ગુજરાતમાં 2.50 લાખ લોકોને મોબાઈલ ફોનની ‘નોમોફોબિયા’ બિમારી ?

દુનિયાને મુઠ્ઠીમાં રાખવાનું સ્વપ્ન બતાવનારા ગુજરાતના ધીરૂભાઈ અંબાણીના પુત્રોએ મોબાઈલ ફોન સસ્તા કરીને તથા બીજા એવી જ કંપનીઓ મોબાઈલ ફોન સરળ કરી દેતાં તેની ખરાબ અસર ગુજરાતમાં ઊભી થઈ છે. મોબાઈલ ફોન સાથે ઈન્ટરનેટ તદ્દન ઓછા દરે આપતાં તેનો વપરાશ વધી ગયો છે. ટીનએજર્સ, યુવાનો અને મહિલાઓમાં મોબાઈલ ફોનનો ભારે ક્રેઝ ગુજરાતમાં છે. દુનિયાને મુઠ્ઠીમાં રાખતાં મોબાઈ ગેઝેટથી Nomophobia નામની બિમારી વધી રહી છે. મોનોફોબિયા એટલી હદે વધી ગયો છે કે યુવાનો હવે માતા પિતા અને સમાજથી અળગા થઈને માત્ર મોબાઈલની દુનિયામાં જીવવા લાગ્યા છે. અમદાવાદની સરકારી મેન્ટલ હોસ્પિટલમાં દર 40-50 દર્દીઓએ 3થી 4 દર્દી Nomophobiaના આવવા લાગ્યા છે.

32 મોત વધીને 70 થયા

2011માં ગુજરાતમાં મેન્ટલ અને બીહેવિયર ડીસઓર્ડરના કારણે 42 લોકોના મોત થયા હતા. જેમાં 32 પુરૂષો હતા. કૂલ મોતમાં તે 0.06 ટકા હતા. જેમાં રાજકોટમાં 15 પુરૂષ અને 6 મહિલાઓ હતી, વડોદરામાં 4 પુરુષો અને અમદાવાદમાં માત્ર 1 પુરૂષનું મોત થયું ત્યારે તેમના કુટુંબોએ મરણ પ્રમાણપત્ર લેતી વખતે માનસિક રોગ બતાવ્યો હતો. જે મોત થયા તેમાં 16 ટકા એવા હતા કે, 15થી 24 વર્ષની ઉંમર હતી. 2014માં 70 લોકોના મોત થયા હતા.

4 સરકારી હોસ્પિટલમાં 7500 માનસિક રોગના દર્દી

ગુજરાતમાં માનસિક રોગની સરકારી 4 હોસ્પિટલ છે. જેમાં રોજના દર્દી આવતાં હોય તેમાં અમદાવાદમાં 295 દર્દી, વડોદરામાં 247, જામનગરમાં26 દર્દી અને ભુજમાં 38 દર્દી સારવાર માટે આવે છે. અમદાવાદમાં 5600 માનસિક દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. 7500 દર્દીઓ સમગ્ર રાજ્યમાંથી આ 4 હોસ્પિટલમાં સારવાર માટે આવે છે. આરોગ્ય વિભાગની માહિતી પ્રમાણે દિવસમાં જે માનસિક રોગના તબીબ 40-50 કેસ જૂએ છે, તેમાં તેમની પાસે તેમાંથી 3થી 4 કેસ આવવા લાગ્યા છે. માનસિક ઓપીડી કરતાં તબિબોનો આવો અનુભવ છે.

40 લાખ માનસિક રોગી

દર વર્ષે સરકારી દવાખાના, હોસ્પિટલ અને 6 મેડિકલ હોસ્પિટલમાં 4.50 લાખ માનસિક દર્દીને સારવાર આપવામાં આવે છે. આમ માનસિક રોગના દર્દીઓ રોજ વધી રહ્યા છે. ખાનગી તબિબો પાસે સારવાન લેવા જતાં હોય એવા દર્દીઓ તેનાથી 10 ગણાં હોઈ શકે છે. 40-50 લાખ લોકોએ માનસિક સારવાર લેવી પડે એ ગંભીર બાબત માનવામાં આવે છે. જેમાંથી જો 5 ટકા દર્દી Nomophobiaના ગણીયે તો 2થી2.50 લાખ લોકો એક વર્ષમાં ભોગ બની ગયા હોઈ શકે છે.

ફોનની લત

આ એક એવી બિમારી છે જે હવે દુનિયાના દરેક ખૂણે જોવા મળી રહી છે. પોતાના મોબાઇલથી લગાવ થયો હોવાથી તે  એકલાપણાની અનુભૂતિ કરે છે, તે Nomophobia નો શિકાર હોય છે. લોકોએ હવે સબંધોની કડી મોબાઇલ જ છે તેમ માની લીધું હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના ટીનએજર્સ આ બિમારીથી એટલા આદતી બની ગયા છે કે, ફોનની લતને છોડવા માટે ડોક્ટરની મદદ લઈ રહ્યાં છે.

લોકો આજથી જ Nomophobia થી બચવાના પ્રયત્નો નહી કરે તો આવનારા ભવિષ્યમાં માનવજાતિને ગંભીર બિમારીઓનો સામનો કરવો પડે તો તેમા નવાઇ નહીં.

મોબાઈલ છોડતા નથી

અમદાવાદની એક હોસ્પિટલના ડોક્ટર કહે છે કે, અમદાવાદમાં હવે મોબાઈલનું વ્યસન થઈ ગયું છે. મોડી રાત સુધી લોકો મોબાઈલ પર રહે છે. મોટા ઉંઘે છે અને સવાર મોડા ઉઠે તેની સાથે મોબાઈલ ફોન જુએ છે. વળી, કામકાજના સ્થળે સતત મોબાઈ જોયા કરે છે. રસ્તામા ચાલતાં હોય ત્યારે મોબાઈ ફોનનો ઉપયોગ કરે છે. રસ્તા પર ઊભા રહી જઈને મોબાઈને દુનિયા સમજીને જોયા કરે છે. અમદાવાદનો સમાજ હવે મોબાઈલ એડિક્ટેડ બની રહ્યો છે. મોટો વર્ગ મોબાઈલ ફોનનો બંધાણી થઈ ગયો છે. પોતાના સંબંધો મુશ્કેલીમાં આવી પડ્યા છે.

20 વર્ષ સુધીના વધું શિકાર

સરકારી તબીબ કહે છે કે, 20 વર્ષથી ઓછી ઉંમરના ટીન એજર્સ લોકો વધું ભોગ બની રહ્યા છે. જેની સૌથી વધું ખરાબ અસર માણસોના જીદ્દી પણાનો વધારો કરી રહ્યો છે. પોતાનું જ કહ્યું કરાવવું કે પોતે જ કહે તે સાચું એવું મગજ બની રહ્યા છે. સમાજથી વિરૃદ્ધ તેઓ વર્તન કરી રહ્યાં છે. માનવતા વિરૃદ્ધનું માનસ મોબાઈલથી બની રહ્યું છે.

મોબાઈલ છોડી શકતા નથી

નોમોફોબીયાથી પીડાતા ઘણા લોકો તેમના મોબાઇલ ફોનને ક્યારેય બંધ કરી શકતા નથી. નોમોફોબિયા એ મોબાઇલ ફોન સંપર્કમાંથી બહાર નીકળવાનો ડર છે. હાઈ સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓમાં નોમોફોબિયા વધતો જાય છે. મનોચિકિત્સકો દ્વારા નોમોફોબિયા એક ચોક્કસ ડર તરીકે સૂચવવામાં આવ્યું છે. નોમોફોબીયાને સામાજિક અસ્વસ્થતા ડિસઓર્ડરથી જોડી શકાય છે.

માતા-પિતા સાથે ઘર્ષણ વધ્યું

શિક્ષિત અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજમાં પોતાના ટીનએજર્સ છોકરાઓના મોબાઈલનો ઉપયોગ વધું છે. પણ આ સમાજ આવી બાબતો જાહેર કરી શકતો નથી. તેથી તેમના બાળકો અને પોતે પણ સમાજથી વિમુખપણું ધરાવતાં થઈ રહ્યાં છે. માતા-પિતા અને છોકરાઓ વચ્ચે ઘર્ષણ વધી રહ્યાં છે. મા-બાપ પ્રેમથી ફોન લાવી આવ્યો હતો. પણ તે એન્ટી સોશીયલ બની ગયા છે. સોશીયલ નેટવર્કીંગ, ગેમ મોબાઈનું એડિક્શન કરાવી દીધું છે. માતા પિતા સાથે વાત કરતાં ઓછા થઈ જાય છે.  શાળાનું લેસન કરવાનું ઓછું કરે છે. એ અને એનો મોબાઈલ તેની જીંદગી બની જાય છે

રાજકીય પક્ષો જવાબદાર

ગુજરાતમાં 2012, 2014, 2017, 2019ની ચૂંટણી જીતવા માટે કેટલાંક ભાજપ Nomophobia ઊભો કરી દીધો હતો. 2019માં એવી હાલત થઈ છે કે, નરેન્દ્ર મોદીનો ભક્ત વર્ગ ઊભો કરી દીધો છે. આ Nomophobia એવા બની ગયા છે કે, તેઓ માનવા તૈયાર નથી કે કાશ્મીરમાં 44 જવાનોની હત્યા થઈ તે કેન્દ્ર સરકારની 14 વર્ષમાં સૌથી મોટી નિષ્ફળતા હતી. ગુજરાતના ભક્ત વર્ગ એવું માનવા તૈયાર નથી કે ગુજરાતમાં વિકાસ થયો નથી. ભલે પછી ગુજરાતની સૌથી મોટી નર્મદા સિંચાઈ યોજના સદંતર નિષ્ફળ બની રહી હોય.

આમ Nomophobiaનો સૌથી મોટો ફાયદો ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ ઉઠાવ્યો છે. હવે આગામી સમયમાં તે રાજકીય જ નહીં પણ સામાજિક ખાનાખરાબી સર્જશે. એવું આરોગ્ય વિભાગના કેટલાંક અધિકારીઓ માની રહ્યાં છે.

ઉપાય શું

કાઉસીલીંગની સાથે માતા પિતાએ પગલાં લેવા જોઈએ. મોબાઈ વાપરવાથી શું ખરાબ અસર શઈ શકે થે તેની સમજણ આપો. મોબાઈલ ઉપયોગ ન કરે તેવા પગલાં લો. ગમતી અમુક કામગીરીમાં જોડવા જોઈએ, મોબાઈલ વાપરવાની સીધી ના ન પાડો પણ તેને તેનાથી બીજી તરફ લઈ જવા માટે કામે લગાડો.

તે બાળક કે મોટી ઉંમરના લોકો પણ મોબાઈલથી છૂટવા માંગતા હોય છે. મોબાઈલના ઉપયોગ ટાઈમીંગ નક્કી કરી તેના વપરાશનું સમયપત્રક નક્કી કરી આપો. મોબાઈ કેટલા કલાક વાપરવો તે તેને સમજાવીને નક્કી કરો. તેના ઉપર બળજબરી ન કરો પણ તેને મોબાઈલમાં વધું ગમતો હોવાથી તેમાંથી બહાર લાવવા માટે બીજી વધી વાતો કરો.

ગુજરાતના બદલાઈ રહેલાં સમાજ માળખાને અને માનસિક રોગ ઓછો કરવા માટે મોબાઈ ફોબિયા અંગે ગુજરાત સરકારે એક સરવે કરીને તેમની હોસ્પિટલોમાંથી આંકડા મંગાવીને Nomophobia નો સરવે કરવાની અને તેના પર સંશોધન કરવાની જરૂર છે.

દિલીપ પટેલ