[:gj]રૂપાણીના બજેટમાં લોકો શું અપેક્ષા રાખે છે ? ભ્રષ્ટાચાર દૂર કરી પોલીસ ફરિયાદ ઓનલાઈન કરો [:]

What do people expect in a silver budget? Eliminate corruption and make police complaints online

[:gj]ગુજરાતમાં 26 ફેબ્રુઆરીથી બજેટ સત્રની શરૂઆતના પહેલા દિવસે નાણાંમંત્રી નીતિન પટેલ વર્ષ 2020-21નું બજેટ રજૂ કરશે. અંદાજપત્રમાં રૂ.18 હજાર કરોડનો વધારો થવાથી બજેટ 2 લાખ 22 હજાર કરોડ સુધી પહોંચી શકે છે. બજેટમાં નાના ઉદ્યોગો, કૃષિ અને રોજગારીની ખાસ યોજનાઓની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત આગામી દિવસોમાં આવનારી રાજ્યની મહાનગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વેરા વધારવાની દરખાસ્ત બજેટમાં રજૂ ન કરાય એવી પણ શક્તાઓ રહેલી છે. બજેટને લઇને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું કહેવું છે કે, ગુજરાતના તમામ વર્ગને ફાયદો થાય તેવું બજેટ સરકાર આપવાનો પ્રયાસ કરશે.

અંદાપત્રમાં શું અપેક્ષા લોકો રાખી રહ્યાં છે

શિક્ષણની ફી ઓછી કરો

શિક્ષણ સુધારો અને મફત કરો

પૈસાદાર પછાત વર્ગના લોકોને અનામતના લાભ ન આપો, ગરીબ પછાતને પહેલાં નોકરી આપો

વેરાના 36 કાયદાઓ છે તે એક કરો

અંદરના ભંદાર રોડ થઈ ગયા છે તે સુધારો

આરોગ્યની સેવાઓ કથળી છે તેમાં રાહત આપો

ગરીબોને ખાવાના નાણાં નથી. સસ્તા અનાજની દુકાનેથી તેમને વધું સસ્તુ અનાજ આપો

ખેડૂતોને ભાવ નક્કી કરવાની કૃષિ નીતિ બનાવો

દિવસે વિજળી ખેડૂતોને આપો

આર્થિક મંદીમાંતી ગુજરાતને તુરંત બહાર લાવો

ભ્રષ્ટાચાર કરનારા સામે કાયદાનો કડક અમલ કરો

ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર બંધ કરે એવી જોગવાઈ કરો

સરકાર કરકરસર કરે

વૈભની ખર્ચ સરકાર કરી રહી છે તે બંધ કરવમાં આવે

રાજ્યના એક કરોડ ગરીબ અને ખરાબ મકાન ધરાવનારાઓને મકાન આપો

જીએસટીના દરો 2થી 12 ટકા જ રાખો તેનાથી વધું નહીં, ચોરી વધી છે તેથી આમ કરવું જરૂરી છે.

લોકપાલ કાયદો તુરંત લાવીને તેનું સંચાલન અદાલત અને લોકોને આપવામાં આવે

ટીપી સ્કીમમાં પ્લોટનો ડ્રો લાવો, અધિકારી પ્લોટની જગ્યા નક્કી કરે છે તે બંધ કરો

અધિકારીઓ અને રાજકારણીઓની મિલકતો તપાસવાની સત્તા સાથે લોકપાલ કાયદો તુરંત અમલી બનાવો

જાહેર બાંધકામ જ્યાં પણ ચાલતાં હોય તેની ગુણવત્તા તપાસવા માટે 7 લેયરની તપાસ ટીમો બનાવો અને સ્થાનિક લોકોને તેમાં સામેલ કરો

પોલીસ દ્વારા ખોટા કેસ કરવામાં આવે છે તે બંધ કરીને ઓનલાઈન એફઆઈઆરની નોંધણી ફરજિયાત કરો

તમામ પ્રકારની ફરિયાદ માટે એક જ ફોન નંબર રાખો, જ્યાં પ્રજા ફરિયાદ નોંધાવીને તેનો તેમને નોંધણી નંબર આપો

અદાલતોમાં ખટલાઓનો ભરાવો થયો છે તે દૂર કરો

દારૂબંધીમાં છૂટ આપી મર્યાદા નક્કી કરો

આ બજેટમાં ખેડૂતો અપેક્ષા રાખી રહ્યા છે કે, નાના ખેડૂતો માટે સિંગલ ફેસની મોટર માટેની સહાય કરવામાં આવે. ખેડૂતોને દિવસે વીજળી મળે તેની નક્કર યોજના તૈયાર કરવામાં આવે. ઢોરના ત્રાસથી મુક્તિ મળે તે માટે ફેન્સિંગ યોજનાને અસરકારક બનાવાય, ખેડૂતોને મળવા પાત્ર વીમાની રકમમાં વધારો કરવામાં આવે. સિંચાઈ માટે જળસંપતિ નિગમને ગ્રાન્ટ આપવામાં આવે, પાંજરાપોળમાં રાખવામાં આવતા ઢોર માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે.[:]