ગુજરાતમાં 10 હજાર વિદ્યાર્થીઓ વિદેશી

અમદાવાદ, 17 જાન્યુઆરી 2020

ગુજરાતમાં લગભગ ૭૦ થી વધુ યુનિવર્સિટીઓ આવેલી છે અને તે ઉપરાંત રાષ્ટ્રીય મહત્વ ધરાવતી સંસ્થાઓ જેવી કે અમદાવાદની ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, ગાંધીનગરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી – સુરત, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન – અમદાવાદ, ફિઝીકલ રીસર્ચ લેબોરેટરી – અમદાવાદ અને ગાંધીનગરની એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ ગુજરાતમાં આવેલી છે. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં 8 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે જેમાંથી 10,000 વિદેશી વિદ્યાર્થીઓ છે.

અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું કે, નાણાકીય વર્ષ 2018 માં ગુજરાતની ટોટલ અર્લી સ્ટેજ એન્ટરપ્રેન્યોરશિપ એક્ટિવિટીઝ (TEA) 14.2% હતી જેની સામે રાષ્ટ્રની સરેરાશ TEA 9.3% હતી. ગુજરાત રાજ્યને ભારતમાં સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી માટે પ્રથમ ઇનામ અને સર્વશ્રેષ્ઠ એવોર્ડ મળ્યો છે. ગુજરાત સરકારનો શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓ માટે હેકાથોન્સ અને ઓપન ઇનોવેશન ચેલેન્જનું પણ આયોજન કરે છે.

વિદ્યાર્થીઓને સપોર્ટ કરવા માટે સ્ટેટ ઇનોવેશન હબ (i-Hub)ની સ્થાપના કરવામાં આવી છે. બેઠક જીઇએમએસ જૂથ સાથે કરવામાં આવી હતી જે 90 દેશોમાં 200થી વધુ શાળાઓમાં શિક્ષણ ક્ષેત્રે રોકાણ કરતી અગ્રણી ફર્મ છે. બેઠક શારજાહ સ્થિત સ્કાયલાઈન યુનિવર્સિટીના પ્રતિનિધિઓ સાથે હતી.

સાસા ઉપરાંત અગ્રણી ઉદ્યોગપતિઓ અને દુબઇના શિક્ષણવિદો તેમજ લીડ પાર્ટનર તરીકે ગણપત યુનિવર્સિટી સહિત 22 યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

આ રોડ શોના પહેલા દિવસે બે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. પહેલો એમઓયુ ગુજરાત યુનિવર્સિટી અને આઈડેન્ટિટી બ્રાંડિંગ ફર્મ વચ્ચે જ્યારે બીજો આર.કે.યુનિવર્સિટી અને આઈડેન્ટિટી બ્રાંડિંગ ફર્મ વચ્ચે થયો હતો.
ગુજરાતનું પ્રતિનિધિમંડળ વિવિધ ખાનગી શાળાઓ અને યુનિવર્સિટીઓ જેવી કે દિલ્હી પ્રાઈવેટ સ્કૂલ, ઈન્ડિયન હાઇ સ્કૂલ, સ્કાયલાઈન યુનિવર્સિટી, શારજાહ ઈન્ડિયન સ્કૂલ અને દુબઈની અવર ઓન ઇંગ્લિશ હાઇ સ્કૂલની પણ મુલાકાત લેશે.

દુબઈની વિવિધ ભારતીય શાળાઓના 700 થી વધુ વિદ્યાર્થીઓએ એક્ઝિબિશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.