3 વર્ષનું શાસન : 104 કલંકિત નેતાઓ સામે રૂપાણી મૌન

ગુજરાતના લઘુમતિ કોમના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના તખ્તનશીન થયાને 3 વર્ષની ઉજવાણી 8 સપ્ટેમ્બર 2019માં ગાંધીનગર ખાતે ભવ્ય ઊજવણી કરી હતી. તેઓ પોતાની સફળતા ગણાવીને નાગરિકો સમક્ષ વિગતો મૂકી રહ્યાં છે. પણ તેમના પક્ષના 104 નેતાઓ ગુનાખોરીમાં સંડોવાયેલા છે જેમની સામે રૂપાણીએ કોઈ પગલાં ભર્યા નથી.

3 ઑક્ટોબર 2017ના દિવસે કોંગ્રેસે ભાજપના કલંકિત નેતાઓની યાદી જાહેર કરી હતી. તેનો 17 ડિસેમ્બર 2018 સુધીમાં ભાજપે પગલાં અહેવાલ જાહેર કર્યો નથી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કોંગ્રેસને ‘ગુંડાઓની પાર્ટી’ ગણાવતાં કોંગ્રેસ તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીએ જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલાં ભાજપના 30 નેતાઓની યાદી જાહેર કરી હતી. કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ ગુજરાતના તત્કાલિન મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલની પૂત્રી અનાર પટેલનું જમીન કૌભાંડ જાહેર કર્યું હતું.

ત્યાર બાદ ભાજપના નેતાઓ પોતાના નેતાઓની હત્યા કરતાં પકડાયા હતા. ભાજપના પૂર્વ ધારાસભ્ય છબિલ પટેલે કચ્છ ભાજપના અગ્રણી અને ભાજપના ઉપપ્રમુખ જયંતિ ભાનુશાળીની હત્યા કરાવી હતી. જે આજે જેલમાં છે તેની સામે આકરાં પગલાં ભરાયા છે. ભાજપે કોંગ્રેસના ગુનેગાર નેતાઓને પોતાના પક્ષમાં લીધા છે તે પણ ગુનેગાર છે. ધવલ ઝાલા, જવાહર ચાવડાના સંબંધીઓ, કુંવરજી બાવળિયા જેના નેતાઓ સામે ગુનાઓ છે. છતાં તેમને પક્ષમાં લેવામાં આવ્યા છે.

આ તમામ બાબતોમાં 9 સપ્ટેમ્બર 2019 સુધી ભાજપ કે રૂપાણી સરકારે પોતાના પક્ષના 104થી વધું ગુનાખોરીમાં સંડોવાયેલા નેતાઓ સામે બહું ઓછા પગલાં લીધા છે. પ્રજા એવું ઈચ્છે છે કે આ નેતાઓ સામે પગલાં ભરવામાં આવે.

અમતિ શાહને જનરલ ડાયર ગણાવી કહ્યું કે, તેઓ ઈતિહાસ ભૂલી ગયા છે, તોફાન કરાવનારા(ભાજપ) સત્તામાં આવ્યો છે ત્યારથી રાજ્ય કર્ફ્યુ મુક્ત બન્યું છે. ચાલ, ચરિત્ર અને ચલનની વાતો કરનારા ભાજપનો અસલી ચહેરો બહાર આવી ગયો છે.

કચ્છના ચર્ચિત નલિયા દુષ્કર્મ કાંડનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, આ કાંડમાં કચ્છ અને ગુજરાતના પોતાના કેટલા નેતાઓ સંડોવાયેલાં છે તે ભાજપ જાણે જ છે.

30 નેતાઓનો આ રહ્યો કાળો ઈતિહાસ
અમિત શાહ રાષ્ટ્રીય અધ્યક્ષ જેલમાં જઈ આવ્યા
આનંદીબેન પટેલ પૂર્વ મુખ્યમંત્રી તેમની પુત્રી અનારનું જમીન કૌભાંડ
બાબુ બોખીરિયા કેબિનેટ મંત્રી રાજ્યના ખાણ માફિયા
શંકર ચૌધરી રાજ્યકક્ષાના મંત્રી વિ.સભામાં અશ્લિલ વીડિયો જોવો, બોગસ ડિગ્રી, ચારણકા પ્રોજેક્ટમાં કથિત સંડોવણી
પુરુષોત્તમ રૂપાલા કેન્દ્રીય મંત્રી અર્બુદા ક્રેડિટ કૌભાંડના માલિક સાથે સાંઠગાંઠ
દિલીપ પટેલ સાંસદ ચરોતર બેંક ડૂબાડી, પોલીસને જાહેરમાં ધમકી આપવી
પરસોત્તમ સોલંકી રાજ્યકક્ષાના મંત્રી ૪૦૦ કરોડના મત્સ્યોદ્યોગ કૌભાંડમાં સામેલ
સૌરભ પટેલ પૂર્વ મંત્રી GSPCના ૨૦ હજાર કરોડના કૌભાંડમાં સામેલ, સોલર એનર્જી કૌભાંડના સૂત્રધાર
વિઠ્ઠલ રાદડિયા સાંસદ ફાયરિંગ કરીને ધમકી આપવી, નોટબંધી પછી રાજકોટ બેંકમાં જમા નાણાંમાં કથિત સંડોવણી
પ્રભાતસિંહ ચૌહાણ સાંસદ માફિયાગીરી અને દારૂના બુટલેગર
જેઠા ભરવાડ ધારાસભ્ય ગુનાખોરીમાં સામેલ, અસંખ્ય ગુનાઓમાં સંડોવણી.
દીનુ બોઘા સોલંકી પૂર્વ સાંસદ મર્ડર સહિત અનેક ગુનાના આરોપી.
દિલીપ સંઘાણી પૂર્વ મંત્રી મત્સ્ય, રોડ કોન્ટ્રાક્ટ કૌભાંડ ઉપરાંત સહકારી બેંકોમાં કથિત કૌભાંડના માસ્ટરમાઈન્ડ
કાંતિ અમૃતિયા ધારાસભ્ય મર્ડરના ગુનામાં જેલ જવું પડ્યું હતું.
ભવાન ભરવાડ પૂર્વ ધારાસભ્ય ધાકધમકી સહિતના ગુનાઓમાં સામેલ.
દેવજી ફત્તેપરા સાંસદ કરોડથી વધુની છેતરપિંડી.
મોહન કુંડારિયા સાંસદ બાળકોની પીઠ પર ચાલનારા-ચાઈલ્ડ એક્ટનો ભંગ
સ્મૃતિ ઈરાની કેન્દ્રીય મંત્રી બોગસ ડિગ્રી કાંડ
અરૂણ જેટલી કેન્દ્રીય મંત્રી ગુજરાતના નાણાં ડૂબાડનાર માધવપુરા બેંકના આરોપીની વકીલાત કરનારા.
વિનોદ ચાવડા સાંસદ નલિયા દુષ્કર્મમાં મહિલાવિરોધી માનસ.
જયંતી ભાણુશાળી પૂર્વ ધારાસભ્ય કચ્છના હાલના ચર્ચાસ્પદ કેસમાં ઉછળતું નામ.
સી.આર.પાટીલ સાંસદ સુરતની ડાયમંડ જ્યુબિલી બેંકનું ઉઠમણું કરનાર, ધાકધમકીના ગુનામાં સામેલ.
ગણપત વસાવા કેબિનેટ મંત્રી ધમકી આપીને લોકોને ડરાવવાની લોકોમાં ચર્ચા
વસુબેન ત્રિવેદી પૂર્વ મંત્રી, ધારાસભ્ય ભત્રીજીને નિયમો નેવે મૂકી એડમિશન અપાવનાર.
કરસન ઓડેદરા પૂર્વ ધારાસભ્ય અપહરણ, ધમકી સહિતના ગુનાઓના આરોપી.
બાબુભાઈ જમનાદાસ ધારાસભ્ય જમીન છેતરપિંડીના કેસ.
બાબુ કટારા પૂર્વ સાંસદ કબૂતરબાજીના આરોપી.
રાજેશ ચુડાસમા સાંસદ ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે.
નારણ કાછડિયા સાંસદ ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે.
પ્રભુ વસાવા સાંસદ ક્રિમિનલ કેસ નોંધાયેલાં છે.
બચુ ખાબડ રાજ્યકક્ષાના મંત્રી રેતખનન માફિયાગીરીમાં સામેલ.

વાંકાનેરના ભાજપના ગુનાખોર પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સોમાણીનો પુત્ર સમીર જીતેન્દ્ર સોમાણી જુગાર રમતો પકડવા માટે ગાંધીનગરથી સ્ટેટ વિજીલંસને ખાસ મોકલવામાં આવી હતી. ધ્રાંગધ્રા શહેરના હરીપર રોડ પર ઘોડી પાસાનો જુગાર રમતા 14 માંથી 9 જુગારીઓ મોડી રાત્રે પકડાયા છે જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્યનો પુત્ર પણ છે. રવી નામનો જુગારી ભાગવા જતાં તેને પગે ફ્રેક્ચર થયું હતું. ધારાસભ્યના પુત્રની સાથે ફીરોઝ, અનર મીયાણા, મુસ્તુફા, કમલેશ, નીતિન, હાર્દ, કરશન, ધર્મેન્દ્ર વગેરે પકડાયા હતા.

ધારાસભ્યનો પૂત્ર સમીર અગાઉ પણ પકડાયો હતો

26 જુન 2012માં વેપારી લોહાણા યુવાન હરેશ વ્રજલાલ કારીયા પર થયેલા હુમલામાં મોરબી કોર્ટમાં સુનાવણી હાથ ધરી હતી. કેસમાં મુખ્ય આરોપી નગરસેવક જીતેન્દ્ર સોમાણી આરોપી હતા. જે ત્યારે પણ હજુ 27 દિવસથી ભૂગર્ભમાં હતા. પીવાનું પાણી ના આવતું હોવાથી નગરપાલિકા કચેરીએ રજૂઆત કરવા ગયેલા લોકો પર નગરસેવક તથા કેસનાં આરોપી જીતેન્દ્ર સોમાણીને આ બાબત ન ગમતાં તેનો ખાર રાખી ફરિયાદી હરેશ કારિયા પર તે રાત્રે પોતાના બે પુત્રો તથા ભત્રીજા સાથે જીવલેણ હુમલો કર્યો હતો. તેમના બે પુત્રો સમીર, તથા વીકી અને ભત્રીજો રાજ સોમાણી પોલીસે પકડી લીધા હતા.

2017માં કયા ધારાસભ્ય સામે કેટલાં ગુના

ઓક્ટોબર 2017માં ગુજરાતની જનતાનો આક્રોશ જાણી ભાજપના નેતાઓ કોંગ્રેસ પર આક્ષેપ કરીને પોતે સ્વચ્છ છે એવી છબી ઉપસાવવા પ્રચાર કર્યો હતો. પણ વાસ્તવમાં ભાજપે જ હત્યા-અપહરણ સહિતના કેસોમાં સંડોવાયેલાં અને ગુનાહિત ઇતિહાસ ધરાવનારાંઓને ટિકિટ આપીને ચૂંટણીઓ જીતી હતી. ત્યારે આક્ષેપો હતા કે  ક્રિમીનાલાઇઝેશન ઓફ પોલિટિક્સને ભાજપે ચૂંટણી જીતવાનું હથિયાર બનાવી દીધુ છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા ટોપ 10 ઉમેદવારો પર હતા. ડેડીયાપાડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર મહેશ વસાવા વિરુદ્ધ 24 ગુના, વાંકાનેર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સોમાણી વિરુદ્ધ 13 ગુના, કુતિયાણા બેઠક પરના NCPના ઉમેદવાર કાંધલ જાડેજા વિરુદ્ધ 11 ગુના, લાઠી બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વિરજી ઠુમ્મર વિરુદ્ધ 9 ગુના, વાંકાનેર બેઠકના કોંગ્રેસના મોહમ્મદ પીરજાદા વિરુદ્ધ 6 ગુના, ભાવનગર ગ્રામ્યના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ સોલંકી સામે 6 ગુના નોંધાયેલા હતા. તાલાળા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભગવાન બારડ વિરુદ્ધ 4 ગુના, ભાવનગર વેસ્ટ બેઠકના ભાજપના ઉમેદવાર જીતુ વાઘાણી વિરુદ્ધ 4 ગુના, રાજકોટ વેસ્ટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુ સામે 4 ગુના, માણાવદર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જવાહર ચાવડા વિરુદ્ધ 3 ગુના નોંધાયેલા હતા.

2012માં કોની સામે કેવા ગુના

2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 182 ઉમેદવારો પૈકી 45 ઉમેદવારો પર ફોજદારી ગુનાઓ નોંધાયા હતાં. ભાજપે હત્યા-અપહરણ જેવા ગંભીર ગુનાઓ નોંધાયેલાં હોય તેવી વ્યક્તિને ટિકીટ આપતાં ભાજપની ચાલચારિત્ર્ય ખુલ્લુ પડયું હતું. તેમાંથી ચૂંટાયેલા 32 ધારાસભ્યો પર ગંભીર ગુનાનો નોંધાયેલાં હતા. ભાજપના ઉમેદવાર સામે ફોજદારી કેસો નોંધાયા છે

ભાજપના ધારાસભ્યમાં કોની સામે કેટલા કેસ હતા.

શંકર ચૌધરી, વાવ, 17 કેસ

જીતેન્દ્ર સોમાણી, વાંકાનેર, 12

બાબુ જમના પટેલ, દસક્રોઇ 10

દિલીપ પટેલ, આણંદ 4

નિતિન પટેલ, મહેસાણા 5

પુરૃષોતમ સોલંકી, ભાવનગર 6

જગરૃપસિંહ રાજપૂત, બાપુનગર 3

પ્રદિપસિંહ જાડેજા, વટવા 2

ભૂષણ ભટ્ટ જમાલપુર 3

મોતીલાલ વસાવા, દેડિયાપાડા 4

કશ્યપ શુક્લ, રાજકોટ પૂર્વ 4

જયરાજસિંહ જાડેજા, ગોંડલ 4

ગિરીશ પરમાર, દાણીલિમડા 8

ગોવિંદ પરમાર, તલાલા 3

પ્રાગજી પટેલ, વિરમગામ 2

રોહિતજી ઠાકોર, દહેગામ 2

લાલજી મેર, ધંધુકા 2

કાંતિ અમૃતિયા, મોરબી 2

કરશન દુલા, કુતિયાણા 2

મહેન્દ્ર સરવૈયા, પાલિતાણા 2

જયંતિ રાઠવા, જેતપુર 2

હર્ષ સંઘવી, મજૂરા 2

દુષ્યંત પટેલ, ભરૃચ 2