માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત આદિજાતિ વિકાસ નિગમના
ડિરેક્ટર તરીકે આદિવાસી અગ્રણીઓ (૧) શ્રી પુનમચંદ સી.બરંડા, ભીલોડા (૨) શ્રી
જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર (૩) શ્રી પરેશભાઈ વસાવા, ઉચ્છલ (૪) શ્રી બાબુભાઈ ચોર્યા,
આહવા-ડાંગની નિમણૂક કરવામાં આવી છે. માન.મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા દ્વારા નવ
નિયુક્ત ડિરેક્ટરોને અભિનંદન પાઠવી શુભેચ્છા આપવામાં આવેલ છે. નવા ડિરેક્ટરોને
અદિવાસી સમાજના પ્રતિનિધી તરીકે નિમણૂક થતા તેઓએ ખુશી વ્યક્ત કરી રાજ્ય
સરકારનો આભાર માનેલ છે. નવા સભ્યોમાં
શ્રી પુનમચંદ સી.બરંડા :- નિવૃત્ત આઇ.પી.એસ.
અધિકારી છે. તેઓ ભીલોડા તાલુકાના વાકાટીંબા ગામના
વતની છે અને તેઓ સીધી ભરતીથી ૧૯૯૬માં
ડી.વાય.એસ.પી તરીકે કારકિર્દીની શરૂઆત કરી
આઇ.પી.એસ. તરીકે બઢતી મેળવી જિલ્લા પોલીસ વડા
તરીકે છોટાઉદેપુર જિલ્લામાં કામગીરી કરેલ છે. ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં
ભીલોડા વિધાનસભા મત વિસ્તારમાં ભા.જ.પ ના ઉમેદવાર રહેલ છે. તેઓ આદિવાસી
વિસ્તારના યુવકો, શિક્ષણ, સ્પોર્ટસ બાબતે વધુ કારકીર્દી બનાવે છે તે માટે સતત કામગીરી
કરતા આદિવાસી આગેવાન છે. તેઓની નિમણૂક ગુજરાત આદિવાસી વિકાસ નિગમમાં થતા
આદિવાસી સમાજને આદિવાસી વિકાસ નિગમની સેવા સાથે જોડવાની આદિવાસી
સમાજને વધુ ઉપયોગી બની રહેશે.
શ્રી જશુભાઈ રાઠવા :- છોટાઉદેપુર તાલુકાના વસેડા ગામના
સરપંચ તરીકેની કામગીરીથી કારકીર્દીની શરૂઆત કરી તાલુકા
પંચાયતના સભ્ય, તાલુકા ભાજપના પ્રમુખ, જિલ્લા
ભાજપના પ્રમુખ સહિતના સંગઠનના વિવિધ હોદ્દાઓ ઉપર
કામગીરી કરેલ છે. છોટાઉદેપુર વિસ્તારમાં વ્યશન મુક્તિ,
શિક્ષણ અને ગરીબી નાબુદી માટે કામગીરી કરેલ છે. ૨૦૧૭ની વિધાનસભાની ચુંટણીમાં
છોટાઉદેપુર વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર રહેલ છે. તેઓની નિમણૂકથી
છોટાઉદેપુર જિલ્લા સહિત રાજ્યના આદિવાસી સમાજને ગુજરાત આદિજાતિ વિકાસ
નિગમની સેવાઓ સાથે જોડીને આદિવાસી સમાજને વધુ ઉપયોગી બની રહેશે.
શ્રી પરેશભાઈ વસાવા :- ઉચ્છલ તાલુકાના
ચિતપુર ગામના વતની છે. ૧૯૯૮થી ૨૦૧૨
સુધી ચાર ટર્મ વિધાનસભાના સભ્ય તરીકે કામગીરી
કરેલ છે. હાલ ધારેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટી,
બાબરઘાટ દુધ ઉત્પાદક મંડણી અને મોગરાણ જગલ
કામદાર મંડણીમાં પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળે છે. ખેતીવાડી ઉત્પાદક બજાર સમિતિ-
ઉચ્છલમાં પ્રમુખ તરીકે અને ઉકાઈ સુગરમાં ડિરેક્ટર તરીકે પણ કામગીરી કરેલ છે. તાપી
જિલ્લાના ઉચ્છલ તાલુકામાંથી પસંદગી થતા આદિવાસી સમાજના છેવાડાના વિસ્તારોમાં
ગુજરાત આદિજાતિ વિકાસ નિગમની યોજનાઓ પહોંચાડવાની કામગીરી ઘણી સારી રીતે
કરી શકશે.
બાબુરાવ ચોર્યા :- ચિકટીયા ગ્રામ પંચાયતના
સરપંચ તરીકે ડાંગ જિલ્લા સરપંચ એસોસિયેશનના પ્રમુખ,
જિલ્લા પંચાયતના સભ્ય, ભાજપ ડાંગ જિલ્લા યુવા
મોરચામાં અને સંગઠનમાં ઘણી સારી કામગીરી કરેલ છે.
૨૦૧૫ થી ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેની કામગીરી સંભાળે છે. ડાંગ જિલ્લામાં
શિક્ષણ, કન્યા કેળવણી સંબધી કામગીરી કરેલ છે. ડાંગ જિલ્લાના છેવાડા આદિવાસી
વિસ્તારમાંથી નિમણૂક થતા ગુજરાત અદિજાતિ વિકાસ નિગમની યોજનાઓ પહોંચાડવાની
કામગીરી કરી શકશે.
ગુજરાત રાજ્યના અદિજાતિ સભ્યોના સામાજીક અને આર્થિક ઉન્નતિની
કામગીરી ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા કરવામાં આવે છે. જેમાં સ્વરોજગાર
હેઠળ વ્યક્તિગત ધિરાણ રૂ.૧ લાખ થી ૫ લાખ સુધી પુરૂ પાડવામાં આવે છે. ૨૦૧૮-૧૯
ના વર્ષમાં ૨૨૭ લાભર્થી રૂ.૪૭૯.૫૫ લાખનું ધિરાણ મંજુર કરી ચુકવવામાં આવેલ છે.
વિદેશમાં આદિવાસી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે રૂ.૧૫ લાખ સુધીની લોન ૪ ટકાના
દરે આપવામાં આવે છે. પાયલોટની તાલીમ માટે રૂ.૨૫ લાખ સુધીની ૪ ટકાના દરે લોન
આપવામાં આવે છે. આ ઉપરાંત નાહરી કેન્દ્રને સહાય, વકીલ સહાય, ટ્રેક્ટર વીથ ટ્રોલી,
પેસેન્જર વાન (ઇકો ગાડી), ફુડવાન, પોલ્ટ્રીફાર્મ, રીક્ષા માલવાહક માટે લોન અને
એમ.બી.બી.એસ. માં પ્રવેશતા વિદ્યાર્થીઓને લોન આપવાની યોજનાઓ આદિજાતિ
વિકાસ નિગમ દ્વારા અમલમાં છે.