ગુજરાતમાં બાંગ્લાદેશના કપડાં માટે બજારો વધી, લોકો આયાતી કપડાં પહેરવા લાગ્યા

ગુજરાતનું ઔદ્યોગિક ઉત્પાદન એક વર્ષમાં 40 ટકા ઘટી ગયું તેની પાછળ  GST,  નોટબંધી ઉપરાંત બાંંગ્લાદેશ જવાબદાર છે. ગુજરાતમાંથી થતી નિકાસમાં 20 ટકાનો ઘટાડો થયો છે. ટેક્સ્ટાઈલનું ઉત્પાદન 25% ઘટ્યું, તૈયાર કપડા 30%  ઘટી ગઇ છે.

આનાથી ઊલટું બાંગ્લાદેશના કપડાંની નિકાસ ભારતમાં 168% વધી ગઇ છે. ગુજરાતમાં બાંગ્લાદેશી કાપડ વેચતી બજારો ગ્રામ્ય અને શહેરી ગરીબ મધ્યમ વર્ગના લોકોના દરેેક વિસ્તારોમાં જોવા મળે છે. ગુજરાતનો કાપડ અને કપડાં ઉદ્યોગ વખણાતો તેનાા લોકો બાંંગ્લાદેશનું હલકી કક્ષાના કપડાાં પહેરવા લાગ્યા તેનું કારણ નાણાંની સાયકલ ઠપ્પ થઈ ગઈ છે અને લાખો લોકો બેકાર બન્યા છે પગારો ઘટાડી દીધા છે.

વૈશ્વિક બ્રાંડના કપડાં હવે મોલમાં નહીં પણ રસ્તા પરના બાંગ્લાદેશના બજારમાં ખરીદવા લાગ્યા છે.  ટીશર્ટની કિંમત રૂ. 3 હજાર હોયતો ઉત્પાદન કિંમત માત્ર રૂ. 100થી રૂ. 300 હોય છે. દુનિયાભરની જાણીતી વસ્ત્રોની બ્રાન્ડ બાંગ્લાદેશમાં જ બનાવા લાગી છે. ગુજરાત અને ચીનને બાંગ્લાદેશ પડકારી રહ્યું છે. ચટગાવ અને આસપાસના વિસ્તારોમાં આવેલી 5500 કપડાં ફેકટરીઓમાં રોજના 1.25 બને છે. સૌથી મોટા રીટેઇલ બ્રાન્ડ વોલમમાર્ટ, યુકેની પ્રતિષ્ઠીત બ્રાન્ડ પ્રાઇમર્ક, ઇટાલીયન બ્રાન્ડ રાલ્ફ લૌરેને પણ અહી પોતાનો ઓર્ડર સતત વધારી રહયા છે.

ગુજરાત પાછળ બાંગ્લાદેશ આગળ

1978માં ગ્લાદેશના નુરૂલ કાદર ખાને 130 યુવાનોને તાલીમ માટે દક્ષિણ કોરીયા મોકલ્યા હતા. પછી દેશની પ્રથમ વસ્ત્ર ફેકટરી શરૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજકીય પક્ષોના શાસનમાં ફેરફાર થયા પછી બીટી અને દેશી કપાસનું ઉત્પાદન ખેડૂતોએ 10 ગણું વધારી આપ્યું પણ ભાજપ સરકારની અણઆવડતના કારણે કાપડ અને કપડાં ઉદ્યોગ ખતમ થઈ રહ્યો છે. હવે ગુજરાતની મીલો કે ફેકટરીના કપડાં નહીં પણ બાંગ્લાદેશી કોટનના કપડાં ગુજરાતના લોકો પહેરે છે.