ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા કન્યા શાળા શિક્ષણથી વંચિત

ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા વિદ્યાર્થીનીઓ શાળા શિક્ષણની વંચિત રહે છે. સમગ્ર
દેશમાં સરેરાશ ૧૩.૫ ટકા દીકરીઓ શાળા શિક્ષણથી વંચિત છે જ્યારે ગુજરાતમાં બમણી
સંખ્યામાં દીકરીઓને શિક્ષણનો અધિકાર મળતો નથી. તેવા એન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન
રીપોર્ટ (ASER) કન્યા કેળવણીમાં ભાજપ સરકારના ભોપાળા પોલ ખોલી નાંખી છે. ત્યારે,
વાઈબ્રન્ટ-ગતિશીલ-પ્રગતિશીલ ગુજરાત દેશમાં પાછલા ક્રમાંકે છે. ૨૩ વર્ષથી શાસન કરતી
ભાજપાની ભ્રષ્ટ સરકારનો જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા
ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે વાસ્તવિક સ્થિતિ અંગે એન્યુઅલ સ્ટેટ્સ
એજ્યુકેશન રીપોર્ટ (ASER) વાંચન, ગણન, લેખનની સાથોસાથ શિક્ષણમાં સુવિધા, ડ્રોપ આઉટ
અને શિક્ષણના સ્તર અંગે અહેવાલમાં ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૫ ટકા કન્યા શાળા
શિક્ષણથી વંચિત હોવાનું ખુલ્યું છે.
ગુજરાતમાં ૧૪ થી ૧૬ વર્ષની ૨૪.૯ % કન્યા શાળા શિક્ષણ મેળવી શકતા નથી. સમગ્ર
દેશમાં ૧૩.૫ ટકા સરેરાશ કન્યાઓ શાળા શિક્ષણથી વંચિત એટલે કે, દેશ કરતા ગુજરાતમાં
બમણી સંખ્યામાં કન્યા શાળા શિક્ષણથી વંચિત રહે છે.
એન્યુઅલ સ્ટેટ્સ એજ્યુકેશન રીપોર્ટ (ASER) માં દેશના બિમારૂ રાજ્યો જેને ગણવામાં
આવે છે તેવા ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં કન્યા-
શિક્ષણની સ્થિતિ ગુજરાત કરતા ઘણી સારી છે. શિક્ષણના હેતુ માટેના નાણા કરોડો રૂપિયા જાહેરાતો અને ઉત્સવોમાં વેડફી દેનાર ભાજપા સરકારના દિશા વિહીન અને ભ્રષ્ટ શિક્ષણ
વિભાગની નીતિ રીતીનો ભોગ ગુજરાતના સામાન્ય-માધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ બની રહ્યા છે.

ગુજરાત ૨૪.૯ %
ઉત્તર પ્રદેશ ૨૨.૨ %
છત્તીસગઢ ૨૧.૨ %
રાજસ્થાન ૨૦.૧ %
ઝારખંડ ૧૧.૨ %
બિહાર ૯.૮ %
હિમાચલ પ્રદેશ ૨.૦ %
કેરાલા ૦.૬ %

સમગ્ર દેશમાં સરેરાશ ૧૩.૫ % દીકરીઓ શાળા શિક્ષણથી વંચિત રહે છે.