વડોદરાના પાદરા ખાતે ઓક્સીજન રીફીલીગ કરતા બનેલી ગમખ્વાર અકસ્માતને કારણે ૫ શ્રમિકો પોતાના જીવ ગુમાવ્યા અને ૧૦ જેટલા શ્રમિકો ગંભીર રીતે ઘાયલ છે. ગુજરાતમાં ઔદ્યોગિક સલામતી માટેના નીતિ નિયમોને નેવે મુકતા વારંવાર શ્રમિકોના મોત થઈ રહ્યાં છે. ઔદ્યોગિક સલામતી ક્ષેત્રે નિષ્ફળ ભાજપ સરકાર પર આકરા પ્રહાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસે કર્યા છે.
કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા તાજેતરમાં રજૂ કરવામાં આવેલા આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઔદ્યોગિક સલામતીના નિયમોને અવગણવાને કારણે ગુજરાત શ્રમિકોના મોતમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે આવે છે જે ખુબજ ગંભીર બાબત છે. ફેક્ટરી ઈન્સ્પેક્શનના નામે માત્ર હપ્તારાજને કારણે ગુજરાત વર્ષ ૨૦૧૪-૧૬ માં ૬૮૭ જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા હતા જ્યારે ૪૦૧૯ જેટલા શ્રમિકો ગંભીર દુર્ઘટનામાં ઘાયલ થયા હતા. છેલ્લા બે અઠવાડિયામાં પાંચ થી વધુ ઔદ્યોગિક અકસ્માતોમાં દસ થી વધુ શ્રમિકોએ જીવ ગુમાવ્યા છે.
ગુજરાતમાં ઓદ્યોગિક વિકાસના બણગા ફૂકતી ભ્રષ્ટાચારને શિષ્ટાચાર ગણતી ભાજપ સરકારના શાસનમાં સુરત જીલ્લામાં ૨૦૩ શ્રમિકો, અમદાવાદમાં ૧૬૧ શ્રમિકો, ભરૂચમાં ૧૫૨ શ્રમિકો, વલસાડમાં ૧૧૬ શ્રમિકો અને અન્ય જિલ્લાઓમાં ૫૦૭ શ્રમિકો સાથે સમગ્ર રાજ્યમાં કુલ ૧૨૩૯ જેટલા શ્રમિકોએ છેલ્લા છ વર્ષમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ભાજપ સરકારમાં ઔદ્યોગિક એકમોમાં ઈન્સ્પેક્શન યોગ્ય રીતે થતુ નથી જેના પરિણામે ગુજરાતના શ્રમિકોને પોતાનો જીવ ગુમાવી ભોગવે છે. છેલ્લા પાંચ વર્ષમાં ૩૩૦૦૦ જેટલા ફેક્ટરી શ્રમિકો માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં ગંભીર ઈજા પામ્યા છે. જે શ્રમિકોના પરસેવાના કારણે ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યા માત્ર કહેવા પુરતી, માત્ર કાગળ ઉપર ફેક્ટરી ઈન્સ્પેક્શનની પ્રક્રિયાને કારણે અને હપ્તારાજ – ભ્રષ્ટાચારની નીતિ રીતી ને કારણે ગુજરાતના શ્રમિકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે જે ખુબ જ નિંદનીય બાબત છે.
શ્રમિકોના શ્રમને કારણે ગુજરાતની પેટ્રો કેમિકલ, સીરામીક, હિરા ઉદ્યોગ, ટેક્ષટાઈલ ઉદ્યોગ જેવા ઔદ્યોગિક એકમો ચાલી રહ્યા છે ત્યારે તાજેતરમાં પાદરા ખાતે બનેલ ગમખ્વાર દુર્ઘટનામાં જીવ ગુમાવનાર પાંચ મૃતકો અને દસ ઘાયલ શ્રમિકોને ગુજરાતની ભાજપની ભાજપ સરકાર યોગ્ય વળતર ચુકવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે, ઔદ્યોગિક એકમોમાં થતા અકસ્માતમાં મૃત્યુ પામતા શ્રમિકોના આંકડાઓમાં ગુજરાત નંબર વન બનવા પાછળ ભાજપનું ભ્રષ્ટ હપ્તા રાજ છે. જે ફેક્ટરની નિયમો કાગળ ઉપર મુકતા ગુજરાતના શ્રમિકોના જીવનુ જોખમ રહ્યું છે. જો આગામી દિવસોમાં હપ્તારાજ બંધ કરવામાં નહી આવે તો આજ પ્રકારે વધુ ગંભીર અકસ્માતોમાં શ્રમિકોના મોત નો આંકડો વધતો રહેશે જેની જવાબદારી ભાજપ સરકારે સ્વિકારવી પડશે. તેમ કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું.
ગુજરાતના ઔદ્યોગિક એકમોમાં શ્રમિકોના મોત
આંકડા સપ્ટેમ્બર 30થી ઓક્ટોબર 01 ના છે
જીલ્લો 2013-14 – 2014-15 – 2015-16 – 2016-17 – 2017-18 કુલ
અમદાવાદ 28 – 31 – 23 – 30 – 21 – 28 – 161
સુરત 41 – 26 – 30 – 36 – 30 – 40 – 203
ભરૂચ 30 – 25 – 21 – 25 – 22 – 29 – 152
વલસાડ 13 – 13 – 14 – 25 – 23 – 28 – 116
અન્ય જીલ્લાઓ 109 – 86 – 67 – 115 – 105 – 25 – 507
કુલ મૃત્યુ આંક 221 – 181 – 155 – 231 – 201 – 250 – 1239