ગુજરાતી ચલચિત્ર ‘તું છે ને’, લાગણી ઠાલવે છે

અવલોકન – દિલીપ પટેલ

તું છે ને

શહેરી ગુજરાતી ચલચિત્રો હવે સિનેમામાં છવાઈ રહ્યાં છે. દર્શકોને પકડી રાખે એવું ગુજરાતી ચલચિત્ર છે. 1 માર્ચથી ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. બેકારી, હિજરત, પ્રેમ, વિશ્વાસ, ગુનાખોરી, હિંમતથી ભરેલી તેની વાર્તા છે. પોતાના પ્રેમી માટે વિશ્વાસ બતાવતી યુવતીની હિંમતભેર રજૂઆત કરી છે. મહિલા પ્રધાન ચલચિત્ર છે.

કુટુંબ સાથે એક વખત જોવા જેવી ફિલ્મ છે.

કલાકારો, અભિનેત્રી અને અભિનેતા

સ્વાતી દવે, શ્યામ નાયર, ડિમ્પલ બિસ્કિટવાલા, કાર્તિક રાષ્ટ્રપાલ, પ્રશાંત થાડેશ્વર, રાજેશ ઠક્કરની ભૂમિકા છે.

દિગ્દર્શક, રેહાન ચૌધરી છે.

કથા શું છે ?

કોલેજમાં ભણતી સીધીસાદી છોકરી મેધા એકાએક ગ્લેમરસ બની જાય છે. જે અત્યંત લાગણીશીલ હોય છે. તે વિલનને પડકારી શકે છે.

ફ્લેશબેક પર ચાલતી વાર્તા છે. ક્યાંક અટવાઈ જાય છે તો ક્યાંક વેગ પકડે છે. ચલચિત્રમાં યુવતીની હિંમતભરી વાતો છે. તેને તેનો પ્રેમી સાથે ઉભો રહે છે.

ગુજરાતમાં યુવતીઓની ખરાબ વિડીયો ઉતરીને બ્લેક મેઇલ કરવાની અનેક ઘટનાઓ બની છે.

વિરાટની માતાની કિડની ફેઈલ થઈ જતા વાર્તા સતત વળાંક લે છે.

ફિલ્મમાં સમીર-માના રાવલે આપેલુ સુમધુર સંગીત છે.

વિરાટ તરીકે શ્યામ નાયર સારો અભિનય કર્યો છે. ડિમ્પલ બિસ્કિટવાલા તેની પહેલી જ ફિલ્મમાં ઊભરી આવી છે. વિકી તરીકે કાર્તિક રાષ્ટ્રપાલ અને સંજય તરીકે હાર્દિક ભાવસારે સારો અભિનય કર્યો છે.

સાથીદાર કલાકારો સારો અભિનય કરી શક્યા નથી. કોમેડી અને કલાકારો ક્લોઝ અપ ફિલ્માંકનમાં મરી જાય છે. એરીયલ વ્યુ મહેસાણા અને અમદાવાદ શહેરના સારા છે. આઉટડોર શુટિંગ એકંદરે સારું છે.

રિવ્યુ – દિલીપ પટેલ, અમદાવાદ