[:gj]બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં એસ જયશંકર ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે[:]

[:gj]70માં બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલમાં વિદેશમંત્રી ડૉ. એસ જયશંકર ઇન્ડિયન પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે
ભારતમાં ફિલ્માંકનને પ્રોત્સાહિત કરવા ભારતીય પ્રતિનિધિમંડળ બર્લિનાલે 2020માં ભાગ લેશે

કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) સાથેના સહયોગમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય, ભારત સરકાર ‘70મા બર્લિન આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટીવલ’માં ભાગ લઇ રહી છે. આ ફેસ્ટિવલ જર્મનીના બર્લિનમાં 20 ફેબ્રુઆરી – 1 માર્ચ 2020 દરમિયાન યોજાશે. આ ફિલ્મ ફેસ્ટિવલમાં એક ઇન્ડિયન પેવેલિયન પણ રહેશે કે જે ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રસિદ્ધ કરવા માટે અને નવી વ્યવસાયની તકોને સુવિધા પૂરી પાડવા માટે એક મંચ પૂરું પાડશે.
આ વર્ષે બર્લિનમાં ૩ ભારતીય ફીચર ફિલ્મો અને સાથે સાથે એક ટૂંકી ડોકયુમેન્ટરી ફિલ્મ પસંદ કરવામાં આવી છે, પુષ્પેન્દ્ર સિંહની ‘લૈલા ઔર સત્ત ગીત’, પ્રતિક વત્સની ‘ઇબ અલે ઉ’, અક્ષય ઇન્દીકરની ‘સ્થળપુરાણ’ અને એકતા મિત્તલની ટૂંકી ડોકયુમેન્ટરી ‘ગુમનામ દિન’ ને પસંદ કરવામાં આવી છે.
વિદેશી બાબતોના મંત્રી ડૉ. એસ જયશંકર બર્લિનાલે ખાતે ભારતીય પેવેલિયનનું ઉદ્ઘાટન કરશે.

ભારત બર્લિનાલે 2020માં ભાગીદારીના માધ્યમથી ભાષાકીય, સાંસ્કૃતિક અને પ્રાદેશિક વૈવિધ્યના પરિપ્રેક્ષ્યમાં પોતાની ફિલ્મોને પ્રસિદ્ધ કરવા માગે છે અને ભારતમાં ફિલ્મ બનાવવા, પ્રોડક્શન અને વેચાણ કરવાના ક્ષેત્રમાં તથા સ્ક્રીપ્ટ ડેવલપમેન્ટ ટેકનોલોજીમાં એક કરતા વધુ આંતરરાષ્ટ્રીય જોડાણો સ્થાપિત કરવા ઈચ્છે છે.
ભારતીય પ્રતિનિધિમંડળ જુદા-જુદા સંવાદોના માધ્યમથી ફિલ્મ ફેસિલિટેશન ઓફીસ (એફએફઓ) દ્વારા ભારતમાં ફિલ્મો શૂટ કરવાની સરળતાને પ્રોત્સાહન આપવા માંગે છે. એફએફઓ એ ફિલ્મ નિર્માતાઓને સિંગલ વિન્ડો ક્લિયરન્સની સુવિધા પૂરી પાડે છે અને ભારતમાં ‘સિનેમેટિક ટુરીઝમ’ માટે એક મંચ પૂરું પાડે છે. આ પ્રતિનિધિમંડળ ભારતને પોસ્ટ પ્રોડક્શન હબ તરીકે પ્રદર્શિત કરશે અને આંતરરાષ્ટ્રીય પ્રોડક્શન હાઉસ સાથે મળીને ફિલ્મો માટેના જોડાણોને પ્રમોટ કરશે.
ઓડિયો-વિઝ્યુઅલ સેવા ક્ષેત્રને ભારત સરકાર દ્વારા શ્રેષ્ઠતમ સેવા ક્ષેત્રોમાનું એક ગણવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ્ય ભારતને મીડિયા અને મનોરંજન માટેના એક આગળ પડતા ગંતવ્ય સ્થાન તરીકે પ્રમોટ કરવાનો છે.
બર્લિનાલે જઈ રહેલ સરકારી પ્રતિનિધિમંડળ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (આઈએફએફઆઈ) 2020, ગોવાના 51માં સંસ્કરણમાં આંતરરાષ્ટ્રીય ભાગીદારીને સુવિધા પૂરી પાડશે. આઈએફએફઆઈનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ફિલ્મ મેકિંગની કળાની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવા માટે સિનેમાને એક સામાન્ય મંચ પૂરું પાડવાનો છે.
આ પ્રતિનિધિમંડળ ઇઝરાયેલ, દક્ષિણ આફ્રિકા, ન્યુઝીલેન્ડ, સ્પેન, બ્રાઝિલ, પોર્ટુગલ, ફ્રાંસ, ઇટલી, સ્વીત્ઝરલૅન્ડ, જર્મની, કેનેડા, યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને રવાન્ડા સહિતના દેશોના અધિકારીઓ સાથે બેઠકો યોજશે. આ પ્રતિનિધિમંડળ લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ, સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ, કેન્સ ફિલ્મ ફેસ્ટિવલ, રેઇનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલ, એડીનબર્ગ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ, એનેસી આંતરરાષ્ટ્રીય એનીમેશન ફેસ્ટિવલના અધિકારીઓને પણ મળશે.
ભારત ફિલ્મ મેકિંગ પ્રક્રિયાના અનેક પરિમાણોમાં ઘણા હકારાત્મક પાસાઓ ધરાવે છે. તેની પાસે સમગ્ર દેશમાં મજબૂત સ્થાનિક ફિલ્મ ઉદ્યોગ છે અને આ સાથે જ તે વિશ્વકક્ષાના ટેકનિશિયન, સાધનો અને કોઇપણ પ્રકારનું શૂટિંગ કરવા માટે જુદા-જુદા સ્થાનોનું વૈવિધ્ય ધરાવે છે.
દેશમાં નિર્માણ પામતી 1800થી વધુ ફીચરફિલ્મો, 900થી વધુ ટેલિવિઝન ચેનલ્સ, 500 મિલિયન ઈન્ટરનેટ યુઝર્સ, 500 મિલિયન સ્માર્ટ ફોન યુઝર્સની ક્ષમતા સાથે ભારતનો મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ (એમએન્ડઈ) ઉદ્યોગ વૈશ્વિક સહભાગીતા માટે આકર્ષક વિકાસની તકો પૂરી પાડે છે.[:]