પ્રજાસત્તાક દિન અનુસંધાને ૨૫ જાન્યુઆરીએ ભાજપ ગુજરાત પ્રદેશ યુવા મોરચા દ્વારા તમામ જીલ્લા, મહાનગરોમાં CAAના સમર્થનમાં વિવિધ કાર્યક્રમો જેમ કે, તિરંગા યાત્રા, પદયાત્રા, બાઇક રેલી, મશાલ રેલી થઈ હતી.
પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ભાવનગર શહેર ખાતે બાઇક રેલીમાં હાજર રહ્યા હતા. પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ મહેસાણામાં રેલામાં હાજર હતા. પ્રદેશ ઉપપ્રમુખ ગોરધન ઝડફિયા અમદાવાદ જીલ્લામાં રેલામાં હતા. પ્રદેશ ઉપપ્રમુખ ભાર્ગવ ભટ્ટ વડોદરા ખાતે હતા. દરેક જીલ્લા, મહાનગરોમાં વિવિધ પદાધિકારીઓ હાજર હતા.
પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ડૉ. ઋત્વિજ પટેલે જણાવ્યું હતું કે, CAAના જનજાગૃતિ અભિયાન અંતર્ગત CAAના કાયદા વિશેની જનજાગૃત્તિ લાવવાનું કામ આ રેલીઓના માધ્યમ થકી સમગ્ર ગુજરાતમાં પ્રયાસ કરવામાં આવેલું છે. વિઘટનકારી તત્વો દ્વારા CAAને લઇને લોકોમાં ભ્રમ ફેલાવાનું કામ હાથ ધરાયુ, તે ભ્રમને દુર કરવાનું કામ યુવા મોરચાએ હાથ ધર્યું છે.