે. રાષ્ટ્રીય રાજકીય પક્ષો જૂન 2013 માં સીઆઈસીના ચુકાદા દ્વારા આરટીઆઇ કાયદા હેઠળ લાવવામાં આવ્યા હતા, પરંતુ હજુ રાજકીય પક્ષો કાયદાને માન આપતા ન હોય તેમ વિગતો આપતાં નથી. વર્તમાન કાયદાની હેઠળ પૂર્ણ પારદર્શિતા શક્ય નથી, અને તે ફક્ત આરટીઆઇ હેઠળ જ નાગરિકોને માહિતી મળી શકે તેમ છે.

આ વિશ્લેષણ માટે, 37 પ્રાદેશિક માન્યતાપ્રાપ્ત પક્ષકારોને શરૂઆતમાં માનવામાં આવતું હતું, પરંતુ તેમાંના માત્ર 29 જણે તેમની આવકવેરા રીટર્ન અને ફાળો આપના અહેવાલ (સંદર્ભ: 1), બાકીના 8 એ કોઈ એક રિપોર્ટ

37 પ્રાદેશિક પક્ષો તરફમાંથી 29 પક્ષોએ આવકવેરાના રીટર્ન ફાઈલ કર્યા છે અને 8 પક્ષોએ હજુ આવકવેરાના રીટર્ન ફાઈલ કર્યા નથી. 29 રાજકીય પ્રાદેશિક પક્ષની કૂલ આવક વર્ષ 2016-17માં રૂ.347.74 કરોડ થઈ હતી. જેમાં રૂ.91.29 કરોડ દાન દ્વારા ફંડ મેળવેલું છે, જે 26.25 ટકા છે, જ્યારે પોતા સાધનો જેવા કે મિલકતો, સભ્ય ફી, બેંકનું વ્યાજ, પ્રકાશન દ્વારા આવક, પક્ષની લેવી માંથી રૂ.179.37 કરોડની આવક થઈ હોવાનું પક્ષો દ્વારા જાહેર કરાયું છે. જે કૂલ આવકના 51.58 ટકા થાય છે. જ્યારે સાવ અજાણ્યા લોકોએ પૈસા આપેલા હોય એવા રૂ.77.08 કરોડની રકમ કે જે 22.17 ટકા આવક કૂલ આવકમાં બતાવે છે. આ રૂ.77.08 કરોડની આવકમાં રૂ.76 કરોડ આવક એવી છે કે જે સ્વૈચ્છિક ફાળા તરીકે બતાવે છે. જ્યારે કુપનની વહેંચણી દ્વારા રૂ.65.60 લાખ આવક બતાવે છે. પરચૂરણ આવક રૂ.41.80 લાખ છે.

ચૂંટણી પંચ સમક્ષ 31 પ્રાદેશિક પક્ષ દ્વારા વિગતો આપવામાં આવી છે જે મૂજબ 411 કંપની કે વ્યક્તિઓ એવી છે કે જેમણે રૂ.55.21 કરોડ ફંડ આપ્યું છે. 5911 લોકોએ વ્યક્તિગત રીતે રૂ.35.4 કરોડ આપેલા છે.

શિવ સેના, SAD, SP, MNS, RLD, KC-M પક્ષોને જે ફંડ મળે છે તેમાંથી 83 ટકા બિજનેસમેન કે કંપની-કોર્પોરેટ હાઉસ દ્વારા આપવામાં આવે છે. 16 રાજકીય પક્ષોએ જાહેર કર્યું છે કે, તેમને મળતી આવકમાં 84 ટકા એવી છે કે જે વ્યક્તિગત રીતે આપવામાં આવી હતી. શિવ સેના, AAP, JDS પક્ષ કે જેને સંગઠનો દ્વારા પૈસા મળેલા હોવાનું જણાવ્યું છે.

ભલામણ

રાજકીય પક્ષોને મળતાં નાણાંમાંથી મોટી રકમ એવી છે કે જે કોણે આપી છે તે શોધી શકાતું નથી. કારણ કે તે બાબત માહિતી માંગવાના કાયદાના અધિકાર ક્ષેત્રમાં આપવામાં આવતી નથી. RTI હેઠળ જાહેર ચકાસણી માટે તમામ દાતાઓની સંપૂર્ણ વિગતો ઉપલબ્ધ કરાવવી જોઈએ. કેટલાક દેશો ભુતાન, નેપાળ, જર્મની, ફ્રાન્સ, ઇટાલી, બ્રાઝિલ, બલ્ગેરિયા, યુએસ અને જાપાનમાં પક્ષો તેની તમામ વિગતો જાહેર કરે છે.

કોઈપણ સંસ્થા કે જે વિદેશી ભંડોળ મેળવે છે તેને કોઈ પણ ઉમેદવાર અથવા રાજકીય પક્ષ માટે સમર્થન અથવા અભિયાનની મંજૂરી આપવી જોઈએ નહીં.

તાજેતરમાં, ઈસીઆઈએ ભલામણ કરી છે કે કર મુક્તિ માત્ર તે જ રાજકીય પક્ષોને આપવામાં આવશે જે લોકસભા / વિધાનસભા ચૂંટણીઓમાં બેઠકો જીતી અને જીતી. કમિશનએ એવી ભલામણ કરી છે કે જાહેર ડોમેઇનમાં રૂ. 2,000 થી વધુ દાન કરતા તમામ દાતાઓની વિગતો જાહેર કરવામાં આવશે. એડીઆર રાજકીય પક્ષોના ભંડોળમાં સુધારા માટેના મજબૂત પગલાં માટે ઈસીઆઈને ટેકો આપે છે અને આશા છે કે આ સુધારા અમલીકરણ માટે સરકાર દ્વારા કરવામાં આવે છે.

રાજકીય પક્ષો દ્વારા રજૂ કરાયેલા નાણાકીય દસ્તાવેજોની તપાસ, કેગ અને ઈસીઆઈ દ્વારા મંજૂર કરાયેલી સંસ્થા દ્વારા તપાસ થવી જોઈએ. જેથી રાજકીય પક્ષોની જવાબદારી નક્કી કરી શકાય.

રાષ્ટ્રીય અને પ્રાદેશિક રાજકીય પક્ષો દ્વારા માહિતી મેળવવાનો અધિકાર કાયદા હેઠળ તમામ માહિતી આપવી જોઇએ. આ ફક્ત રાજકીય પક્ષો, ચૂંટણીઓ અને લોકશાહીને મજબૂત કરશે.

—————-

કોને કેટલા નાણાં 2016-17માં મળ્યા (રકમ રૂપિયા કરોડ)

કૂલ પક્ષોને જે નાણાં મળ્યા છે તેમાં રૂ.65.83 કરોડ તો માત્ર પ્રથમ ત્રણ પક્ષને જ મળેલાં છે.

SHS – 25.65

AAP – 24.73

SAD – 15.45

SP – 6.91

JDS – 4.20

MGP – 3.64

TDP – 1.86

MNS – 1.42

JDU – 1.4

DMK – 0.75

AINRC – 0.68

AGP – 0.44

LIP – 0.43

AGP, SAD, JDS, MNS, AAP ની આવકમાં છેલ્લાં વર્ષ કરતાં જંગી વધારો થયો છે. AGPની આવકમાં 7183 ટકા, SADની આવકમાં 5842 ટકા અને JDSની આવકમાં 596 ટકાનો વધારો થયો છે.

તમામ પક્ષોએ મળીને 1919 લોકો દ્વારા રૂ.2.82 કરોડ રોકડા મળેલા હોવાનું કહ્યું છે. જે 3 ટકા માંડ છે. તેનો મતલબ કે પક્ષો દ્વારા રોકડા લેવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. 6 પક્ષોએ જણાવ્યું હતું કે રૂ.60 લાખ કોણે આપેલાં છે તેના નામ સરનામાં નથી. આમ આદમી પક્ષે જ એક એવો પક્ષ મળી આવ્યો છે કે જેને દેશના 17 રાજ્યોમાંથી નાણાં મળેલા છે. વળી વિદેશમાંથી થોડા નાણાં મળેલાં હોય એવા એક માત્ર આમ આદમી પક્ષ છે.

કયા રાજ્ય નાણાં આપી રહ્યું છે

દિલ્હી રૂ.20.86 કરોડ, મહારાષ્ટ્ર રૂ.19.7 કરોડ, પંજાબ રૂ.9.42 કરોડ, કર્ણાટક રૂ.8.24 કરોડ, આંધ્ર પ્રદેશ 1.61 કરોડ, અન્ય રાજ્ય- વિદેશ રૂ.17.15 કરોડ, નામ સરનામાં ન હોય એવી રકમ રૂ.14.39 કરો છે. આમ આદમી પક્ષે જ વિદેશથી રૂ.8.82 કરોડ નાણાં મળેલા હોવાનું જાહેર કર્યું છે. જેને 27 દેશમાંથી પૈસા આપવામાં આવ્યા છે. એટલી લોકચાહના તે વિશ્વના ભારતીયોમાં ધરાવે છે. જેમાં કેનેડા, અમેરિકા, અરબ, ઈન્ગેન્ડનો સમાવેશ થાય છે. બીજી એક પણ પક્ષે આવી જાહેરાત કરવાનું ટાળ્યું છે. આવી જાહેરાત તો રાષ્ટ્રીય પક્ષો પણ કરતાં નથી.

ચેક દ્વારા આવક

570 કંપનીઓ એવી છે કે જેમણે રૂ.54.52 કરોડ રકમ ચેકથી આપી છે. જ્યારે 2942 લોકો એવા છે કે જેમણે રૂ.17.78 કરોડ બેંક ટ્રાન્ફર દ્વારા આપેલા છે. જ્યારે રૂ.16.25 કરોડની રકમ એવી છે કે જે રોકડ કે ચેક દ્વારા આવી છે કે કેમ તે જાહેર કરાયું નથી આવી રકમ લગભગ 17.78 ટકા છે. જ્યારે 1919 લોકોએ રૂ.2.82 કરોડની રોકડ રકમ આપી છે. આમ હવે રોકડ વ્યવહાર કરવાનું બંધ થઈ ગયું છે.

પાનકાર્ડ

25 પક્ષમાંથી 18 પક્ષોએ 4131 લોકોના પાન કાર્ડ આપેલાં છે. ચાર પક્ષોએ તો એક પણ પાન કાર્ડ નંબર આપ્યો નથી. આમ આદમી પક્ષને રૂ.13.92 કરોડ નાંણા મળેલાં છે તેમાં એક પણમાં પાન નંબર નથી. જેમાં 8.62 કરોડ વિદેશથી આવેલાં હોવાથી તેના પાન કાર્ડ ન હોઈ શકે. બીજી પાર્ટી પણ આવું કરી રહી છે.

તમામ પક્ષોમાં 22 લોકો એવા છે કે જેમણે રૂ.1 કરોડ કે તેથી વધારે નાણાં આપેલા હોય. જેમાં એક જ કંપની સત્યા ઈલેક્ટ્રોલ ટ્રસ્ટએ સમાજવાદી પક્ષને રૂ.5 કરોડ બીજા પક્ષ SADને રૂ.3 કરોડ આપેલા છે. ભૈરવનાથ સુગર વર્ક્સ લી. દ્વારા શિવસેનાને રૂ.2 કરોડ આપેલાં છે પણ તેમનું સરનામું મળતું નથી. JDSને રૂ.1 કરોડ જ્યુપીટર પ્રા.લી. દ્વારા આફવામાં આવ્યું છે. સત્યા ઈલેક્ટ્રોલ ટ્રસ્ટ દ્વારા આમ આદમી પક્ષને મોટી રકમ આપી છે.

બીજા લોકોએ નાણાં આપેલા હોય તેમની વિગતો મોડર્ન રોડ માર્કરસ પા.લી. રૂ.2 કરોડ SHSને આપેલા છે.

પક્ષના પુરા નામ અને ટૂંકા નામ

1 All India United Democratic Front AIUDF

2 Desiya Murpokku Dravida Kazagam DMDK

3 Jharkhand Mukti Morcha JMM

4 Naga People’s Front NPF

5 Shiromani Akali Dal SAD

6 Telegu Desam Party TDP

7 Samajwadi Party SP Yes

8 Rashtriya Lok Dal RLD

9 Yuvajana Sramika Rythu Congress Party YSR-Congress

10 Janata Dal (United) JDU

11 Sikkim Democratic Front SDF

12 Janata Dal (Secular) JDS

13 Biju Janata Dal BJD

14 Jammu and Kashmir National Conference JKNC

15 All India Anna Dravida Munnetra Kazhagam AIADMK

16 Dravida Munnetra Kazhagam DMK

17 Maharashtra Navnirman Sena MNS

18 Telangana Rashtra Samithi TRS

19 People’s Democratic Alliance* PDA

20 Shiv Sena SHS  25.65  – 297

21 Bodoland People’s Front BPF

22 All India Forward Bloc AIFB

23 Zoram Nationalist Party ZNP

24 Asom Gana Parishad AGP

25 Maharashtrawadi Gomantak Party MGP

26 Lok Janshakti Party LJP