ગુજરાત રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરવાને બદલે દિવસે દિવસે કથળી રહ્યું છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રક્રિયાના અંતે વિવિધ પ્રોફેશનલ કોર્ષની 90 ટકાથી લઈ 35 ટકા સુઘી બેઠકો ખાલી રહી છે. રાજ્યમાં એન્જીનીયરીંગ, ફાર્મસી,એમબીએ-
એમસીએ, ડિપ્લોમા ટુ ડિગ્રી, ડિપ્લોમા એન્જીનીયરીંગ સહિતના પ્રોફેશનલ કોર્ષની 222667 જેટલી બેઠકો છે. ચાલુ વર્ષે પ્રવેશ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 222667 માંથી માંડ 109724 જેટલી બેઠકો ભરાઈ છે. જ્યારે 1લાખ 12 હજાર 943 બેઠકો ખાલી રહી છે. આમ પ્રોફેશનલ કોર્ષની ઓવર રોલ 49 ટકા બેઠકો જ ભરાઈ છે જ્યારે 51 ટકા બેઠકો ખાલી છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને વિભાવરી દવે સદંતર નિષ્ફળ રહ્યાં છે.
સરકારી બેઠકોમાં વધારો ન કરી સરકાર પીપીપી ધોરણે ઉદ્યોગપતિઓને હવાલે ટેકનીકલ શિક્ષણ સોંપી દીધું છે. ચાલુ વર્ષે ડિગ્રી એન્જીનીયરીંગની 63846 સીટો માંથી 30521 સીટો ભરાઈ છે. એટલે કે 47 ટકા બેઠકો ભરાઈ છે જ્યારે 53 ટકા સીટો ખાલી રહી છે. તો એમસીએની 4732 સીટો માંથી માત્ર 589 સીટો ભરાઈ છે..એટલે કે એમસીએની 12 ટકા જ સીટો ભરાઈ છે જ્યારે 88 ટકા સીટો ખાલી રહી છે. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જીનીયરીંગની 27 ટકા સીટો ભરાઈ છે જ્યારે 73 ટકા સીટો ખાલી રહી છે. છેલ્લા ત્રણ વર્ષથી વિવિધ પ્રોફેશનલ કોર્ષની ખાલી સીટોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે રાજ્યમાં પ્રોફેશનલ કોર્ષની કોલેજો બંધ થતાં દર વર્ષે સીટોમાં ઘટાડો થઈ રહ્યો છે અને ખાલી
સીટોમાં વધારો થઈ રહ્યો છે.
એન્જીનીયરીંગ, ડિપ્લોમા એન્જીનીયરીંગ, ફાર્મસી, એમબીએ-એમસીએ સહિતના કોર્ષની 60 ટકાથી 90 ટકા બેઠકો ખાલી રહી છે.
પ્રોફેશનલ કોર્ષની વર્ષ-2016ની સ્થિતિ
કોર્ષ – કુલ બેઠકો – ખાલી બેઠકો – ખાલી બેઠકોની ટકાવારી
ડિગ્રી એન્જીનીયરીંગ – 68667 – 30609 – 45 ટકા
ડિગ્રી-ડિપ્લોમા – ફાર્મસી – 5385 – 2111 – 40 ટકા
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જી. – 43080 – 26568 – 62 ટકા
એમબીએ – 10100 – 4184 – 42 ટકા
એમસીએ – 5890 – 5353 – 91 ટકા
કુલ – 155353 – 82762 – 54 ટકા
પ્રોફેશનલ કોર્ષની વર્ષ-2017ની સ્થિતિ
કોર્ષ – કુલ બેઠકો ખાલી – બેઠકો ખાલી – બેઠકોની ટકાવારી
ડિગ્રી એન્જીનીયરીંગ – 68113 – 33704 – 50 ટકા
ડિગ્રી-ડિપ્લોમા ફાર્મસી – 5675 – 928 – 13 ટકા
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જી. – 45067 – 31106 – 69 ટકા
એમબીએ – 9870 – 3456 – 35 ટકા
એમસીએ – 5410 – 4887 – 91 ટકા
ડિપ્લોમા એન્જીનીયરીંગ – 66715 – 25322 – 38 ટકા
કુલ – 232028 – 120798 – 52 ટકા
પ્રોફેશનલ કોર્ષની વર્ષ-2018ની સ્થિતિ
કોર્ષ – કુલ બેઠકો – ખાલી બેઠકો – ખાલી બેઠકોની ટકાવારી
ડિગ્રી એન્જીનીયરીંગ – 63846 – 33325 – 53 ટકા
ડિગ્રી-ડિપ્લોમા – ફાર્મસી – 5745 – 809 – 14 ટકા
ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જી. – 48758 – 35681 – 76 ટકા
એમબીએ – 8979 – 2065 – 23 ટકા
એમસીએ – 4732 – 4143 – 88 ટકા
ડિપ્લોમા એન્જીનીયરીંગ – 61650 – 16477 – 27 ટકા
કુલ – 222667 – 122943 – 51 ટકા