આ એમ.ઓ.યુ.માં સોલાર એનર્જીમાં ફ્લેક્સિબલ સોલાર પેનલ, ઓફ શોર એન્ડ ઓન શોર વિન્ડ એનર્જી, વડોદરા મહાનગરપાલિકા સાથે હાઇ એફિસિયન્સી વેસ્ટ ટુ એનર્જી મેનેજમેન્ટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ ટેક્નોલોજી, પી.પી.પી મોડલ પર રેડિયો એન્ડ કાર્ડિયોલોજી સેન્ટર તેમજ સેલાઇન ફાર્મિંગના ક્ષેત્રોના એમ.ઓ.યુ. નો સમાવેશ થાય છે.
નેધરલેન્ડ પોર્ટ ડેવલપમેન્ટમાં પાયોનિયર છે અને ગુજરાત ૧૬૦૦ કિ.મી. જેટલો વ્યુહાત્મક દરિયા કિનારો ધરાવે છે તે સંદર્ભમાં નેધરલેન્ડના સહયોગ અંગે તેમજ ધોલેરામાં વિવિધ માળખાકીય સુવિધામાં પણ સહયોગ અંગે બેઠકમાં વિચાર-વિમર્શ થયો હતો. ગુજરાત અને ભારત સાથે નેધરલેન્ડના સુદ્રઢ દ્વિપક્ષીય સંબંધોના પરિણામે ૪૫ જેટલી ડચ
કંપનીઓ કાર્યરત છે તેની વિગતો પણ નેધરલેન્ડ પ્રતિનિધિમંડળે આપી હતી.