ગુજરાત ભાજપના 26માંથી 24 કરોડપતિ સાંસદો ચૂંટાયા છતાં પગાર લેશે

ભાજપના 26 સાંસદો ગુજરાતમાં ચૂંટાયા છે. ગુજરાતમાં તમામ સાંસદો ભાજપના ચૂંટાયા છે જેમાંથી 24 કરોડપતિ છે. એટલે કે 92 ટકા સાંસદો કરોડો રૂપિયાની સંપત્તિ ધરાવે છે. તેનો મતલબ કે તેમને વર્ષે કેન્દ્ર સરકાર પગાર, ભથ્થા, સવલતો આપે છે તે લેવાની કોઈ જરૂર નથી. કારણ કે તેઓ પ્રજાની સેવા કરવા માટે આવ્યા છે અને બીજું તેમની પાસે કરોડો રૂપિયા છે. તેઓ પહેલેથી જ શ્રીમંત છે તેથી તેમને પ્રજાના વેરામાંથી પગાર લેવાની જરૂર નથી.

છતાં ગુજરાત ગરીબ

16 રાજ્યોમાં ભાજપના તમામ સાંસદો કરોડ પતિ છે. 15 રાજ્યોમાં ભાજપના 71 ટકાથી 98 ટકા સુધી કરોડપતિ છે. તેની સરખામણીએ ગુજરાતના સાંસદો ગરીબ છે. જોકે એખ પણ ગરીબ સાંસદ ભાજપમાં ચૂંટાયા નથી. બધા મૂડિવાદી સામ્રાજ્યમાં માનનારા સાંસદો છે.

Read More

પાંચ વર્ષમાં વધારો થયો

ગઈ ટર્મ 2014થી 2019માં રૂ.40 કરોડની સંપત્તિ 14 સાંસદોની 2014માં હતી. જે વધીને 2019માં રૂ.98 કરોડ થઈ હતી. પાંચ વર્ષમાં 58 કરોડની સંપત્તિ વધી છે. જે લગભગ 150 ટકા વધી હોવાનું જણાય છે. પ્રજા મોંઘવારી, ગરીબી, ઓછા ભાવ, દુષ્કાળ, ઓછા પગાર, બેકારી, કૃષિમાં નીચા ભાવથી પીડાઈ રહી છે ત્યારે પ્રજાએ જેમને ચૂંટીને મોકલ્યા છે. તે ભાજપના સાંસદો સમૃદ્ધ બન્યા છે.

ફરીથી 2019માં ચૂંટણી લડેલા ભાજપના 16 સાંસદોની કુલ રૂ. 128.16 કરોડ સંપત્તિ 2014ની ચૂંટણીમાં હતી, તે 5 વર્ષમાં વધીને રૂ.134.54 કરોડ થઈ હતી. જો તેમાં બે સાંસદો સી. આર. પાટીલ અને કે સી પટેલની ઘટેલી સંપત્તિ બાદ કરવામાં આવી છે.

આમ ખરેખર હકીકત ધ્યાને લેવાય તો 5 વર્ષમાં 200 ટકા કરતાં પણ વધું સંપત્તિ ભાજપના સાંસદોની વધી હતી. જોકે તેમાં કાળી કમાણી અને કાળું નાણું ગણવામાં આવતું નથી. જે મોટાભાગના સાંસદો છૂપાવી રાખે છે. ભાજપમાં ફરીથી ચૂંટણી લડતાં 16 સાંસદોએ ગુજરાતની પ્રજા વચ્ચે જાહેર કરવું જોઈએ કે તેમની આ સંપત્તિ કયા માર્ગે વધી છે અથવા ઘટી છે.

ચૂંટણીમાં નેતાઓની સંપત્તિ જાહેર થતી હોય છે. ચૂંટાયા પછી સંપત્તિ એકઠી કરવામાં આ નેતાઓ લાગી જતાં હોય છે. 5 વર્ષ પછી બીજી ચૂંટણી આવે ત્યાં સુધીમાં બે ગણી સંપત્તિ એકઠી કરી લે છે. અમિત શાહ 2012 રાજ્યસભાની ચૂંટણી લડેલા ત્યારે તેમણે રૂ.1.90 કરોડની સંપત્તિ બતાવી હતી. જે વધીને 2019માં રૂ.19 કરોડ થઈ ગઈ છે. જેમાં વારસાગત મળેવી મિલકતના કારણે આમ થયું હોવાનો તેમનો દાવો છે.

પ્રથમ નંબરે નવસારીના ભાજપના સાંસદ સી. આર. પાટીલ આવે છે. તેઓ પોલીસ કોન્ટેબલ તરીકે મહિને રૂ.1200ના પગારથી ઘર ચલાવતાં હતા. પછી ભાજપના નેતા બનેલા પાસે 27 વર્ષમાં રૂ.45.33 કરોડની બેશુમાર દોલત છે. આ નાણાં ક્યાંથી આવ્યા તે તેમણે જાહેર કર્યું નથી.

ગુજરાતમાં બીજા નંબરના ધનવાન સાંસદ ભાજપના જામનગરના પૂનમ માડમ છે. તેમની કુલ સંપત્તિ રૂ.39.27 કરોડની છે. ત્રીજા નંબર પર મહેસાણાના ભાજપના સાંસદ શારદાબેન પટેલ આવે છે. તેમની પાસે રૂ.39 કરોડની સંપત્તિ છે.

ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ દેશના સૌથી ધનવાન રાજનેતા માનવામાં આવે છે પણ તેમની પાસે ખરેખર રૂ.30.49 કરોડની દોલત છે. તેઓ ગુજરાતના 4માં ધનિક રાજનેતા છે.

ભાજપના છોટાઉદેપુરના સાંસદ ગીતા રાઠવા પાસે 6 લાખની સંપતિ છે. ભાજપના કચ્છના સાંસદ નરેશ મહેશ્વરી પાસે 14.47 લાખની સંપતિ છે.

ગયા 5 વર્ષમાં ભાજપના 16 સાંસદોની સંપત્તિમાં કેટલો વધારો કે ઘટાડો થયો તેની વિગતો

2014માં ગુજરાતની કૂલ 26 લોકસભાની બેઠક પરથી તમામ ભાજપના સાંસદો ચૂંટાયા હતા. જેમાંથી 16 ફરીથી સાંસદ બન્યા છે. તેમની 5 વર્ષમાં સંપત્તિમાં રૂ.42.52નો વધારો થયો છે. દરેક સાંસદનો 5 વર્ષમાં સરેરાશ રૂ.2.65ની દોલતમાં વધારો તેઓ બતાવી રહ્યાં છે. કાળુ નાણું કે ભ્રષ્ટાચારથી આવતી દોલત અહીં ચર્ચામાં નથી. તેની સામે ભાજપના બે સાંસદોની સંપત્તિમાં રૂ.36.16 કરોડનો ઘટાડો થયો છે.

બેશુમાર દોલતની કમાઈ કરતાં ભાજપના પુનમ માડમ

જામનગરના સાંસદ પુનમ માડમની સંપત્તિ 5 વર્ષમાં રૂ.25.29 કરોડ વધી છે. પતિ અને પત્નીની સંપત્તિ રૂ.42.73 કરોડ જાહેર કરી છે. દર વર્ષે તેઓએ 5 કરોડની કમાણી દિલ્હી ગયા પછી કરી છે. તેમની સંપત્તિ 5 વર્ષમાં 110 ટકા વધી છે.

માનો કે ન માનો સી. આર. પાટીલ ખોટમાં

નવસારી બેઠકના ભાજપના સાંસદ સી. આર. પાટીલની સંપત્તિમાં રૂ.30 કરોડનો ઘટાડો થયો હોવાથી સુરતમાં બધાને આશ્ચર્ય થઈ રહ્યું છે. 2014માં તેઓ ચૂંટણી લડ્યા ત્યારે રૂ.74.47 કરોડની દોલત બતાવી હતી. પણ હવે 2019માં રૂ.74.47 કરોડની સંપત્તિ રૂ.44.60 કરોડ ઘટી હોવાનું તેમણે જાહેર કર્યું હતું. વલસાડના ભાજપના સાંસદ કે. સી. પટેલની દોલતમાં રૂ.6.29 કરોડનો ઘટાડો થયો હોવાનું જાહેર કર્યું છે.

ભાજપના 16 સાંસદો ફરીથી ચૂંટાયા છે તેમની દોલતની વધ કે ઘટ

બેઠક – ઉમેદવાર – 2014 – 2019 – વધ કે ઘટ

કચ્છ – વિનોદ ચાવડા – 56.18 લાખ – 3.35 કરોડ – 2.78 કરોડનો વધારો ( 500 ટકાનો વધારો)

વડોદરા – રંજન ભટ્ટ – 1.05 કરોડ – 2.94 કરોડ – 1.88 કરોડ (188 ટકાનો વધારો)

અમદાવાદ – કિરીટ સોલંકી – 3.40 કરોડ – 8.94 કરોડ – 5.53 કરોડનો વધારો (162 ટકાનો વધારો)

જામનગર – પુનમ માડમ – 17.43 કરોડ – 42.73 કરોડ – 25.29 કરોડનો વધારો (148 ટકાનો વધારો)

બારડોલી – પ્રભુ વસાવા – 1.59 કરોડ – 2.83 કરોડ – 1.24 કરોડ (78 ટકાનો વધારો)

રાજકોટ – મોહન કુંડારીયા – 3.94 કરોડ – 6.88 કરોડ – 2.93 કરોડ (74 ટકા વધારો)

ભાવનગર – ભારતી શિયાળ – 1.04 કરોડ – 1.77 કરોડ – 73 લાખનો વધારો (70 ટકાનો વધારો)

જુનાગઢ – રાજેશ ચુડાસમા – 74.46 લાખ – 1.08 કરોડ – 34 લાખનો વધારો ( 46 ટકાનો વધારો)

દાહોદ – જસવંત ભાભોર – 1.96 કરોડ – 2.70 કરોડ – 74 લાખનો વધારો (37 ટકાનો વધારો)

સાબરકાંઠા – દિપસિંહ રાઠોડ – 2.07 કરોડ – 2.39 કરોડ – 32 લાખનો વધારો (15 ટકાનો વધારો)

સુરત – દર્શના જરદોશ – 1.80 કરોડ – 1.94 કરોડ – 13.66 લાખનો વધારો ( 7.50 ટકાનો વધારો)

અમરેલી – નારણ કાછડીયા – 3.41 કરોડ – 3.59 કરોડ – 17.35 લાખનો વધારો (5 ટકાનો વધારો)

ભરૂચ – મનસુખ વસાવા – 65.71 લાખ – 68.35 લાખ – 2.64 લાખ (4 ટકાનો વધારો)

ખેડા – દેવુ ચૌહાણ – 94.46 લાખ – 1.30 કરોડ – 35 લાખનો વધારો ( 0 ટકા વધારો )

નવસારી- સી. આર. પાટીલ – 74.47 કરોડ – 44.60 કરોડ – 29.87 કરોડ ઘટાડો (40 ટકાનો ઘટાડો)

વલસાડ – કે. સી. પટેલ – 13.11 કરોડ – 6.82 કરોડ – 6.29 ટકા ઘટાડો (48 ટકાનો ઘટાડો)

પ્રથમ વખત નવા ચૂંટાયેલા કરોડ પતિ 7 સાંસદો 

મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગર 7 કરોડ

મીતેશ પટેલ આણંદ 7 કરોડ

હસમુખ સોમા પટેલ અમદાવાદ ઈસ્ટ 7 કરોડ

ભરસસિંહ ડાભી પાઠણ 4 કરોડ

પ્રભાતભાઈ પટેલ બનાસકાંઠા 4 કરોડ

રતનસિંહ રાઠોડ પંચમહાલ 1 કરોડ

ગીતાબેન રાઠવા છોટા ઉદેપુર 86 લાખ

Bottom ad