ગુજરાતમાં 2.50 લાખ બાળકો કાળી મજૂરી કરે છે, ખેતીમાં સૌથી વધુ

ગુજરાત બાળ વિકાસ આયોગ બાળકો માટે કામ કરે છે. ગુજરાતમાં 2.50 લાખ બાળકો મજૂરી કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે. જે કાશ્મીર જેટલા છે. ગુજરાતમાં સૌથી વધું બાળ મજબરો ખેતી અને સેવા ક્ષેત્રે કામ કરી રહ્યાં છે. જે બતાવે છે કે, ગુજરાતનો જે વિકાસ બહારથી બતાવવામાં આવી રહ્યો છે એવો નથી. ગરીબ કુટુંબો પોતાનું ભરણ પોષણ કરવા માટે બાળકોને મજૂરીએ મોકલે છે તેથી તેઓ શિક્ષણ લઈ શકતા નથી કે સારી આરોગ્યની સેવા મળવી શકતા નથી.

નાના બાળકો શાળાએ ભણવા જવા માંગે છે પણ ગરીબીના કારણે તેઓ જઈ શકતાં નથી. આવી અતિ ગંભીર વિગતો ગુજરાતના બાળવિકાસ આયોગ અને બાળવિકાસ વિભાગ છુપાવે છે અને તેમની વેબસાઈટ પર આવી વિગતો જાહેર કરવામાં આવતી નથી. તે પ્રજાને જાણવાનો હક્ક છે. પણ જો આ વિગતો જાહેર થાય તો સરકારે કોઈ વિકાસ કર્યો નથી એવું સાબિત થઈ શકે છે. પણ સવતિ ગણતી વિભાગ અને કેન્દ્ર સરકારે આ વિગતો જાહેર કરી દીધી છે.

1971માં 5 લાખ બાળમજૂર ગુજરાતમાં હતા. જે 2001 સુધી એટલાં જ રહ્યાં હતા. ગુજરાતનો વિકાસ થયો હોત તો આ સંખ્યા 0 થઈ જવી જોઈતી હતી. પણ 2001 પછીની ગુજરાતમાં રહેલી મોદી અને રૂપાણીની સરકારો વિકાસ કરવામાં નિષ્ફળ રહી છે. જો સફળ હોત તો બાળકોએ મજૂરીએ જવું ન પડત. બાલકોનું ભવિષ્ય ખેતરો અને કારખાનામાં જ પસાર થઈ જાય છે. જેમાંના મોટા ભાગના તો જીવનભર ગરીબ રહે છે.

ગુજરાતથી ઓછા બળમજુર હોય એવા રાજ્યોમાં કર્ણાટક, કેરાલા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઓડિસા, પંજાબ, તમીલનાડુ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, અરૂણાચર પ્રદેશ, સેવન સીસ્ટર રાજ્યો, આસામ, છત્તીશ ગઢ, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કાશ્મીર જેવા રાજ્યોમાં ગુજરાત કરતાં ઓછા બાળ મજૂર છે.

રાજ્યના બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ જાગૃતિ હરેન પંડ્યાને એક પ્રશ્ન 25 સપ્ટેમ્બર 2018માં પૂછવામાં આવ્યો ત્યારે તેમની બાળકોના મુદ્દા પર અજ્ઞાનતા છતી થઈ છે. જાગૃતિ પંડ્યા પાસે બાળકોની તસ્કરી, બાળ મજૂરી, બાળકોના ગુમ થાયની વિગતોથી અજાણ જોવા મળ્યા હતા. જાગૃતિ હરેન પંડ્યા બાળકોની મજૂરી,  તસ્કરી સહિતના વિષયો પર લેશન કર્યા વિના આવ્યા હતા. પ્રશ્નોના જવાબ માટે સાથે રહેલા સહાયકોની મદદ લેવી પડી હતી.