ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવપૂર્ણ સંબંધ ઊભા થયા છે. ગુજરાતના દરિયા કિનારે ગમે ત્યારે સ્થિતી ખરાબ બની શકે તેમ છે. દરિયામાં 12 નોટિકલ માઈલ સુધી મરીન પોલીસની હદ આવે છે. 26 11 2008માં મુંબઈમાં બોંબ ધડાકા થયા ત્યારે ત્રાસવાદીઓ ગુજરાતની બોટ લઈને ગુજરાતના દરિયામાંથી મુંબઈ પહોંચ્યા હતા. કસાબ સહિતના આતંકીઓએ કચ્છ નજીકના દરિયામાંથી ઘુષણખોરી કરી હતી. ત્યાર બાદ ગુજરાતની જળ સરહદ પર RRPનું ગૃપ નંબર 19 મરીન કમાન્ડોની એક બટાલીયન ગુજરાત સરકારે 2008માં ઊભી કરી હતી. જેમાં 1100 જવાનોને 2009-19માં તાલીમ અપાઈ હતી. જામનગર ખાતે તેનું વડું મથક ઊભું કરીને ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ કમાન્ડો હાલ શું કરે છે તે પોલીસ વડાને પણ ખ્યાલ નહીં હોય. કમાન્ડોને SRP ગૃપમાં આપી દેવાયા અને તેથી 2016માં તો વડું મથક ખાલી કરી દેવાયું હતું. ‘સર્જિકલ સ્ટ્રાઈક’ બાદ 1 ઓક્ટોબર 2016માં પોલીસને એલર્ટ આપવામાં આવ્યું હતું. યુદ્ધ જેવી સ્થિતી હતી ત્યારે ગુજરાત પોલીસને વડા આ કમાન્ડો ક્યાં ફરજ બજાવે છે તે શોધવા માટે નિકળ્યા હતા. પણ ક્યાંથી શોધી ન શકાતાં SRPના 220 કમાન્ડોને બોર્ડર પર મોકલવામાં આવ્યા હતા. તેનો મતલબ કે મરીન કમાન્ડો ફોર્સને વિખેરી નાંખવામાં આવી હતી. બોર્ડર સિક્યુરીટી ફોર્સની સી વિંગ, બી.એસ.એફ., ભૂમિદળ તથા મરીન કમાન્ડો ફરજ પર હોય છે. મુંબઈ હુમલા બાદ ગુજરાતને ફરતે 1660 કિલો મીટરના દરિયામાં સલામતી વધારી હતી. પછી સરકારો બેદરકાર બની ગઈ હતી.
અનેક વખત મરીન પોલીસ માટે દરિયામાં પેટ્રોલીંગ કરવા માટે પેટ્રોલ કે ડીઝલ હોતું નથી. કેન્દ્ર સરકાર પૈસા આપે ત્યારે તેનાથી પેટ્રોલીંગ થતું રહ્યું છે. 2016માં તો 30 બોટમાંથી 25 બોટ ઈંધણ ન હોવાના કારણે બંધ પડેલી હતી.
2016ની ખરાબ હાલત
આણંદ જિલ્લાની ખંભાત, વડગામ, રાલેજ, ધુવારણ ખાતે 2008-09માં દરીયા કાંઠે મરીન પોલીસ ચોકી ઊભી કરાઈ હતી. જેમની પાસે આધુનિક હથિયારો અને સાધનો ન હતા. ખંભાતની ચોકી તો ભરતીના સમયે દરિયાના પાણીની વચ્ચે આવી જાય છે. રાલેજની પોસ્ટલ આઉટ પોસ્ટની હાલત પણ એવી થઈ ગઈ હતી. ધુવારણની પોલીસ ચોકી લગભગ બંધ જેવી હતી. બારી બારણાં કોઈ કાઢી ગયું હતું. વીજ જોડાણ પણ ન હતું. બારણાં સડી ગયા હતા. બારીના કાચ તૂટી ગયા હતા. ચોકીઓની આસપાસ ઝાડી ઝાખરાઓના કારણે જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો હતો. દૂરબીન છે પણ બોટ નથી.
પીપાવાવ ચોકી બંધ
ભાવનગર વેરાવળ હાઇવે પર પીપાવાવ મરીન પોલીસ મથકની વિકટર પોલીસ ચોકી કેટલાક સમયથી જર્જરિત હાલતમાં રહી હતી. મરીન પોલીસ મથક દસ વર્ષ પહેલા સ્થાપવામાં આવ્યું હતું. અહીં ચોકી હોવાથી અનેક વખત ગેરકાયદે પ્રવૃતિ ઝડપાતી રહે છે. હાલ તો ચોકી બંધ હાલતમાં પડી છે.
2018માં કચ્છની કેવી હાલત
કચ્છ જિલ્લાના 4 મરીન પોલીસ મથક કંડલા, મુંદરા, માંડવી અને જખૌ ઉપર 200 સ્ટાફમાંતી માંડ 117 સ્ટાફ હતો. કચ્છના કૂલ 416 કિ.મી.ના દરિયાકાંઠામાંથી 238 કિ.મી.નો દરિયાકાંઠો પાકિસ્તાન સાથે જોડાયેલો છે. કિનારેાથી કોઈ આતંકવાદી ઘુસી ન જાય તે માટે મરીન પોલીસ છે. માંડવી મરીન પોલીસ માથક પાસે પેટ્રોલિંગ માટે બોટ નથી. ભાડે બોટ લઈને દરિયામાં પેટ્રોલિંગ કરવું પડે છે. મુંદ્રા મરીન પોલીસ માથકમાં બે બોટમાંથી એક ચાલુ છે એક બંધ પડી છે. ડિઝલનો વપરાશ વધું હોવાથી સરકાર ડીઝલ આપતી નથી. જખૌના મરીન પોલીસ માથકમાં પણ ડીઝલ ન મળતું હોવાથી વારંવાર દિવસો સુધી પેટ્રોલિંગ થતું નથી. સ્ટાફની અછત છે. 4 પોલીસ માથકો અદ્યતન આધુનિક સાધનો તો છોડો પણ સ્ટાફાથી સજ્જ નથી. રેકર્ડ પર પોલીસ માથકો ચાલે છે.
જખૌથી કોટેશ્વર સુધીના 70 કિ.મી.ના દરિયા કિનારે પોલીસની સુરક્ષા નથી. જમ્મુ-કાશ્મીરના હુમલા બાદ એલર્ટ અપાયા બાદ મરીન પોલીસ માથકોમાં કોઈ એલર્ટ ન હતું. આતંકવાદીઓ માટે કચ્છનો માર્ગ મોકળો હોય તેવી સ્થિતી છે. 2014 પછી કચ્છ ક્રીક વિસ્તારમાં ઘુસણખોરી વધી છે. પાકિસ્તાન, બાંગલાદેશ, કાશ્મીરના લોકો અહીં પકડાયા છે. બિનવારસી બોટ મળી આવવાની ઘટના વધી છે.
4 પોલીસ મથક વચ્ચે જખૌ મરીન પાસે 1 ઊંટ હતું તે પણ મૃત્યું પામ્યું હતી. ઊંટ પર બેસીને પેટ્રોલીંગ કરતાં હોય છે. માંડવી મરીન કાંઠાળ વિસ્તાર છે. તેમની પાસે ઊંટ હોવું જોઈએ તે ન હતું.
મરીન પોલીસને દારુ પકડવા તેવી કામગીરી પણ કરવી પડે છે. કોઈ ચોરી થઈ હોય તો તે માટે પણ કમ કરવું પડે છે. આમ કાયદો વ્યવસ્થાની કામગીરી પણ કરવી પડે છે. તેથી સરહદ પર પોલીસ ધ્યાન આપી શકતી નથી. દુશ્મન દેશ પાકિસ્તાનને જોડતી આંતરરાષ્ટ્રીય સીમા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ કચ્છનું મહત્ત્વ વધી જાય છે. રણ સરહદે બીએસએફ છે. જયારે દરિયાઈ સીમા પર મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ કરાય છે.
કંડલામાં દરિયાઈ પેટ્રોલિંગ માટે 1 ઈન્ટર સેપ્ટર બોટ છે. મુંદરા અને જખૌ મરીન પાસે 2 સ્પીડ બોટ છે. કંડલા મરીન પોલીસ મથક પાસે 8 મરીન કમાન્ડોની જરૂરિયાત સામે 4 છે. માંડવી પાસે કોઈ બોટ ન હતી. મરીન પોલીસ માછીમારોની નોંધણી કરીને દરિયોમાં જવાની મંજૂરી આપે છે.
કચ્છ કમાંડોના હવાલે
જખૌ, મોહાડી, પિંગલેશ્વર અને સિંધોડી ખાતે દરિયાઇ વિસ્તારમાં સૌ પ્રથમ 20 જેટલા મરીન કમાન્ડો કેન્દ્ર સરકાર દ્વારા મુકાયા છે. જખૌ મરીન પોલીસ હસ્તક 20 કમાન્ડો મુકાયા છે. જેમાં 10 જખૌ બંદરે, 5 મોહાડી, 4 પિંગલેશ્વર અને 2 કમાન્ડોને સિંધોડી ખાતે મુકાયા છે. બોટોની પણ તપાસ સાથે કમાન્ડો ટુકડીઓએ પોતાનું કામકાજ શરૂ કરી દીધું છે. પેટ્રોલિંગ માટે 2 બોટો અપાઈ છે. દરમ્યાન વિવિધ એજન્સીઓ, કોસ્ટગાર્ડ દ્વારા 2 સ્પીડ બોટો ઉપરાંત હોવરક્રાફટ જખૌ કોસ્ટગાર્ડ દ્વારા અને બી.એસ.એફ. ઉપરાંત જોઇન્ટ પેટ્રોલિંગ થાય છે.
વલસાડ મરીન પોલીસ અસુરક્ષિત
17 કિલોમીટરની વલસાડ જિલ્લાની દરિયાઈ સુરક્ષા માટે ઓક્ટોબર 2016માં આતંકવાદી હુમલાની દહેશત હતી ત્યારે વલસાડ જિલ્લામાં મરીન પોલીસ દરિયામાં પેટ્રોલિંગ નથી કરી શકતી ન હતી. હથિયાર અને સ્પીડ બોટ ન હતી.
ફોન બંધ
ઉના નવા બંદર મરીન પોલીસ સ્ટેશનનો લેન્ડલાઇન ફોન લાંબા સમયથી જાન્યુઆરી 2019માં બંધ હતો.
જામનગર
ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો જામનગર જિલ્લાનો 100 કિલો મીટરનો છે. જ્યાં 27 ફેબ્રુઆરી 2019માં 3 હાઈસ્પીડ બોયો છે. 3 પાળીમાં 37 પોલીસ છે. 22 કિ.મી. ઉંડે દરિયામાં જવું પડે છે. 9 ટાપુ પર પેટ્રોલીંગ કરવું પડે છે. સૌરાષ્ટ્રમાં આવેલા સોમનાથ અને દ્વારકા જગતમંદિર અને પોરબંદરમાં આવેલા કિર્તી મંદિરની સુરક્ષામાં પણ વધારો કરી દેવાયો છે.
મોદીના વચનો
7 ઓક્ટોબર 2017માં દેશની પહેલી મરીન પોલીસ રીસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ખોલવાની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દ્વારકામાં કરી હતી. પણ પોલીસ પાસે સાધનો જ નથી ત્યાં નવા સંશોધન કઈ રીતે કરી શકાશે.
વેરાવળ સોમનાથ
ગીર-સોમનાથ જિલ્લામાં સોમનાથ મંદિરની 70 માઈલ દરિયાની સુરક્ષા માટે 20 મરીન કમાન્ડો આપવામાં આવ્યા છે. તેમાંથી 10 કમાન્ડો સોમનાથ મરીન પોલીસ સ્ટેશન તથા 10 કમાન્ડો નવાબંદર મરીન પોલીસ સ્ટેશનને આપવામાં આવ્યા છે. મરીન પોલીસની સાથે રહી જિલ્લાના દરિયા કાંઠાના લેન્ડીંગ પોઇન્ટો, બંદરો-જેટીઓ સહીતના વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી 28 ફેબ્રુઆરી 2019માં કરી રહ્યાં છે.
પોરબંદરમાં નૌકાદળના જહાજ
20 જાન્યુઆરી 2019ના રોજ જાહેર કરાયું છે કે, પોરબંદરના દરિયાકાંટે મીડિયમ રેન્જની નેવલ સ્કવાર્ડન મુકવામાં આવશે. જેથી નૌકાદળના વિમાનો 24 કલાક દરિયાકાંઠા વિસ્તારમાં નજર રાખશે. યુનિયન ડિફેન્સ મિનિસ્ટ્રીએ ગુજરાત સહિત 3 નેવલ એર સ્ક્વોર્ડ્રનને મંજરી આપી છે. જેથી હવે ગુજરાતના 1600 કિમી દરિયાકાંઠા પર નૌકાદળના વિમાનોની 24 કલાક બાજ નજર રહેશે. ડોર્નિયર જે ઈન્ડિયન નેવીને દરિયાકિનારે આતંકવાદને નષ્ટ કરવા વિવિધ ઓપરેશનમાં ટારગેટિંગ ડેટા આપશે.
સુરક્ષા
પોરબંદરનો દરિયા કિનારો આતંકીઓ માટે પ્રવેશ દ્વારા જેવો છે. નિર્જન ટાપુ પર સાઇડ પેટ્રોલિંગ વધારી દેવાયું છે. મોટા ભાગની ફિશિંગ બોટનું પણ ચેકિંગ થઇ રહ્યું છે. મરિન કમાન્ડો હાઇ એલર્ટ પર છે. તેની સાથે સાથે નેવી અને એરએન્ક લેવલના વિમાનો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે. માછીમારી ન કરવા સૂચના અપાઇ છે. દ્વારકાને હાઇ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. વાહનો અને અજાણ્યા શખ્સોની પૂછપરછ કરાઈ રહી છે. લોકોને પણ કોઇ અજાણ્યા વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા જણાવાયું છે. બોટ માલિકને કોઈ પણ અજાણી બોટ કે અજાણ્યા શખ્સો દેખાય તો તુરંત જાણ કરવા આદેશ આપ્યો છે.