ટેકનીકલ ઇનોવેશન્સને સ્ટાર્ટઅપથી નવું બળ આપી ર૦ર૦ સુધીમાં રાજ્યમાં ર૦૦૦થી વધુ નવા સ્ટાર્ટઅપ હશે. રૂ. ર૦૦ કરોડની જોગવાઇ સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ પોલિસી ઘડી છે. અમદાવાદમાં એલ.ડી. કોલેજ ઓફ એન્જીનીયરીંગ દ્વારા યોજીત બે દિવસીય ISTE સ્ટુડન્ટસ નેશનલ કન્વેન્શનનો પ્રારંભ થયો હતો. આ કન્વેન્શનમાં
દેશભરના રાજ્યોના ૧૦ હજારથી વધુ યુવા છાત્રો ૭૦ થી વધુ વિવિધ સ્પર્ધાઓમાં પોતાના ટેકનીકલ-વૈજ્ઞાનિક જ્ઞાન કૌશલ્યની શ્રેષ્ઠતા પ્રદર્શિત કરવાના છે.
‘એમ્પાવરીંગ ઇન્ડીયા થ્રુ ઇનોવેશન્સ’ની થીમ સાથે યોજાઇ રહેલું આ કન્વેન્શન યુવા પેઢીના નવા ઇનોવેશન્સ -રિસર્ચથી ‘શેપિંગ એ ન્યુ ઇન્ડીયા’ની કલ્સંપના રજૂ કરશે.
ગુજરાતમાં ઇઝરાયેલના સહયોગથી આઇ-ક્રિયેટ અને સ્ટાર્ટઅપ ઇનોવેસન્શ શરૂં થશે. વાયબ્રન્ટ સમિટમાં MSME અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન માટે સેમિનાર અને કન્વેન્શન્સ યોજીને મેન્યુફેકચરીંગ હબ-ઓટોહબ ગુજરાતને યુવાનોના નવા રિસર્ચ-ઇનોવેશન્સ થશે
ડિફેન્સ એન્ડ એરોસ્પેસ સેકટરમાં રિસર્ચ –ઇનોવેશન્સને વેગ આપાશે. ગુજરાતના ૩ યુવા ઇજનેરોના પ્રોજેકટ આર્મી ટેકનોલોજી સેમિનારમાં પસંદ પામ્યા છે.
રાજ્યમાં ઇજનેરી કોલેજો, IIT, સેપ્ટ, બાયોટેક યુનિવર્સિટી, મરિન યુનિવર્સિટી, રેલ્વે યુનિવર્સિટીના આયામો દ્વારા ગુજરાતની યુવાશકિત કામ કરે છે. તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.
સમગ્ર દેશમાંથી ૯ હજારથી વધુ રજીસ્ટ્રેશન થાય છે. ISTEએ રાષ્ટ્રીય ક્ષેત્રે ટેકનોલોજીકલ એજ્યુકેશન સાથે સંકળાયેલી સ્વાયત સંસ્થા છે. સમગ્ર દેશમાંથી ૪૭૭૦ જેટલી એન્જીનીયરીંગ કોલેજો સંસ્થાઓ તેની સભ્ય છે અને પ્રતિવર્ષ લાખો યુવાનોનું એનરોલમેન્ટ થાય છે.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી – જી.ટી.યુ. દ્વારા ૧૩ર જેટલા સ્ટાર્ટઅપ્સને સપોર્ટ અપાયું છે.